IPL 2022: લખનઉ સુપર જાયન્ટ્સે IPL 2022 માટે પોતાની જર્સી અને થીમ સૉન્ગ લૉન્ચ કરી દીધા છે. થીમ સૉન્ગ જાણીતી રેપર અને સિંગર બાદશાહે ગાયુ છે. આ ગીતના શબ્દો છે- 'પુરી તૈયારી હૈ.... અબ હમારી બારી હૈ'. ઉલ્લેખનીય છે કે લખનઉ સુપર જાયન્ટ્સ પોતાની IPL અભિયાની શરૂઆત 28 માર્ચે ગુજરાત ટાઇટન્સ વિરુદ્ધની મેચથી કરશે.
લખનઉ સુપર જાયન્ટ્સે પોતાના સોશ્યલ મીડિયા પર જર્સી અને થીમ સૉન્ગને શેર કર્યા છે. વીડિયોમાં ટીમના કેપ્ટન કેએલ રાહુલ સૌથી પહેલા આ જર્સીમાં દેખાય છે. બાદશાહ પણ ટીમની જર્સી પહેરીને ગીત ગાતો ગાતો ડાન્સ કરતો દેખાઇ રહ્યો છે. વીડિયોમાં નાચતા નાચતા ગાતા ગાતા દેખાઇ રહેલા તમામ લોકો ટીમના જર્સીના રંગમાં રંગેલા દેખાઇ રહ્યાં છે.
ઉલ્લેખનીય છે કે લખનઉ આઇપીએલની નવી ફ્રેન્ચાઇઝી છે, આને સંજીવ ગોયનકાએ ખરીદી છે. આ ટીમના કેપ્ટનશીપ કેએલ રાહુલ કરી રહ્યો છે, અને બે વાર આઇપીએલ જીતી ચૂકેલો ગૌતમ ગંભીર આ ટીમમાં મેન્ટરની ભૂમિકા નિભાવી રહ્યો છે. ફ્રેન્ચાઇજીએ એન્ડી ફ્લૉવરને પોતાનો હેડ કૉચ બનાવ્યો છે.
લખનૌ સુપર જાયન્ટ્સની ટીમ-
કેએલ રાહુલ(કેપ્ટન), માર્કસ સ્ટોઈનીસ, રવિ બિશ્નોઈ, મયંક યાદવ, એવિન લુઈસ,આવેશ ખાન, જેસન હોલ્ડર, કૃણાલ પંડ્યા, ક્વિન્ટન ડી કોક, મનીષ પાંડે, દીપક હુડા, કરણ શર્મા, કાઈલ મેયર્સ, આયુષ બડોની, મોહસીન ખાન, મનન વોહરા, શાહબાઝ. નદીમ, દુશમંતા ચમીરા, કૃષ્ણપ્પા ગૌતમ, અંકિત રાજપૂત.
આ પણ વાંચો........
Health tips: આ 5 ડ્રિન્કથી લોહી થઇ જાય છે એકદમ શુદ્ધ, બોડીને ડિટોક્સ કરવામાં મળશે મદદ
DCGIએ ઈમરજન્સી ઉપયોગ માટે નોવોવેક્સ રસીને મંજૂરી આપી, 12 થી 18 વર્ષની વયના લોકોને આ રસી મળશે
અધિકાર: હાઈકોર્ટે સ્પષ્ટ કર્યું કે ઘરેલું હિંસા કાયદા હેઠળ મહિલાઓને સાસરીમાં રહેવાનો અધિકાર છે
Health Tips: વેઇટ લોસની સાથે તકમરિયાના છે આ અદભૂત ફાયદા, આ રીતે કરો નિયમિત સેવન