Kendra Lust On Rinku Singh IPL 2023: કોલકત્તા નાઇટ રાઇડર્સ વિરુદ્ધ રિન્કૂ સિંહે યાદગાર ઇનિંગ રમી, ખરેખરમાં, શાહરૂખ ખાનની ટીમે શાનદાર જીત મેળવી, આ જીત ટીમને છેલ્લા પાંચ બૉલમાં મળી હતી. આમાં રિન્કૂ સિંહે અશક્ય લાગતી જીતને છેલ્લા પાંચ બૉલમાં 5 સિક્સર ફટકારીને શક્ય બનાવી દીધી હતી. આ યુવા બેટ્સમેને સતત 5 સિક્સર ફટકારી અને બાદમાં રિન્કૂ સિંહ હેડલાઈન્સ બની ગયો હતો. હવે આના પર જાણીતી અને ચર્ચિત ચર્ચિત એડલ્ટ સ્ટાર કેન્ડ્રા લસ્ટે રિન્કૂ સિંહ પર એક ખાસ ટ્વીટ કર્યુ છે. સોશ્યલ મીડિયા પર ખુબ ઝડપથી વાયરલ થઈ રહ્યું છે. સોશ્યલ મીડિયા પર શેર કરવામાં આવેલી આ તસવીરમાં કેન્ડ્રા લસ્ટે તેના ફોટા સાથે રિન્કૂ સિંહની તસવીર પણ શેર કરી છે.


એડલ્ટ સ્ટારે રિન્કૂ સિંહ પર કર્યુ ટ્વીટ.... 
આ ઉપરાંત કેન્ડ્રા લસ્ટે તસવીરના કેપ્શનમાં લખ્યુ- રિન્કૂ - ધ કિંગ... ખરેખરમાં એડલ્ટ સ્ટારનું આ ટ્વીટ સોશ્યલ મીડિયા પર ખુબ વાયરલ થઇ રહ્યું છે. આ ઉપરાંત સોશય્લ મીડિયા યૂઝર્સ પણ આના પર જુદીજુદી કૉમેન્ટસ અને પ્રતિક્રિયાઓ આપી રહ્યાં છે. ખરેખરમાં, ગુજરાત ટાઇટન્સ સામે સતત બૉલમાં 5 સિક્સર ફટકારીને ટીમને જીત અપાવનાર રિન્કૂ સિંહે ઘણી હેડલાઇન્સ બનાવી હતી. ક્રિકેટના દિગ્ગજ ખેલાડીઓ સહિત કોલકાતા નાઈટ રાઈડર્સના માલિક શાહરૂખ ખાન, સુહાના ખાન, વિરેન્દ્ર સેહવાગ ઈશાન કિશન અને આર્યન ખાને રિન્કૂ સિંહની તોબડતોડ બેટિંગની પ્રશંસા કરી હતી. 


કોણ છે એડલ્ટ સ્ટાર કેન્ડ્રા લસ્ટ ?
વળી, હવે આ લિસ્ટમાં કેન્ડ્રા લસ્ટ પણ આ સામેલ થઇ ગઇ છે. ઉલ્લેખનીય છે કે, થોડાક દિવસો પહેલા બિહારની રાજધાની પટનાના રેલ્વે સ્ટેશન પર મુકવામાં આવેલી મોટી સ્ક્રીન પર કેન્ડ્રા લસ્ટનો વીડિયો ચાલી ગયો હતો. જે બાદ કેન્ડ્રા લસ્ટે  સોશ્યલ મીડિયા પર મોટી હેડલાઈન્સ બનાવી લીધી હતી. હવે તે એડલ્ટ સ્ટાર ક્રિકેટર રિન્કુ સિંહ પરના ટ્વીટના કારણે પણ ચર્ચામાં છે. ખાસ વાત છે કે, સોમવારે કોલકાતા નાઈટ રાઈડર્સ અને ગુજરાત ટાઈટન્સની ટીમો આમને-સામને હતી. કોલકાતા નાઈટ રાઈડર્સને મેચ જીતવા માટે છેલ્લા 5 બોલમાં 5 સિક્સની જરૂર હતી, પરંતુ રિન્કુ સિંહે લગભગ અશક્યને શક્ય બનાવી દીધું.