IPL 2022: IPLની 15મી સિઝન તેના અંતિમ તબક્કામાં પહોંચી ગઈ છે. ચાર ટીમોએ પ્લેઓફમાં જગ્યા બનાવી લીધી છે. આ સાથે જ અન્ય ટીમો પ્લેઓફની રેસમાંથી બહાર થઈ ગઈ છે. આ વખતે ઘણી ટીમોએ લીગ મેચોમાં ખરાબ પ્રદર્શન કર્યું છે. જેના કારણે આ ટીમો 2023ની સીઝનમાં પોતાનો કેપ્ટન બદલી શકે છે. તો ચાલો જાણીએ, કઈ ત્રણ ટીમો છે, જે આગામી સિઝનમાં પોતાના કેપ્ટનને બદલી શકે છે.


સનરાઇઝર્સ હૈદરાબાદ - કેન વિલિયમસનઃ
પોઈન્ટ ટેબલમાં હૈદરાબાદની ટીમ આ સિઝનમાં આઠમા સ્થાને રહી છે. આ સિઝનમાં ટીમનું પ્રદર્શન કંઈ ખાસ રહ્યું નથી. ટીમનો કેપ્ટન કેન વિલિયમસન પોતે પણ ખરાબ રીતે ફ્લોપ રહ્યો છે. જેના કારણે કદાચ વિલિયમસન આગામી સિઝનમાં કેપ્ટનશિપ કરતા જોવા નહીં મળે. આવી સ્થિતિમાં, SRH આગામી સિઝનમાં એઇડન માર્કરામ અને નિકોલસ પૂરન જેવા યુવા ખેલાડીઓ પર દાવ લગાવી શકે છે.


દિલ્હી કેપિટલ્સ- ઋષભ પંતઃ
આ સિઝનમાં દિલ્હી માટે સફર ઘણી મુશ્કેલ રહી છે. ટીમને સતત ખેલાડીઓની ઈજાઓ અને કોરોનાનો સામનો કરવો પડ્યો છે, જોકે ટીમ આ સિઝનમાં સારું પ્રદર્શન કરવામાં સફળ રહી નથી. ઋષભ પંતની બિનઅનુભવીતાને કારણે ટીમને ઘણી વખત હારનો સામનો કરવો પડ્યો છે. આવી સ્થિતિમાં દિલ્હી મેનેજમેન્ટ ડેવિડ વોર્નરને પંતની જગ્યાએ ટીમનો કેપ્ટન બનાવી શકે છે.


પંજાબ કિંગ્સ- મયંક અગ્રવાલઃ
ક્રિકેટના સૌથી ટૂંકા ફોર્મેટના સૌથી બેસ્ટ ખેલાડીઓને ટીમમાં લાવ્યા છતાં પંજાબની ટીમ પ્લેઓફમાં જગ્યા બનાવી શકી નથી. જેના કારણે ટીમના કેપ્ટન મયંક અગ્રવાલ પર અનેક સવાલો ઉઠી રહ્યા છે. આ સિઝનમાં તે પોતાના બેટથી કોઈ અજાયબી દર્શાવી શક્યો નથી અને તેનું પ્રદર્શન ખુબ જ ખરાબ રહ્યું હતું. આવી સ્થિતિમાં પંજાબની ટીમ તેની જગ્યાએ અન્ય ખેલાડીને ટીમનો કેપ્ટન બનાવી શકે છે.