IPL 2022: ક્રિકેટના મહાકુંભ ઈન્ડિયન પ્રીમિયર લીગને શરૂ થવાને હવે ગણતરીના જ દિવસો બાકી રહ્યા છે. દરેક ફ્રેન્ચાઇઝી પોત પોતાની પ્લેઇંગ ઇલેવન નક્કી કરવામાં લાગી છે. આઈપીએલમાં આ વખતે કોલકાતા નાઇટ રાઇડર્સે સૌરાષ્ટ્રના વિકેટકિપર શેલ્ડન જેક્સનની પસંદગી કરી છે.
એક ટીવી ચેનલ પર કેકેઆરની પ્લેઇંગ ઇલેવનની થઈ રહેલી ચર્ચા દરમિયાન એનાલિસ્ટે તેને વિદેશી ગણાવ્યો હતો. જેને લઈ લોકોએ એનાલિસ્ટ અને ટીવી શોને ટ્રોલ કરવાનું શરૂ કર્યુ હતું. આ કારણે ગુજરાતી ક્રિકેટર શેલ્ડન જેક્સન ટ્રેન્ડમાં આવ્યો હતો. કહેવાતા ક્રિકેટ પંડિતોના છબરડા બાદ ક્રિકેટ ફેન્સે લખ્યું, સુંદર વોશિંગ્ટનનને આ લોકો હોલીવૂડ એક્ટર જાહેર કરી દે તે પહેલા રોકો.
અન્ય એક ફેંસે લખ્યું, તે એક ઘરેલું સ્ટાર ક્રિકેટ છે. પરંતુ નામ થોડું અંગ્રેજી લાગી રહ્યું છે તેથી વિશ્લેષકોની ટીમ તેને વિદેશી ખેલાડીની ટેગ આપી દીધી.
કેવો છે શેલ્ડન જેક્સનનો ઘરેલું દેખાવ
શેલ્ડન જેક્સન ઘરેલું ક્રિકેટમાં સૌરાષ્ટ્ર તરફથી રમે છે. તે વિકેટકિપર બેટ્સમેન છે. તેના નામે 49.42ની સરેરાસથી 5600થી વધુ રન નોંધાયેલા છે. જેમાં 19 સદી અને 27 અડધી સદી સામેલ છે.
કોલકાતા નાઈટ રાઈડર્સની સંપૂર્ણ ટીમઃ આન્દ્રે રસેલ, વરુણ ચક્રવર્તી, વેંકટેશ ઐયર, સુનીલ નારાયણ, શિવમ માવી, પેટ કમિન્સ, નીતિશ રાણા, શ્રેયસ અય્યર (કેપ્ટન), શેલ્ડન જેક્સન, અજિંક્ય રહાણે, રિંકુ સિંહ, અનુકુલ રોય, રસિક દારૃ, ચમિકા કરતૂન , અભિજિત તોમર, પ્રથમ સિંહ, બાબા ઈન્દ્રજીત, અશોક શર્મા, સેમ બિલિંગ્સ, એલેક્સ હેલ્સ, મોહમ્મદ નબી, ઉમેશ યાદવ, અમન ખાન, રમેશ કુમાર.