IPL 2022 MI vs LSG : મુંબઈ ઈન્ડિયન્સની સતત છઠ્ઠી હાર, લખનઉ સુપર જાયન્ટ્સે 18 રને આપી હાર

ઇન્ડિયન પ્રિમિયર લીગ 2022માં શનિવારે ડબલ હેડરની પ્રથમ મેચ મુંબઇ ઇન્ડિયન્સ અને લખનઉ સુપર જાયટન્સ વચ્ચે રમાઈ રહી છે. રોહિત શર્માની કેપ્ટનશીપ હેઠળની મુંબઇ ઇન્ડિયન્સ માટે આ સીઝન અત્યાર સુધી ખરાબ રહી છે.

gujarati.abplive.com Last Updated: 16 Apr 2022 07:42 PM
લખનઉ સુપર જાયન્ટ્સની જીત

IPL 15 (IPL 2022), મુંબઈ ઈન્ડિયન્સનો મુકાબલો લખનઉ સુપર જાયન્ટ્સ સામે થયો હતો. લખનઉ સુપરજાયન્ટ્સે આ મેચમાં ચોથો વિજય નોંધાવ્યો છે. લખનઉ 18 રનથી જીત મેળવી હતી. આ સિઝનમાં મુંબઈની આ છઠ્ઠી હાર છે. મુંબઈને આ સિઝનમાં એક પણ જીત મળી નથી.

મુંબઈનો કેપ્ટન રોહિત શર્મા 6 રન બનાવી આઉટ

લખનઉ સુપર જાયન્ટ્સને મોટી સફળતા મળી છે. લખનઉના બોલર આવેશ ખાને મુંબઈના કેપ્ટન રોહિત શર્માને 6 રનમાં જ આઉટ કર્યો છે. હાલ મુંબઈનો સ્કોર 20 રન પર એક વિકેટ

ચોક્કો ફટકારીને લખનઉના કેપ્ટન કએલ રાહુલે પોતાની સદી પૂર્ણ કરી

કેએલ રાહુલે સદી ફટકારી, ચોક્કો ફટકારીને લખનઉના કેપ્ટન કએલ રાહુલે પોતાની સદી પૂર્ણ કરી હતી. રાહુલે 56 બોલમાં સદી પુર્ણ કરી હતી. આ સાથે ટીમનો સ્કોર 195 રન પર પહોંચી ગયો છે.

લખનઉની ત્રીજી વિકેટ પડી, સ્કોર 155 પર 3 વિકેટ

લખનઉની ત્રીજી વિકેટ પડી ગઈ છે. સ્ટોઈનિસે ફટાકારેલ બોલને રોહિત શર્માએ કેચ કર્યો હતો. 10 રન બનાવીને સ્ટોઈનિસ આઉટ થયો. લખનઉનો સ્કોર 155 પર 3 વિકેટ

લખનઉનો સ્કોર 150ને પાર પહોંચ્યો, કેએલ રાહુલની તોફાની બેટિંગ

કેએલ રાહુલની તોફાની બેટિંગ કરી રહ્યો છે. હાલ 16 ઓવરના અંતે લખનઉનો સ્કોર 155 રન પર પહોંચ્યો છે. રાહુલ 81 રન સાથે અને સ્ટોઈનીસ 10 રન સાથે રમતમાં છે.

લખનઉની ટીમની બે વિકેટ પડી ગઈ, સ્કોર 124 પર પહોંચ્યો

લખનઉ સુપર જાયન્ટ્સની ટીમની બીજી વિકેટ પડી ગઈ છે. મનીષ પાંડે 29 બોલમાં 38 રન બનાવીને અશ્વિનના બોલ પર બોલ્ડ થયો હતો. 

લખનઉનો સ્કોર 100 રનને પાર પહોંચ્યો

લખનઉ સુપર જાયન્ટ્સનો સ્કોર 106 રન પર પહોંચ્યો છે. આ સાથે કેએલ રાહુલે પણ પોતાનું અર્ધશતક પુર્ણ કરી લીધું છે. 12 ઓવરના અંતે સ્કોર 106 રન. 

લખનઉ સુપર જાયન્ટ્સની પહેલી વિકેટ પડી, સ્કોર - 9 ઓવરના અંતે 84 રન પર એક વિકેટ

લખનઉ સુપર જાયન્ટ્સની પહેલી વિકેટ પડી ગઈ હતી. ક્વિંટન ડિ કોક 13 બોલમાં 24 રન કરીને આઉટ થયો. હાલ કેએલ રાહુલ અને મનિષ પાંડે રમતમાં. સ્કોર - 9 ઓવરના અંતે 84 રન પર એક વિકેટ

3 ઓવરના અંતે લખનઉનો સ્કોર 27 રન પર પહોંચ્યો

3 ઓવરના અંતે લખનઉનો સ્કોર 27 રન પર પહોંચ્યો છે. હાલ કે.એલ રાહુલ અને ક્વિંટન ડિ કોક રમી રહ્યા છે.

મુંબઈ ઈંડિયન્સ (પ્લેઈંગ ઈલેવન):

મુંબઈ ઈંડિયન્સ (પ્લેઈંગ ઈલેવન): રોહિત શર્મા (કેપ્ટન), ઈશાન કિશન (વિકેટ કિપર), ડેવલ્ડ બ્રેવિસ, તિલક વર્મા, સૂર્યકુમાર યાદવ, કીરોન પોલાર્ડ, ફૈબિયન એલન, જયદેવ ઉનડકટ, મુરુગન અશ્વિન, જસપ્રીત બુમરાહ, ટાઈમલ મિલ્સ.

લખનઉ સુપર જાયંટ્સ (પ્લેઈંગ ઈલેવન)

લખનઉ સુપર જાયંટ્સ (પ્લેઈંગ ઈલેવન): કેએલ રાહુલ (કેપ્ટન), ક્વિંટન ડી કોક, (વિકેટ કીપર), મનીષ પાંડે, દીપક હુડ્ડા, માર્કસ સ્ટોઈનિસ, આયુષ બડોની, જેસન હોલ્ડર, કૃણાલ પંડ્યા, દુષ્મંથા ચમીરા, અવેશ ખાન, રવિ બિશ્નોઈ.

બ્રેકગ્રાઉન્ડ

ઇન્ડિયન પ્રિમિયર લીગ 2022માં શનિવારે ડબલ હેડરની પ્રથમ મેચ મુંબઇ ઇન્ડિયન્સ અને લખનઉ સુપર જાયટન્સ વચ્ચે રમાઈ રહી છે. રોહિત શર્માની કેપ્ટનશીપ હેઠળની મુંબઇ ઇન્ડિયન્સ માટે આ સીઝન અત્યાર સુધી ખરાબ રહી છે. ટીમ અત્યાર સુધી એક પણ મેચ જીતી શકી નથી. પાંચમાંથી પાંચ મેચમાં મુંબઇને હારનો સામનો કરવો પડ્યો છે. જ્યારે લખનઉની ટીમે પાંચ મેચમાંથી ત્રણ મેચમાં જીત હાંસલ કરી છે. લખનઉની ટીમ પોઇન્ટ ટેબલમાં પાંચમા સ્થાન પર છે.


રાજસ્થાન રોયલ્સ વિરુદ્ધ છેલ્લી મેચમાં લખનઉને હારનો સામનો કરવો પડ્યો હતો. છેલ્લી મેચમાં માર્ક્સ સ્ટોઇનિસ લખનઉને જીતની નજીક લઇ ગયો હતો પરંતુ ટીમને જીત અપાવી શક્યો નહોતો. 

- - - - - - - - - Advertisement - - - - - - - - -

TRENDING NOW

© Copyright@2024.ABP Network Private Limited. All rights reserved.