Closing Ceremony IPL 2022: ક્રિકેટ ચાહકો માટે સારા સમાચાર આવ્યા છે. કોરોના મહામારી શરુ થયા બાદ પ્રથમ વખત ઈન્ડિયન પ્રીમિયર લીગમાં કોઈ સમારોહનું આયોજન કરવાની તૈયારીઓ શરુ કરવામાં આવી છે. આ સિઝનનો સમાપન સમારોહ યોજાશે એવા અહેવાલ મળી રહ્યા છે. ભારતીય ક્રિકેટ બોર્ડે આઈપીએલના સમાપન સમારોહ માટે ટેન્ડર પણ બહાર પાડ્યું છે.


BCCI એ ટેન્ડર પ્રક્રિયા દ્વારા IPL 2022 ના સમાપન સમારોહનું આયોજન કરવા માટે પ્રતિષ્ઠિત સંસ્થાઓને જાણ કરવામાં આવી છે. BCCI એ ટેન્ડર પ્રક્રિયા, પાત્રતાની જરૂરિયાતો, બિડ સબમિટ કરવાની પ્રક્રિયા, રાઈટ્સ અને જવાબદારીઓ વગેરેને સંચાલિત કરતા વિગતવાર નિયમો અને શરતો સહિત દરખાસ્ત માટે ટેન્ડર પ્રક્રિયા શરુ કરવામાં આવી છે. 


BCCI સચિવ જય શાહે શનિવારે એક નિવેદનમાં જણાવ્યું હતું કે "RFP (ટેન્ડર) દસ્તાવેજોને ખરીદવા માટેની પ્રક્રિયા આ દસ્તાવેજોમાં લિસ્ટ કરવામાં આવી છે. RFP 25 એપ્રિલ, 2022 સુધીમાં ખરીદી માટે ઉપલબ્ધ થઈ જશે" આઈપીએલના સમાપન સમારોહના આયોજનના ટેન્ડરમાં રસ ધરાવતા પક્ષોને BCCIની વેબસાઇટ પર ટેન્ડર પ્રક્રિયા મુજબ RFPની ખરીદી માટે કરવામાં આવેલી ચુકવણીની વિગતો ઇમેઇલ કરવા વિનંતી કરવામાં આવે છે. ચુકવણીની પુષ્ટિ થયા પછી જ RFP દસ્તાવેજો શેર કરવામાં આવશે તેની સ્પષ્ટતા કરવામાં આવી છે. આ સાથે જ બીસીસીઆઈ કોઈપણ તબક્કે કોઈ પણ કારણ આપ્યા વિના બિડિંગ પ્રક્રિયાને રદ કરવાનો અથવા તેમાં ફેરફાર કરવાનો અધિકાર ધરાવે છે.


આ પણ વાંચોઃ


MI vs LSG: આજે મુંબઇ અને લખનઉ વચ્ચે મેચ, આવી હોઇ શકે છે બંન્ને ટીમોની પ્લેઇંગ ઇલેવન


IPL 2022, SRH vs KKR: નીતિશ રાણાએ સિક્સ મારીને તોડી નાંખ્યો ડગઆઉટમાં રાખેલા ફ્રિજનો કાચ, વીડિયો થયો વાયરલ


ગાંધીનગરઃ વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજાને કોર્ટે જામીન આપ્યા, જાણો કઈ શરતે જામીન મળ્યા