IPL 2022, LSG vs DC: લખનૌએ રોમાંચક મેચમાં દિલ્હીને 6 વિકેટે હરાવ્યું

રાહુલની આગેવાની હેઠળની લખનૌ સુપર જાયન્ટ્સ આજે ઈન્ડિયન પ્રીમિયર લીગમાં રિષભ પંતની કેપ્ટન્સીવાળી દિલ્હી કેપિટલ્સ સામે ટકરાશે. શાનદાર કેપ્ટનશિપ ઉપરાંત રાહુલ અને પંત તેમની વિસ્ફોટક બેટિંગ માટે જાણીતા છે.

gujarati.abplive.com Last Updated: 07 Apr 2022 11:40 PM
લખનૌની ટીમે 6 વિકેટે શાનદાર જીત મેળવી

લખનૌની ટીમે 6 વિકેટે શાનદાર જીત મેળવી છે. લખનૌ તરફથી ડી કોકે 80 રનની શાનદાર પારી રમી હતી. છેલ્લી ઓવરમાં 5 રનની જરૂર હતી. દિલ્હી તરફથી આ ઓવર શાર્દુલ ઠાકુરને સોપવામાં આવી હતી. શાર્દુલ પહેલા બોલે જ દિપક હુડ્ડાને આઉટ કરી દીધો હતો. ત્યાર બાદ બેટિંગ કરવા આયુષ બડોની આવ્યો હતો. તેમણે ઓવરના ત્રીજા બોલે ચોગ્ગો અને ચોથા બોલે સિક્સર ફટકારીને ટીમને જીત અપાવી દીધી.

છેલ્લી ઓવરમાં 5 રનની જરૂર

19મી ઓવરમાં હુડ્ડાએ સિક્સર ફટકારીને જીતની આશા યથાવત રાખી હતી. 19 ઓવર બાદ લખનૌનો સ્કોર 145/3

17 ઓવર બાદ લખનૌનો સ્કોર 126/3

ડિ કોક આઉટ થયા બાદ કૃણાલ પંડ્યા બેટિંગમાં આવ્યો છે. 17મી ઓવરમાં માત્ર 4 રન બન્યા છે. 17 ઓવર બાદ લખનૌનો સ્કોર 126/3

ડી કોક 80 રન બનાવી આઉટ

લખનૌની ત્રીજી વિકેટ પડી છે. ડી કોક 80 રન બનાવી આઉટ થયો છે. 16 ઓવર બાદ લખનૌનો સ્કોર 122/3

15 ઓવર બાદ લખનૌનો સ્કોર 111/2

દિલ્હીએ શાર્દુલ ઠાકુરને બોલિંગ માટે મેદાનમાં ઉતાર્યો. ક્વિન્ટન ડી કોકે ઓવરના ત્રીજા બોલ પર ચોગ્ગો ફટકાર્યો હતો. આ ઓવરમાં બંને બેટ્સમેનોએ 7 રન બનાવ્યા હતા. 15 ઓવર પછી લખનૌનો સ્કોર 111/2

લખનૌનો સ્કોર 100 રનને પાર

લખનૌનો સ્કોર 100 રનને પાર પહોંચી ગયો છે. ડિ કોક 66 અને હુડા 6 રને બેટિંગ કરી રહ્યા છે. 14 ઓવર બાદ લખનૌનો સ્કોર 104/2

એવિન લુઈસ 5 રન બનાવી આઉટ

લખનૌની બીજી વિકેટ પડી છે. એવિન લુઈસ 5 રન બનાવી આઉટ થયો છે. 13 ઓવર બાદ લખનૌનો સ્કોર 90/2

ડી કોકની ફિફટી પૂરી

ડી કોક 53 રને અને લેવિસ 5 રને બેટિંગ કરી રહ્યા છે. 12 ઓવર બાદ લખનૌનો સ્કોર 86/1

10 ઓવર બાદ લખનૌનો સ્કોર 74/1

લખનૌએ પોતાની પહેલી વિકેટ ગુમાવી છે, રાહુલ 24 રન બનાવી આઉટ થયો છે.  10 ઓવર બાદ લખનૌનો સ્કોર 74/1

8 ઓવર બાદ લખનૌનો સ્કોર 62/0

રાહુલે કુલદિપ યાદવનું સ્વાગત છગ્ગાથી કર્યું છે. જો કે ત્યાર બાદ કુલદિપે કોઈ મોટ શોટ મારવા દીધો ન હતો. 8 ઓવરના અંતે લખનૌનો સ્કોર 62/0


 

6 ઓવર બાદ લખનૌનો સ્કોર 48 રન

મુસ્તફીર રહેમાને આ ઓવરમાં સારી બોલિંગ કરતા માત્ર 3 રન આપ્યા હતા. 6 ઓવર બાદ દિલ્હીનો સ્કોર 48/0

ડીકોકની વિસ્ફોટક બેટિંગ


ઓપનર ડિકોકે વિસ્ફોટક બેટિંગ કરતા આ ઓવરમાં 3 ચોગ્ગા અને એક છગ્ગો ફટકાર્યો હતો. 5 ઓવર બાદ લખનૌનો સ્કોર  45/0

લલિત યાદવની આ ઓવરમાં આવ્યા 11 રન

લલિત યાદવની આ ઓવર મોંઘી રહી હતી. ક્વિન્ટન ડી કોકે ત્રીજા બોલ પર ચોગ્ગો ફટકાર્યો હતો. આ સિવાય બેટ્સમેનોએ ડબલ્સ અને સિંગલ્સ લઈને સ્કોર આગળ વધાર્યો હતો. આ સમયે દિલ્હી વિકેટની શોધમાં છે. 4 ઓવર પછી લખનૌનો સ્કોર 26/0

લલિત યાદવની શાનદાર બોલિંગ

દિલ્હી તરફથી બીજી ઓવર લલિત યાદવે ફેંકી હતી. તેમણે આ ઓવરમાં માત્ર 3 રન આપ્યા હતા. બે ઓવરના અંતે લખનૌનો સ્કોર  8/0

લખનૌની પારી શરૂ

કેપ્ટન કેએલ રાહુલ અને ડીકોક 150 રનના ટાર્ગેટનો પીછો કરવા મેદાનમાં આવ્યા છે. લખનૌએ પહેલી ઓવરમાં 5 રન બનાવ્યા છે.

દિલ્હીએ લખનૌને આપ્યો 150 રનનો ટાર્ગેટ

દિલ્હીએ લખનૌને આપ્યો 150 રનનો ટાર્ગેટ આપ્યો છે. દિલ્હી તરફથી પૃથ્વી શોએ સૌથી વધુ 61 રન બનાવ્યા હતા. પંત 39 અને સરફરાજ 36 રન બનાવી નોટ આઉટ રહ્યા હતા.

દિલ્હીનો સ્કોર 18 ઓવર પછી 136/3

લખનૌ તરફથી જેસન હોલ્ડરે 18મી ઓવર કરી હતી. હોલ્ડરે આ ઓવરમાં શાનદાર બોલિંગ કરી અને માત્ર 6 રન આપ્યા. હોલ્ડરે છેલ્લી મેચમાં પણ સારી બોલિંગ કરી હતી. રિષભ પંત 31 અને સરફરાઝ ખાન 32 રન બનાવીને રમી રહ્યા છે. દિલ્હીનો સ્કોર 18 ઓવર પછી 136/3

દિલ્હીના 17 ઓવર બાદ 130

દિલ્હીએ 17 ઓવરના અંતે 130 રન બનાવી લીધા છે. પંત અને સરફરાજ બન્ને 29-29 રને બેટિંગ કરી રહ્યા છે.

દિલ્હીના 100 રન પુરા

દિલ્હીએ100 રન પૂરા કરી લીધા છે. 16 ઓવરના અંતે દિલ્હીનો સ્કોર 117/3

14 ઓવર બાદ દિલ્હીનો સ્કોર 90/3

હવે બોલિંગ કરવા એન્ડ્ર ટાય આવ્યો છે. તેમણે આ ઓવરમાં સારી બોલિંગ કરી છે. તેમણે માત્ર 3 રન આપ્યા છે. 14 ઓવર બાદ દિલ્હીનો સ્કોર 90/3

13 ઓવર બાદ દિલ્હીનો સ્કોર 87/3

મજબૂત શરૂઆત કર્યા બાદ દિલ્હીએ એક પછી એક મહત્વની વિકેટો ગુમાવી દીધી છે અને હવે બેટ્સમેનો ઘણા દબાણમાં જોવા મળી રહ્યા છે. કૃણાલ પંડ્યાની આ ઓવરમાં બેટ્સમેનોએ 7 રન બનાવ્યા હતા. સરફરાઝ ખાન 11 અને રિષભ પંત 5 રન બનાવીને રમી રહ્યા છે. દિલ્હીનો સ્કોર 13 ઓવર પછી 87/3

કૃષ્ણપ્પા ગૌતમે મેડન ઓવર નાખી

કૃષ્ણપ્પા ગૌતમે આ ઓવરમાં શાનદાર બોલિંગ કરી હતી અને એકપણ રન આપ્યો નહોતો. આ ઓવરમાં રિષભ પંત સંઘર્ષ કરતો જોવા મળ્યો હતો અને એક પણ રન લઈ શક્યો નહોતો. દિલ્હીનો સ્કોર 12 ઓવર પછી 80/3

દિલ્હીને લાગ્યો ત્રીજો ઝટકો

દિલ્હીની ટીમને ત્રીજો ઝટકો લાગ્યો છે. પોવેલ 3 રન બનાવી રવિ વિશ્નોઈનો શિકાર બન્યો છે.  રવિએ આ બીજી સફળતા અપાવી છે. 

દિલ્હીનો સ્કોર 10 ઓવર પછી 73/2

કૃષ્ણપ્પા ગૌતમ તેની ત્રીજી ઓવર નાખવા આવ્યો હતો. તેણે આ ઓવરમાં બેટ્સમેનોને રોકી રાખ્યા હતા અને બેટ્સમેનો માત્ર 3 રન જ બનાવી શક્યા  હતા. દિલ્હીનો સ્કોર 10 ઓવર પછી 73/2

ડેવિડ વોર્નર 4 રને પેવેલિયન ભેગો

આ ઓવરમાં રવિ બિશ્નોઈએ શાનદાર બોલિંગ કરી હતી અને ત્રીજા બોલ પર ડેવિડ વોર્નર 4 રને પેવેલિયન ભેગો કર્યો હતો. હવે કેપ્ટન ઋષભ પંત બેટિંગ કરવા આવ્યો છે. બિશ્નોઈએ આ ઓવરમાં માત્ર 2 રન આપ્યા હતા. દિલ્હીનો સ્કોર 9 ઓવર પછી 70/2.

દિલ્હીના બન્ને ઓપનર પેવેલિયન ભેગા

દિલ્હીના બન્ને ઓપનર પેવેલિયન ભેગા થયા છે. પૃથ્વી શો 34 બોલમાં 61 રન બનાવી આઉટ થયો છે જ્યારે વોર્નર 12 બોલમાં 4 રન બનાવી આઉટ થયો છે.

દિલ્હીને પ્રથમ ઝટકો

દિલ્હીને પ્રથમ ઝટકો લાગ્યો છે. પૃથ્વી શો 34 બોલમાં 61 રન બનાવી આઉટ થયો છે.

દિલ્હીનો સ્કોર 50ને પાર

લખનૌ તરફથી આ ઓવર ટાયએ ફેંકી હતી. ચોથા બોલે શોએ ચોગ્ગો ફટકાર્યો. 6 ઓવર બાદ દિલ્હી વિના વિકેટે 52 રન

દિલ્હીનો સ્કોર 5 ઓવર પછી 45/0

લખનૌએ હવે રવિ બિશ્નોઈને બોલિંગ કરવા મેદાને ઉતાર્યો છે. ત્રીજા બોલ પર પૃથ્વી શૉએ ચોગ્ગો ફટકાર્યો. જો કે, બિશ્નોઈએ આ ઓવરમાં વધારે રન આપ્યા નથી. માત્ર 5 રન આપ્યા. પૃથ્વી શો 40 અને ડેવિડ વોર્નર 3 રન બનાવીને રમી રહ્યા છે. દિલ્હીનો સ્કોર 5 ઓવર પછી 45/0

બ્રેકગ્રાઉન્ડ

IPL 2022: કેએલ રાહુલની આગેવાની હેઠળની લખનૌ સુપર જાયન્ટ્સ (LSG) આજે ઈન્ડિયન પ્રીમિયર લીગમાં રિષભ પંતની કેપ્ટન્સીવાળી દિલ્હી કેપિટલ્સ (DC) સામે ટકરાશે. શાનદાર કેપ્ટનશિપ ઉપરાંત રાહુલ અને પંત તેમની વિસ્ફોટક બેટિંગ માટે પણ જાણીતા છે. આ મેચમાં બંને સુકાનીઓ પર ટીમને જીતાડવાની મોટી જવાબદારી હશે. આમાં કઈ ટીમ જીતશે તે જોવાનું રહેશે. લખનૌની ટીમે સિઝનમાં અત્યાર સુધી 3 મેચમાંથી 2 જીતી છે અને એક મેચ હારી છે. બીજી તરફ ઋષભ પંતની દિલ્હી કેપિટલ્સે 2માંથી એક મેચ જીતી છે અને એક મેચમાં તેને હારનો સામનો કરવો પડ્યો છે.


આ ફેરફારો બંને ટીમોમાં થઈ શકે છે


ઓપનર ડેવિડ વોર્નર તાજેતરમાં દિલ્હી કેપિટલ્સ સાથે જોડાયો હતો. ક્વોરેન્ટાઇન પૂર્ણ કર્યા પછી તે આ મેચમાં દિલ્હી માટે ઓપનિંગ કરતો જોવા મળી શકે છે. આ સિવાય દિલ્હી ફાસ્ટ બોલર એનરિક નોરખિયાને પ્લેઈંગ ઈલેવનમાં સામેલ કરી શકે છે. જો વોર્નરને પ્લેઈંગ ઈલેવનમાં સામેલ કરવામાં આવે તો ટિમ સીફર્ટનું પત્તુ કપાઈ શકે છે. તે જોવાનું રસપ્રદ રહેશે કે બોલરોમાંથી કોને પ્લેઈંગ ઈલેવનમાંથી બહારનો રસ્તો બતાવવામાં આવશે. છેલ્લી મેચમાં શાનદાર જીત નોંધાવ્યા બાદ લખનૌ સુપર જાયન્ટ્સની ટીમમાં ફેરફારની શક્યતા ઓછી છે. પરંતુ ફાસ્ટ બોલર એન્ડ્રુ ટાયને બહારનો રસ્તો બતાવી શકે છે અને તેના સ્થાને દુષ્મંતા ચમીરા પરત આવી શકે છે.


લખનૌ સુપર જાયન્ટ્સની પ્લેઇંગ ઈલેવન


કેએલ રાહુલ, ક્વિન્ટન ડી કોક, એવિન લુઈસ, દીપક હુડા, આયુષ બડોની, કૃષ્ણપ્પા ગૌતમ, જેસન હોલ્ડર, કૃણાલ પંડ્યા, એન્ડ્રુ ટાય, આવેશ ખાન, રવિ બિશ્નોઈ


દિલ્હી કેપિટલ્સ પ્લેઇંગ ઈલેવન


પૃથ્વી શૉ, ડેવિડ વોર્નર, સરફરાઝ ખાન, ઋષભ પંત, રોવમેન પોવેલ, લલિત યાદવ, અક્ષર પટેલ, શાર્દુલ ઠાકુર, કુલદીપ યાદવ, મુસ્તફિઝુર રહેમાન, એનરિક નોરખિયા

- - - - - - - - - Advertisement - - - - - - - - -

TRENDING NOW

© Copyright@2024.ABP Network Private Limited. All rights reserved.