RR vs RCB Score: રોમાંચક મુકાબલામાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લુરુની જીત

રાજસ્થાન રોયલ્સ (RR) અને રોયલ ચેલેન્જર્સ બેંગલોર (RCB) વચ્ચે આજે મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં મુકાબલો છે. રોયલ ચેલેન્જર્સની ટીમે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો છે.

gujarati.abplive.com Last Updated: 05 Apr 2022 11:36 PM
બેંગ્લુરુની 4 વિકેટથી જીત થઈ

આઈપીએલ  2022ની 13મી મેચમાં રાજસ્થાન રોયલ્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વચ્ચે મુકાબલો હતો. આ મેચમાં બેંગ્લુરુની 4 વિકેટથી જીત થઈ છે.  ટોસ હાર્યા બાદ પ્રથમ બેટિંગ કરતા રાજસ્થાને 3 વિકેટે 169 રન બનાવ્યા હતા. બેંગ્લુરુએ 19.1 ઓવરમાં 6 વિકેટ ગુમાવી  ટાર્ગેટ ચેઝ કર્યો હતો. દિનેશ કાર્તિકે 44 રનની શાનદાર ઈનિંગ રમી હતી. 

રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની ઈનિંગ લથડી

રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની ઈનિંગ લથડી રહી છે 87 રનમાં 5 વિકેટ ગુમાવી દિધી છે.  યુઝવેન્દ્ર ચહલે ડેવિડ વિલીને બોલ્ડ કર્યો હતો. બેંગ્લુરુએ 12.5 ઓવરમાં 5 વિકેટ ગુમાવી 87 રન બનાવી લીધા છે. 

રોયલ ચેલેન્જર્સ બેંગ્લુરુનું સ્કોર 50 રનને પાર

રોયલ ચેલેન્જર્સ બેંગ્લુરુનું સ્કોર 50 રનને પાર પહોંચી ગયો છે.  અનુજ રાવત અને ડુપ્લેસિસ હાલ રમતમાં છે.  શાનદાર શરુઆત કરતા 7 ઓવરમાં એક પણ વિકેટ ગુમાવ્યા વગર 55 રન બનાવી લીધા છે.

રોયલ ચેલેન્જર્સ બેંગ્લુરુની શાનદાર શરુઆત

રોયલ ચેલેન્જર્સ બેંગ્લુરુએ શાનદાર શરુઆત કરતા 4 ઓવરમાં એક પણ વિકેટ ગુમાવ્યા વગર 33 રન બનાવી લીધા છે. અનુજ રાવત અને ડુપ્લેસિસ હાલ રમતમાં છે. 

રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરને જીત માટે 170 રનનો લક્ષ્યાંક

રાજસ્થાનની ટીમે પ્રથમ બેટિંગ કરતા 20 ઓવરમાં ત્રણ વિકેટ ગુમાવી 169 રન બનાવ્યા છે. રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરને જીત માટે 170 રનનો લક્ષ્યાંક આપ્યો છે. રાજસ્થાન તરફથી શાનદાર ઈનિંગ રમતા બટલરે નોટ આઉટ 70 રન ફટકાર્યા છે. આ સિવાય હેટમાયરે પણ નોટઆઉટ 42 રનની ઈનિંગ રમી છે.  

રાજસ્થાનની ટીમનો સ્કોર 100 રનને પાર

રાજસ્થાનની ટીમનો સ્કોર 100 રનને પાર થયો છે. રાજસ્થાને 15 ઓવરમાં 3 વિકેટ ગુમાવી 103 રન બનાવી લીધા છે. જોસ બટલર અને હેટમાયર હાલ રમતમાં છે. બટલર 37 રન રમતમાં છે.  હેટમાયર 11 રને રમતમાં છે. 

સંજુ સેમસન માત્ર 8 રન બનાવી આઉટ

રાજસ્થાન રોયલ્સનો કેપ્ટન  સંજુ સેમસન માત્ર 8 રન બનાવી આઉટ થયો છે. હસરંગાએ સંજુ સેમસનની વિકેટ ઝડપી છે.

RRvRCB

રાજસ્થાનની ટીમે 13.2 ઓવરમાં 3 વિકેટ ગુમાવી 93 રન બનાવી લીધા છે. બટલર 34 રન બનાવી રમતમાં છે. હેટમાયર 8 રન બનાવી રમતમાં છે. 

રાજસ્થાનની ટીમને પ્રથમ ઝટકો લાગ્યો

રાજસ્થાનની ટીમને પ્રથમ ઝટકો લાગ્યો છે. જયસ્વાલ માત્ર 4 રન બનાવીને આઉટ થયો છે. હાલમાં બટલર અને પડીક્કલ રમતમાં છે. રાજસ્થાનનો સ્કોર 3.4 ઓવરમાં 1 વિકેટ ગુમાવીને 20 રન પર પહોંચ્યો છે.

રોયલ ચેલેન્જર્સની ટીમે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો

રાજસ્થાન રોયલ્સ (RR) અને રોયલ ચેલેન્જર્સ બેંગલોર (RCB) વચ્ચે આજે મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં મુકાબલો છે. રોયલ ચેલેન્જર્સની ટીમે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો છે. 

બ્રેકગ્રાઉન્ડ

રાજસ્થાન રોયલ્સ (RR) અને રોયલ ચેલેન્જર્સ બેંગલોર (RCB) વચ્ચે આજે મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં મુકાબલો છે. રોયલ ચેલેન્જર્સની ટીમે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો છે.  એક તરફ સંજુ સેમસનની રાજસ્થાન રોયલ્સએ અત્યાર સુધીની સિઝનમાં બંને મેચ જીતી છે અને શાનદાર ફોર્મમાં જોવા મળી રહી છે. બીજી તરફ ફાફ ડુ પ્લેસિસની આરસીબીએ અત્યાર સુધી એક મેચ જીતી છે અને એક મેચમાં હારનો સામનો કરવો પડ્યો છે. બંને ટીમો આ મેચ જીતીને ટૂર્નામેન્ટમાં આગળ વધવાનો પ્રયાસ કરશે. 


અત્યાર સુધી રાજસ્થાન અને બેંગલોર વચ્ચે આઈપીએલમાં કુલ 24 મેચો રમાઈ છે. આ 24 મેચોમાંથી 12 મેચોમાં RCBની જીત થઈ છે જ્યારે 10 મેચોમાં રાજસ્થાનની ટીમ જીતી હતી. 2 મેચોમાં કોઈ પરીણામ નહોતું આવ્યું. આમ જોઈએ તો આરસીબીનું પલ્લું ભારે લાગી રહ્યું છે. પરંતુ આ સીઝનમાં રાજસ્થાન રોયલ્સની ટીમ તોફાની અંદાજમાં આગળ વધી રહી છે અને બંનો મેચો જીતી લીધી છે. જેથી રાજસ્થાનને માત આપવી આરસીબી માટે મુશ્કેલ પડકાર ગણી શકાય.

- - - - - - - - - Advertisement - - - - - - - - -

TRENDING NOW

© Copyright@2024.ABP Network Private Limited. All rights reserved.