IPL 2022: ઈંડિયન પ્રીમિયર લીગની 15મી સીઝનમાં ઘમાસાણ યથાવત છે. આઈપીએલ 2022માં આજે શનિવારે બીજી મેચમાં દિલ્લી કેપિટલ્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વચ્ચે ટક્કર થશે. બંને ટીમો મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં આમને-સામને હશે. આવો જાણીએ બંને ટીમોની પ્લેઈંગ ઈલેવનમાં કયા-કયા ખેલાડીઓ હોઈ શકે છે.
બેંગ્લોરની ટીમ મજબૂતઃ
આઈપીએલમાં દિલ્લી અને બેંગ્લોર વચ્ચે ટક્કર થશે જેમાં ફાફ ડૂ પ્લેસિસની ટીમનું પલડું ભારે છે. બેંગ્લોર અને દિલ્લી સામે રમાયેલી કુલ મેચોમાંથી ઋષભ પંતની દિલ્લી કેપિટલ્સે ટીમને 10 મેચોમાં જીત મળી છે. જ્યારે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરને 16 મેચોમાં જીત મળી છે.
મિશેલ માર્શનું રમવાનું નક્કીઃ
દિલ્લી કેપિટલ્સની પ્લેઈંગ ઈલેવનમાં આજે ઓસ્ટ્રેલિયાના દિગ્ગજ ઓલરાઉન્ડર મિશેલ માર્શની એન્ટ્રી નક્કી મનાઈ રહી છે. મિશેલ માર્શના આવવાથી ટીમ ઘણી મજબુત બનશે. મિશેલ ત્રીજા નંબર પર બેટિંગ કરતો દેખાશે. આ સાથે સતત ફ્લોપ રહેનાર રોવમૈન પોવેલને પણ 11 ખેલાડીઓમાં સ્થાન મળવાની સંભાવના છે. પૃથ્વી શોએ આ સીઝનમાં પાવરપ્લેમાં પોતાના આક્રમક બેટિંગથી પોતાના દબદબો યથાવત રાખ્યો છે. તેણે આઈપીએલ 2022માં પાવરપ્લેમાં 167ના સ્ટ્રાઈક રેટ સાથે 112ની એવરેજથી રન બનાવ્યા છે.
દિલ્લી કેપિટલ્સની સંભવિત પ્લેઈંગ ઈલેવનઃ - ડેવિડ વોર્નર, પૃથ્વી શો, મિશેલ માર્શ, ઋષભ પંત (કેપ્ટન-વિકેટકીપર), રોવમૈન પોવેલ, લલિત યાદવ, અક્ષર પટેલ, શાર્દુલ ઠાકુર, કુલદીપ યાદવ, મુસ્તફિજુર રહમાન અને ખલીલ અહમદ.
રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની સંભવિત પ્લેઈંગ ઈલેવનઃ - ફાફ ડૂપ્લેસિ (કેપ્ટન), અનુજ રાવત, વિરાટ કોહલી, શાહબાજ અહમદ, ગ્લેન મેક્સવેલ, સુયશ પ્રભુદેસાઈ, દિનેશ કાર્તિક, વનિન્દુ હસરંગા, હર્ષલ પટેલ, મોહમ્મદ સિરાજ અને જોશ હેજલવુડ