SRH vs RR: રાજસ્થાને હૈદરાબાદને 61 રને હરાવ્યું, ચહલની 3 વિકેટ

IPL 2022: IPL 2022ની પાંચમી મેચ આજે મંગળવારે શરૂ થી છે. જેમાં સનરાઇઝર્સ હૈદરાબાદ (SRH) અને રાજસ્થાન રોયલ્સ (RR)ની ટીમો સામસામે છે. સનરાઇઝર્સ હૈદરાબાદે ટોસ જીતીને બોલિંગ કરવાનો નિર્ણય લીધો છે.

gujarati.abplive.com Last Updated: 29 Mar 2022 11:18 PM
SRH vs RR: રાજસ્થાને 61 રને મેચ જીતી

એડન માર્કરામે મેચની છેલ્લી ઓવરમાં ચોગ્ગો ફટકારીને પોતાની અડધી સદી પૂરી કરી હતી. જે બાદ તેણે સિક્સર ફટકારી હતી. માર્કરમે 41 બોલમાં અણનમ 57 રન બનાવ્યા હતા, પરંતુ તે હૈદરાબાદને જીતાડી શક્યો ન હતો. રાજસ્થાને 61 રનથી મેચ જીતી લીધી હતી. હૈદરાબાદની ટીમને 211 રનનો ટાર્ગેટ મળ્યો હતો, પરંતુ તે 20 ઓવરમાં 7 વિકેટ ગુમાવીને 149 રન જ બનાવી શકી હતી. રાજસ્થાન તરફથી યુઝવેન્દ્ર ચહલે સૌથી વધુ ત્રણ વિકેટ લીધી હતી. આ ઉપરાંત પ્રસિદ્ધ ક્રિષ્ના અને ટ્રેન્ટ બોલ્ટે 2-2 વિકેટ ઝડપી હતી.

SRH vs RR: હૈદરાબાદની 6 વિકેટ પડી

યુઝવેન્દ્ર ચહલે હૈદરાબાદને વધુ એક ઝટકો આપ્યો છે. તેણે પોતાની છેલ્લી ઓવરના ચોથા બોલ પર 24 રનના વ્યક્તિગત સ્કોર પર રોમારિયો શેફર્ડને આઉટ કર્યો છે. હૈદરાબાદની 6 વિકેટ પડી ગઈ છે અને હવે વોશિંગ્ટન સુંદર બેટિંગ કરવા આવ્યો છે. ચહલે આજે શાનદાર બોલિંગ કરી હતી અને 4 ઓવરમાં 22 રન આપીને 3 વિકેટ ઝડપી હતી. હૈદરાબાદનો સ્કોર 16 ઓવર બાદ 81/6.

SRH vs RR: હૈદરાબાદનો સ્કોર 12 ઓવર બાદ 44/5

આ મેચ હૈદરાબાદના હાથમાંથી લગભગ નીકળી ગઈ છે અને હવે બેટ્સમેનો સ્કોરને આગળ વધારવાનો પ્રયાસ કરી રહ્યા છે. હૈદરાબાદનો સ્કોર 12 ઓવર પછી 44/5.

હૈદરાબાદની અડધી ટીમ પેવેલિયન ભેગી

211 રનનો પીછો કરવા ઉતરેલી હૈદરાબાદની ટીમે 40 રનમાં 5 વિકેટ ગુમાવી દીધી છે.

હૈદરાબાદની 9 રનમાં ત્રણ વિકેટ પડી

હૈદરાબાદની  શરૂઆત બહુ ખરાબ રહી છે. તેમણે 9 રનમાં જ 3 વિકેટો ગુમાવી દીધી છે. કેન વિલિયમસન 2,રાહુલ ત્રીપાઠી 0 અને નિકોલસ પુરન 0 રન બનાવી આઉટ થયા છે.

SRH vs RR: રાજસ્થાન રોયલ્સના પ્રથમ દાવમાં 210 રન

રાજસ્થાન રોયલ્સે 20 ઓવરના અંતે પ્રથમ દાવમાં 6 વિકેટના નુકસાને  210 રન બનાવ્યા છે. રાજસ્થાને હૈદારાબાદને 211 રનનો લક્ષ્યાંક આપ્યો છે. રાજસ્થાન તરફથી કેપ્ટન સંજુએ સૌથી વધુ 27 બોલમાં 55 રન બનાવ્યા હતા. આ ઉપરાંત દેવદત્તે 41 રનનું યોગદાન આપ્યું હતું. જ્યારે હૈદરાબાદ તરફથી ઉમરાન મલિક અને ટી નટરાજનને 2-2 અને ભુવનેશ્વર કુમાર,રોમારિયોએ 1-1 વિકેટ લીધી હતી.

SRH vs RR: પડિકલ અને સેમસન વચ્ચે 50 રનની ભાગીદારી

રોમારિયો શેફર્ડની આ ઓવરના પહેલા બોલ પર દેવદત્ત પડિકલે ચોગ્ગો અને બીજા બોલ છગ્ગો ફટકાર્યો હતો. પડિકલે ચોથા બોલ પર પણ ચોગ્ગો ફટકારીને સ્કોરને ઝડપથી આગળ વધાર્યો. પડીકલ અને સેમસન વચ્ચે 50 રનની ભાગીદારી પૂર્ણ થઈ ગઈ છે. રાજસ્થાનનો સ્કોર 14 ઓવર પછી 138/2.

SRH vs RR: રાજસ્થાનનો સ્કોર 110ને પાર

ટી નટરાજનની આ ઓવરના પહેલા બોલ પર દેવદત્ત પડિકલે સિક્સર ફટકારી હતી. આ પછી બેટ્સમેનોએ સ્ટ્રાઈક રોટેટ કરી. પડીકલે પાંચમા બોલ પર ચોગ્ગો ફટકાર્યો. રાજસ્થાન રોયલ્સ 12 ઓવર પછી 114/2.

SRH vs RR: રાજસ્થાનને બીજો ફટકો, જોસ બટલર 35 રન બનાવીને આઉટ

પ્રથમ ઓવરમાં 21 રન આપનાર ઉમરાન મલિક પર કેપ્ટન કેન વિલિયમસને વિશ્વાસ વ્યક્ત કર્યો હતો, તેણે આ ઓવરના પ્રથમ બોલ પર જ 35 રનના વ્યક્તિગત સ્કોર પર જોસ બટલરને પેવેલિયન ભેગો કર્યો. હવે દેવદત્ત પડિકલ બેટિંગ માટે મેદાનમાં આવ્યો છે. બીજા છેડે કેપ્ટન સંજુ સેમસન બેટિંગમાં  છે. રાજસ્થાનનો સ્કોર 10 ઓવરમાં 2 વિકેટે 87 રન.

SRH vs RR: રાજસ્થાનની પ્રથમ વિકેટ પડી, યશસ્વી જયસ્વાલ આઉટ

રોમારિયો શેફર્ડે રાજસ્થાનને મોટો ઝટકો આપ્યો છે અને યશસ્વી જયસ્વાલને 20 રનના અંગત સ્કોર પર પેવેલિયન મોકલી દીધો છે. હવે કેપ્ટન સંજુ સેમસન બેટિંગ કરવા આવ્યો છે અને બીજા છેડે જોસ બટલર વિસ્ફોટક બેટિંગ કરી રહ્યો છે. રાજસ્થાનનો સ્કોર 7 ઓવર પછી 60/0.

SRH vs RR: જોસ બટલરે 2 છગ્ગા અને બે ચોગ્ગા ફટકાર્યા

બોલિંગમાં ફેરફાર કરતા ઉમરાન મલિકને એટેક પર મૂકવામાં આવ્યો હતો. જોશ બટલરે પહેલા બોલ પર ફોર અને બીજા બોલ પર સિક્સર ફટકારી હતી. આ પછી તેણે નો બોલ નાખ્યો અને બટલરે ફરીથી ફોર ફટકારી. આ પછી, કેટલાક ડોટ બોલ ફેંકવામાં આવ્યા અને બટલરે છેલ્લા બોલ પર સિક્સર ફટકારી. ઈમરાન મલિકની ઓવર ઘણી મોંઘી સાબિત થઈ અને 21 રન ખર્ચ કર્યા હતા. રાજસ્થાનનો સ્કોર 4 ઓવર પછી 34/0.

SRH vs RR: રાજસ્થાનનો સ્કોર 3 ઓવર પછી 13/0

ભુવનેશ્વર કુમાર તેની બીજી ઓવર કરવા આવ્યો હતો. આ ઓવરમાં તેણે એક નો બોલ પણ નાખ્યો હતો. યશસ્વી જયસ્વાલે ફ્રી હિટ પર ફોર ફટકારી હતી. આ ઓવરમાં રાજસ્થાનને 7 રન મળ્યા હતા. રાજસ્થાનનો સ્કોર 3 ઓવર પછી 13/0.

જોસ બટલર અને યશસ્વી જયસ્વાલે ઇનિંગ્સની શરૂઆત કરી

રાજસ્થાન રોયલ્સ તરફથી જોસ બટલર અને યશસ્વી જયસ્વાલે ઇનિંગ્સની શરૂઆત કરી છે. હૈદરાબાદ તરફથી ભુવનેશ્વર કુમારે પ્રથમ ઓવર કરી. ભુવનેશ્વરે આ ઓવરમાં 1 નો બોલ ફેંક્યો હતો. આ સિવાય તેણે એકપણ રન આપ્યો નથી. 1 ઓવર પછી રાજસ્થાનનો સ્કોર 1/0.

સનરાઇઝર્સ હૈદરાબાદ પ્લેઇંગ-11:

 અભિષેક શર્મા, રાહુલ ત્રિપાઠી, કેન વિલિયમસન, નિકોલસ પૂરન, એડન મર્કરમ, અબ્દુલ સમદ, વોશિંગ્ટન સુંદર, રોમારિયો શેફર્ડ, ભુવનેશ્વર કુમાર, ટી. નટરાજન, ઉમરાન મલિક

રાજસ્થાન રોયલ્સ પ્લેઈંગ-11:

યશસ્વી જયસ્વાલ, જોસ બટલર, દેવદત્ત પડ્ડિકલ, સંજુ સેમસન, શિમરોન હેટમાયર, રિયાન પરાગ, રવિચંદ્રન અશ્વિન, નાથન કુલ્ટર નાઇલ, યુઝવેન્દ્ર ચહલ, ટ્રેન્ટ બોલ્ટ, પ્રસિદ્ધ કૃષ્ણા

બ્રેકગ્રાઉન્ડ

IPL 2022: IPL 2022ની પાંચમી મેચ આજે મંગળવારે શરૂ થી છે. જેમાં સનરાઇઝર્સ હૈદરાબાદ (SRH) અને રાજસ્થાન રોયલ્સ (RR)ની ટીમો સામસામે છે. સનરાઇઝર્સ હૈદરાબાદે ટોસ જીતીને બોલિંગ કરવાનો નિર્ણય લીધો છે. આ સિઝનમાં બંને ટીમોની આ પ્રથમ મેચ હશે, જેને જીતીને ટીમો તેમના અભિયાનની શરૂઆત કરવા ઈચ્છી રહી છે. હૈદરાબાદ અને રાજસ્થાનની ટીમોમાં ઘણા જબરદસ્ત ખેલાડીઓ છે, જેઓ આ મેચને પલટાવવા માટે સક્ષમ છે. આ મેચમાં કયા ખેલાડીનું બેટ રન બનાવશે, જ્યારે કયો ખેલાડી સૌથી વધુ વિકેટ લેશે તે જોવું રસપ્રદ રહેશે. ક્રિકેટ ફેન્સ પણ આ મેચને લઈને ખૂબ જ ઉત્સાહિત છે.


મેચ ક્યારે અને ક્યાં રમાશે?


આ મેચ મંગળવારે સાંજે 7.30 વાગ્યાથી સનરાઈઝર્સ હૈદરાબાદ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચે રમાશે. આ મેચ પુણેના મહારાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન સ્ટેડિયમમાં રમાશે.


તમે લાઈવ ટેલિકાસ્ટ ક્યાં જોઈ શકો છો?


જો તમે હૈદરાબાદ અને રાજસ્થાનની મેચનો આનંદ માણવા માંગતા હો, તો તમે સ્ટાર સ્પોર્ટ્સ નેટવર્કની ચેનલો પર તેનું લાઈવ ટેલિકાસ્ટ જોઈ શકો છો.


મેચનું લાઈવ સ્ટ્રીમિંગ ક્યાં જોવું?


તમે 'ડિઝની પ્લસ હોટસ્ટાર' પર સનરાઇઝર્સ હૈદરાબાદ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચેની મેચનો આનંદ માણી શકો છો. આ ઉપરાંત, તમે લાઇવ અપડેટ્સ માટે અમારી વેબસાઇટ https://www.abplive.com સાથે જોડાયેલા રહો.


હૈદરાબાદ અને રાજસ્થાનના આંકડાઃ


IPLમાં સનરાઇઝર્સ હૈદરાબાદ અને રાજસ્થાન રોયલ્સ 15 મેચમાં આમને-સામને આવી ચુક્યા છે. આ 15 મેચોમાંથી સનરાઈઝર્સ હૈદરાબાદે 8 મેચ જીતી છે, જ્યારે રાજસ્થાન રોયલ્સને 7 મેચમાં સફળતા મળી છે. છેલ્લી સિઝનમાં બંને વચ્ચે 2 મેચ રમાઈ હતી, જેમાં હૈદરાબાદે એક અને રાજસ્થાને એક મેચ જીતી હતી. હાઈએસ્ટ સ્કોર વિશે વાત કરીએ તો રાજસ્થાન સામે સનરાઈઝર્સનો હાઈએસ્ટ સ્કોર 201 રન છે. જ્યારે રાજસ્થાને સનરાઇઝર્સ સામે સૌથી વધુ 220 રન બનાવ્યા હતા.

- - - - - - - - - Advertisement - - - - - - - - -

TRENDING NOW

© Copyright@2025.ABP Network Private Limited. All rights reserved.