Gujarat Titans vs Rajasthan Royals Live Streaming: IPL 2022 ની પ્રથમ ક્વોલિફાયર મેચ ગુજરાત ટાઇટન્સ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચે રમાશે. આ મેચ કોલકાતાના ઈડન ગાર્ડન્સમાં સાંજે 7.30 વાગ્યાથી રમાશે. IPLમાં ડેબ્યૂ કરી રહેલી ગુજરાત ટાઇટન્સ સિઝનનું સરપ્રાઈઝ પેકેજ બનીને પોઈન્ટ ટેબલમાં ટોચ પર છે અને પ્લેઓફ માટે ક્વોલિફાય થનારી પ્રથમ ટીમ છે. હાર્દિક પંડ્યાની આગેવાની હેઠળની ટીમ પાસે હવે કોલકાતાના ઈડન ગાર્ડન્સ ખાતે રાજસ્થાન રોયલ્સ સામે ટકરાશે ત્યારે તેમની પ્રથમ આઈપીએલ સિઝનને વધુ યાદગાર બનાવવાની તક છે.


મંગળવારે ક્વોલિફાયર 1 જીતનારી ટીમ સીધી ફાઇનલમાં પ્રવેશ કરશે, જ્યારે હારનાર ટીમને ફાઇનલમાં પ્રવેશવાની બીજી તક મળશે જ્યારે તેઓ અમદાવાદમાં ક્વોલિફાયર 2 માં ત્રીજા અને ચોથા સ્થાને રહેલી ટીમો વચ્ચેની મેચના વિજેતાનો સામનો કરશે. 


GT vs RR વચ્ચેની પ્રથમ ક્વોલિફાયર મેચ ક્યારે અને ક્યાં રમાશે ?


IPL 2022 ની પ્રથમ ક્વોલિફાયર મેચ ગુજરાત ટાઇટન્સ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચે રમાશે. આ મેચ કોલકાતાના ઈડન ગાર્ડન્સમાં સાંજે 7.30 વાગ્યાથી રમાશે.


તમે Gujarat Titans vs Rajasthan Royals મેચનું લાઇવ ટેલિકાસ્ટ ક્યાં જોઈ શકો છો ?


તમે સ્ટાર સ્પોર્ટ્સ નેટવર્ક પર IPL 2022 ની બાકીની તમામ મેચો જોઈ શકો છો. આ વખતે IPL મેચોની કોમેન્ટ્રી હિન્દી અને અંગ્રેજી સિવાય ઘણી પ્રાદેશિક ભાષાઓમાં કરવામાં આવી રહી છે. ગુજરાત અને રાજસ્થાન વચ્ચે રમાયેલી પ્રથમ ક્વોલિફાયર મેચ સ્ટાર સ્પોર્ટ્સ 1 હિન્દી, સ્ટાર સ્પોર્ટ્સ 1 હિન્દી એચડી, સ્ટાર સ્પોર્ટ્સ 1 તમિલ, સ્ટાર સ્પોર્ટ્સ 1 તેલુગુ, સ્ટાર સ્પોર્ટ્સ 1 કન્નડ, સ્ટાર સ્પોર્ટ્સ 1 બાંગ્લા, સ્ટાર સ્પોર્ટ્સ 1 મરાઠી, સ્ટાર સ્પોર્ટ્સ 1 મલયાલમ પર જોઈ શકાય છે.


મેચનું લાઈવ સ્ટ્રીમિંગ ક્યાં જોવું?


ડિઝની + હોટસ્ટાર ઉપરાંત, ગુજરાત ટાઇટન્સ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચેની મેચનું લાઇવ સ્ટ્રીમિંગ પણ Jio ટીવી પર જોઈ શકાશે.


બંને ટીમો આ પ્રમાણે 


Gujarat Titans : હાર્દિક પંડ્યા (કેપ્ટન), રાશિદ ખાન, શુભમન ગિલ, મોહમ્મદ શમી, રહેમાનુલ્લા ગુરબાઝ, લોકી ફર્ગ્યુસન, અભિનવ મનોહર, રાહુલ તેવટિયા, નૂર અહમદ, આર. સાઈ કિશોર, ડોમિનિક ડ્રેક્સ, જયંત યાદવ, વિજય શંકર, દર્શન નલકાંડે, યશ દયાલ, અલઝારી જોસેફ, પ્રદીપ સાંગવાન, ડેવિડ મિલર, રિદ્ધિમાન સાહા, મેથ્યુ વેડ, બી. સાઈ સુદર્શન, ગુરકીરત સિંહ માન અને વરુણ એરોન.


Rajasthan Royals: સંજુ સેમસન (કેપ્ટન), જોસ બટલર, યશસ્વી જયસ્વાલ, રવિચંદ્રન અશ્વિન, ટ્રેન્ટ બોલ્ટ, શિમરોન હેટમાયર, દેવદત્ત પડિક્કલ, પ્રસિદ્ધ ક્રિષ્ના, યુઝવેન્દ્ર ચહલ, રિયાન પરાગ, કેસી કરિઅપ્પા, નવદીપ સૈની, ઓબેદ મેકકોય, જેમ્સ સિંઘ, નીહામ સિંઘ. કોર્બીન બોશ, કુલદીપ સેન, કરુણ નાયર, રસી વાન ડેર ડુસેન, ડેરીલ મિશેલ, ધ્રુવ જુરેલ, તેજસ બરોકા, કુલદીપ યાદવ અને શુભમન ગઢવાલ.