ઈન્ડિયન પ્રીમિયર લીગમાં આજે પંજાબ કિંગ્સ (PBKS) અને ગુજરાત ટાઇટન્સ (GT) વચ્ચે રોમાંચક મેચ રમાશે. આ મેચમાં પણ બે યુવા કેપ્ટનો વચ્ચે જોરદાર ટક્કર થશે. એક તરફ, હાર્દિક પંડ્યાની આગેવાની હેઠળની ગુજરાત ટાઇટન્સે આ સિઝનમાં તેમની શરૂઆતની બંને મેચો જીતી છે અને ટીમનો ઉત્સાહ વધારે છે. બીજી તરફ મયંક અગ્રવાલની પંજાબ કિંગ્સે કુલ 3 મેચમાંથી 2 મેચ જીતી છે. આજની મેચમાં ઘણા ખેલાડીઓ અનોખો રેકોર્ડ પણ બનાવી શકે છે. ચાલો આ સંભવિત રેકોર્ડ્સ પર એક નજર કરીએ.


1. પંજાબ કિંગ્સના ઓપનર શિખર ધવન T20 ક્રિકેટમાં 1000 ચોગ્ગા મારનાર પાંચમો ખેલાડી બનવાથી 3 ચોગ્ગા દૂર છે. આ સિવાય ધવન આઈપીએલમાં 6000 રન બનાવનાર બીજો ખેલાડી બનવાથી 124 રન દૂર છે. ધવન પાસે આ મેચમાં આ 2 રેકોર્ડ બનાવવાની તક છે.


2. ગુજરાતનો કેપ્ટન હાર્દિક પંડ્યા IPLમાં 100 સિક્સરથી માત્ર એક સિક્સ દૂર છે. સાથે જ હાર્દિક પંડ્યા પાસે બીજો રેકોર્ડ બનાવવાનો મોકો છે. હાર્દિક પંડ્યા T20 ક્રિકેટમાં 100 કેચ લેવાથી 2 કેચ દૂર છે જે આજે 2 કેચ કરે તો રેકોર્ડ બનાવશે.


3. ગુજરાત ટાઇટન્સનો ઓલરાઉન્ડર ડેવિડ મિલર IPLમાં 100 સિક્સરથી 8 સિક્સ દૂર છે. મિલર T20 ક્રિકેટમાં 8000 રન પૂરા કરવાથી 350 સિક્સરથી 82 રન અને 3 સિક્સ દૂર છે.


4. ગુજરાત ટાઇટન્સનો સ્ટાર સ્પિનર ​​રાશિદ ખાન IPLમાં 100 વિકેટ લેવાના રેક્રોડથી 5 વિકેટ દૂર છે.


5. પંજાબ કિંગ્સના કેપ્ટન મયંક અગ્રવાલ T20 ક્રિકેટમાં 4000 રન પૂરા કરવાથી 46 રન દૂર છે.


6. પંજાબનો સ્પિનર ​​રાહુલ ચહર IPLમાં 50 વિકેટ મેળવવાથી માત્ર 1 વિકેટ દૂર છે.


7. આજની મેચમાં પંજાબની ટીમના બેટ્સમેન જોની બેરસ્ટોનું બેટ ચાલશે તો તે પણ T20 ક્રિકેટમાં 4000 રન પૂરા કરી લેશે જોની 4000 રન પૂરા કરવા માટે 96 રન દૂર છે.