CSK vs SRH Score: સનરાઈઝર્સ હૈદરાબાદે 8 વિકેટે મેચ જીતી, ચેન્નાઈની સતત ચોથી હાર

IPL 2022: IPLની 17મી મેચમાં ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK) અને સનરાઈઝર્સ હૈદરાબાદ (SRH) વચ્ચે ટક્કર થશે. ચેન્નાઈ અને હૈદરાબાદની ટીમો અત્યાર સુધી આ સિઝનમાં પોતાની જીતનું ખાતું ખોલાવી શકી નથી.

gujarati.abplive.com Last Updated: 09 Apr 2022 07:13 PM
IPL 2022: સનરાઈઝર્સ હૈદરાબાદે 8 વિકેટે મેચ જીતી, ચેન્નાઈની સતત ચોથી હાર

ડ્વેન બ્રાવોની આ ઓવરના પહેલા બોલ પર અભિષેક શર્મા 75 રન બનાવીને આઉટ થયો હતો. તેનો કેચ ક્રિસ જોર્ડને લીધો હતો. અભિષેક શર્મા બાદ બેટિંગ કરવા આવેલા નિકોલસ પૂરને ચોગ્ગો ફટકારીને ખાતું ખોલાવ્યું હતું. ત્યારબાદ બ્રાવોએ વાઈડ બોલ ફેંક્યો. ઓવરના ચોથા બોલ પર રાહુલ ત્રિપાઠીએ ચોગ્ગો ફટકારીને હૈદરાબાદને લક્ષ્યાંક સુધી પહોંચાડ્યું. હૈદરાબાદે 155 રનનો ટાર્ગેટ 17.4 ઓવરમાં 2 વિકેટ ગુમાવીને હાંસલ કર્યો હતો. રાહુલ ત્રિપાઠી 15 બોલમાં 39 રન બનાવીને અણનમ રહ્યો હતો. ચેન્નાઈ તરફથી મુકેશ ચૌધરી અને ડ્વેન બ્રાવોએ એક-એક વિકેટ લીધી હતી. આ સિઝનમાં ચેન્નાઈ સુપર કિંગ્સનો આ સતત ચોથો પરાજય છે. જ્યારે હૈદરાબાદની આ પ્રથમ જીત છે.

IPL 2022: હૈદરાબાદની પ્રથમ વિકેટ પડી, કેન વિલિયમસન 32 રન પર આઉટ

મુકેશ ચૌધરીને ફરી એકવાર બોલિંગ પર મૂકવામાં આવ્યો હતો. તેણે 32 રનના અંગત સ્કોર પર કેન વિલિયમસનને પ્રથમ બોલ પર મોઈન અલીના હાથે કેચ આઉટ કરાવ્યો હતો. હવે રાહુલ ત્રિપાઠી બેટિંગ કરવા આવ્યો છે. રાહુલ ત્રિપાઠીએ પાંચમા બોલ પર સિક્સર ફટકારી હતી. હૈદરાબાદનો સ્કોર 13 ઓવર પછી 97/1

IPL 2022: અભિષેક શર્માએ અડધી સદી ફટકારી

ક્રિસ જોર્ડનની આ ઓવરના પહેલા બોલ પર કેન વિલિયમસને ચોગ્ગો ફટકાર્યો હતો. અભિષેક શર્માએ ચોથા બોલ પર સિંગલ લઈને પોતાની અડધી સદી પૂરી કરી હતી. અભિષેક શર્માએ છેલ્લા બોલ પર સિક્સર ફટકારી હતી. આ ઓવર ઘણી મોંઘી હતી અને બેટ્સમેનોએ 14 રન બનાવ્યા હતા. હૈદરાબાદનો સ્કોર 12 ઓવર પછી 89/0

IPL 2022: ટાર્ગેટ તરફ આગળ વધી રહ્યું છે હૈદરાબાદ, મેચ ચેન્નાઈના હાથમાંથી સરકી ગઈ

કેપ્ટન રવિન્દ્ર જાડેજા તેની ત્રીજી ઓવર નાખવા આવ્યો. કેન વિલિયમસન અને અભિષેક શર્માએ તેમની ઓવરમાં 6 રન બનાવ્યા હતા. અભિષેક શર્મા 48 અને કેન વિલિયમસન 26 રને રમી રહ્યા છે. હૈદરાબાદનો સ્કોર 11 ઓવર પછી 75/0.

IPL 2022: સનરાઇઝર્સ હૈદરાબાદનો સ્કોર 10 ઓવર પછી 69/0

ડ્વેન બ્રાવોએ ચેન્નાઈ માટે આ ઓવર કરી હતી. આ ઓવરમાં બંને બેટ્સમેનોએ કોઈ જોખમ લીધું ન હતું અને સરળતાથી 7 રન બનાવી લીધા હતા. હૈદરાબાદ ઝડપથી લક્ષ્ય તરફ આગળ વધી રહ્યું છે. સનરાઇઝર્સ હૈદરાબાદનો સ્કોર 10 ઓવર પછી 69/0

5 ઓવર બાદ હૈદરાબાદનો સ્કોર 24/0

હૈદરાબાદે પાંચ ઓવરના અંતે વિના વિકેટે 24 રન બનાવી લીધા છે. અભિષેક 16 અને વિલિયમસન 8 રને બેટિંગ કરી રહ્યા છે

વિલિયમસને ફટકારી પહેલી ફોર

બીજી ઓવરના ચોથા બોલ પર વિલિયમસને ચોગ્ગો ફટકાર્યો છે. આ ઓવરમાં પાંચ રન આવ્યા છે.  બે ઓવર બાદ હૈદરાબાદનો સ્કોર  6/0

હૈદરાબાદની ઈનિંગ શરૂ

અભિષેક શર્મા અને વિલિયમસને હૈદરબાદની ઈનિંગની શરૂઆત કરી છે. પ્રથમ ઓવર બાદ હૈદરાબાદનો સ્કોર 1/0

ચેન્નાઈએ હૈદરાબાદને જીતવા માટે 155 રનનો ટાર્ગેટ આપ્યો

ચેન્નાઈએ હૈદરાબાદને જીતવા માટે 155 રનનો ટાર્ગેટ આપ્યો છે. ચેન્નાઈ 20 ઓવરના અંતે 7 વિકેટના નુકસાને 154 રન બનાવ્યા છે. ચેન્નાઈ તરફથી સૌથી વધુ રન મોઈન અલીએ બનાવ્યા હતા. તેમણે 48 રનનું યોગદાન આપ્યું હતું. હૈદરાબાદ તરફથી સુંદર અને નટરાજને 2-2 વિકેટ લીધી હતી.

જાડેજા 23 રન બનાવી આઉટ

છેલ્લી ઓવરમાં જાડેજા 23 રનના અંગત સ્કોરે આઉટ થયો છે.

ધોની 3 રન બનાવી આઉટ

ચેન્નાઈની ટીમ મુશ્કેલીમાં આવી ગઈ છે. એમ એસ ધોની માત્ર 3 રન બનાવી આઉટ થયો છે. 18 ઓવર બાદ ચેન્નાઈનો સ્કોર 125/6

ચેન્નાઈએ પાંચની વિકેટ ગુમાવી

ચેન્નાઈની ટીમ મુશ્કેલીમાં આવી ગઈ છે. ટીમે 113 રનમાં 5 વિકેટ ગુમાવી દીધી છે. 16 ઓવર બાદ ચેન્નાઈનો સ્કોર 113/5

ચેન્નાઈએ ચોથી વિકેટ ગુમાવી

ચેન્નાઈની ટીમ મુશ્કેલીમાં આવી ગઈ છે. ટીમે 110 રનમાં 4 વિકેટ ગુમાવી દીધી છે. મોઈન અલી 48 રન બનાવી આઉટ થયો છે.

અંબાતી રાયડુ 27 રને આઉટ, ચેન્નાઈના 100 રન પુરા

ચેન્નાઈને વધુ એક ઝટકો લાગ્યો છે. અંબાતી રાયડુ 27 રન બનાવી આઉટ થયો છે. 14 ઓવર બાદ ચેન્નાઈનો સ્કોર 100/3

12 ઓવર બાદ ચેન્નાઈનો સ્કોર 84/2

ટી નટરાજન પર ફરી એકવાર બોલિંગમાં આવ્યો હતો. છેલ્લી ઓવરમાં તેણે ગાયકવાડની મહત્વની વિકેટ લીધી હતી. આ ઓવરમાં પણ તેણે સારી બોલિંગ કરી અને  માત્ર 6  રન આપ્યા હતા. અંબાતી રાયડુ 27 અને મોઈન અલી 26 રન બનાવીને રમી રહ્યા છે. ચેન્નાઈનો સ્કોર 12 ઓવર પછી 84/2.

10 ઓવર બાદ ચેન્નાઈનો સ્કોર 68/2

સુંદરે આ ઓવરમાં સારી બોલિંગ કરી હતી અને માત્ર 5 રન આપ્યા હતા. ચેન્નાઈએ મોટો સ્કોર કરવા માટે ઝડપી રન બનાવવા પડશે. 10 ઓવર બાદ ચેન્નાઈનો સ્કોર  68/2

ચેન્નાઈનો સ્કોર 50ને પાર

વોશિંગ્ટન સુંદરે આ ઓવરમાં સારી બોલિંગ કરી હતી અને બેટ્સમેનોને કોઈ મોટા શોટ મારવાની તક આપી નહોતી. જોકે, બેટ્સમેનોએ દરેક બોલ પર સિંગલ લઈને ટીમનો સ્કોર 50ની પાર પહોંચાડ્યો. રાયડુ 8 અને મોઈન અલી 12 રન બનાવીને રમી રહ્યા છે. ચેન્નાઈનો સ્કોર 8 ઓવર પછી 51/2

ગાયકવાડ 16 રન બનાવી આઉટ

ચેન્નાઈને બીજો ઝટકો લાગ્યો છે. ગાયકવાડ 16 રન બનાવી આઉટ થયો છે. 5 ઓવરના અંતે ચેન્નાઈ 36/2

રોબિન ઉથપ્પા 15 રન બનાવી આઉટ

ચેન્નાઈને પ્રથમ ઝટકો લાગ્યો છે. રોબિન ઉથપ્પા 15 રને આઉટ થયો છે. 4 ઓવરના અંતે ચેન્નાઈનો સ્કોર 32/1

ગાયકવાડે ચોગ્ગો ફટકાર્યો

હૈદરાબાદ તરફથી માર્કો જેન્સને ઇનિંગ્સની બીજી ઓવર કરી હતી. તેણે સારી બોલિંગ કરી પરંતુ છેલ્લા બોલ પર ગાયકવાડે ચોગ્ગો ફટકારીને સ્કોરને આગળ વધાર્યો હતો. ચેન્નાઈનો સ્કોર 2 ઓવર પછી 16/0

સનરાઇઝર્સ હૈદરાબાદ પ્લેઇંગ ઈલેવન

અભિષેક શર્મા, એડન માર્કરમ, કેન વિલિયમસન, રાહુલ ત્રિપાઠી, નિકોલસ પૂરન, શશાંક સિંહ, માર્કો જાન્સેન, વોશિંગ્ટન સુંદર, ભુવનેશ્વર કુમાર, ટી નટરાજન, ઉમરાન મલિક

ચેન્નાઈ સુપર કિંગ્સ પ્લેઈંગ ઈલેવન

રોબિન ઉથપ્પા, રુતુરાજ ગાયકવાડ, મોઈન અલી, અંબાતી રાયડુ, શિવમ દુબે, રવિન્દ્ર જાડેજા, એમએસ ધોની, ડ્વેન બ્રાવો, ક્રિસ જોર્ડન, મુકેશ ચૌધરી, મહેશ થીક્ષાના


 

IPLમાં આજે ચેન્નાઈ અને હૈદરાબાદ વચ્ચે મેચ રમાશે

ચેન્નાઈ અને હૈદરાબાદ વચ્ચે 3.30 વાગ્યે મેચ શરૂ થશે. મેચના લાઈવ સ્કોર અને અપડેટ માટે અમારા બ્લોગ સાથે જોડાયેલા રહો.

બ્રેકગ્રાઉન્ડ

IPL 2022: IPLની 17મી મેચમાં ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK) અને સનરાઈઝર્સ હૈદરાબાદ (SRH) વચ્ચે ટક્કર થશે. ચેન્નાઈ અને હૈદરાબાદની ટીમો અત્યાર સુધી આ સિઝનમાં પોતાની જીતનું ખાતું ખોલાવી શકી નથી. ચેન્નાઈની ટીમ પોઈન્ટ ટેબલમાં નવમા સ્થાને છે જ્યારે સનરાઈઝર્સ હૈદરાબાદની ટીમ છેલ્લા સ્થાને છે. આઈપીએલની આ સિઝનમાં ચેન્નાઈએ ત્રણ મેચ રમી હતી, જે તમામમાં હારનો સામનો કરવો પડ્યો હતો. જ્યારે સનરાઇઝર્સ હૈદરાબાદે આ સિઝનમાં બે મેચ રમી હતી જ્યાં ટીમને બંને મેચમાં હારનો સામનો કરવો પડ્યો હતો. આજની મેચમાં બન્ને ટીમ પ્રથમ જીત મેળવવવા પ્રયત્ન કરશે. 


બંને ટીમોના રેકોર્ડ


IPLમાં ચેન્નાઈ અને હૈદરાબાદની ટીમો અત્યાર સુધીમાં 16 મેચમાં સામ સામે આવી છે. આ 16 મેચોમાંથી ચેન્નાઈએ 12 મેચ જીતી છે. જ્યારે હૈદરાબાદ માત્ર 4 મેચ જીતી શક્યું છે. આ રીતે જોઈએ તો આ મેચમાં ચેન્નાઈનો હાથ ઉપર છે, પરંતુ આ સિઝનમાં અત્યાર સુધી ચેન્નાઈની ટીમ ફ્લોપ રહી છે અને હૈદરાબાદ પાસે જીતવાની તક છે. જોકે, હૈદરાબાદ અત્યારે સારી લયમાં નથી. તેથી, બંને ટીમો વચ્ચે જીત માટે રોમાંચક જંગ જોવા મળી શકે છે.  


ચેન્નઈ સુપર કિંગ્સની વાત કરીએ તો ઓપનર ઋતુરાજ ગાયકવાડ આઉટ ઓફ ફોર્મ ચાલી રહ્યો છે. તેણે પ્રથમ ત્રણ મેચમાં કુલ બે રન બનાવ્યા છે. આમ છતાં તેને ફરી તક આપવામાં આવી શકે છે. જાડેજા અને અંબાતી રાયડુ પણ મોટી ઇનિંગ્સ રમવામાં નિષ્ફળ રહ્યા છે. મોઈન અલી પણ ઓલરાઉન્ડરની ભૂમિકા ભજવવામાં નિષ્ફળ રહ્યો છે. રોબિન ઉથપ્પા, શિવમ દુબે અને મહેન્દ્ર સિંહ ધોનીનું પ્રદર્શન સારુ રહ્યું છે. બોલિંગની વાત કરીએ તો દક્ષિણ આફ્રિકાના ડ્વેન પ્રિટોરિયસનું પ્રદર્શન સારુ રહ્યું છે. ડ્વેન બ્રાવો પણ કાંઇ ખાસ કમાલ કરી શક્યો નથી.





સનરાઇઝર્સ હૈદરાબાદ તરફથી અત્યાર સુધી કોઇ પણ બેટ્સમેન મોટી ઇનિંગ રમી શક્યો નથી. એડન માર્કરામે પ્રથમ મેચમાં અડધી સદી ફટકારી હતી જ્યારે બીજી મેચમાં રાહુલ ત્રિપાઠીએ સૌથી વધુ 44 રન બનાવ્યા હતા. કેપ્ટન કેન વિલિયમસન પણ સારુ પ્રદર્શન કરી શક્યો નથી. બોલિંગમાં પણ કોઇ બોલરનું પ્રદર્શન ટીમને જીત અપાવે તેવું રહ્યું નથી. ઉમરાન મલિકના સ્થાને ઝડપી બોલર કાર્તિક ત્યાગીને તક આપવામાં આવી શકે છે.





 

- - - - - - - - - Advertisement - - - - - - - - -

TRENDING NOW

© Copyright@2024.ABP Network Private Limited. All rights reserved.