IPL 2023 Auction: આઇપીએલ 2023 માટે કોચ્ચી ખાતે ઓક્શનની શરૂઆત થઇ ચૂકી છે, આ વખતે સૌથી મોટી વાત એ છે કે વિદેશી ખેલાડી પર આઇપીએલ ઇતિહાસની સૌથી મોટી બોલી લાગી છે, આ વખતે ઇંગ્લેન્ડના યુવા સ્ટાર ઓલરાઉન્ડર સેમ કરન પર 18.50 કરોડ રૂપિયાની તાબડતોડ બોલી લાગી છે. સેમ કરનને ઉંચી કિંમતે ખરીદ્યા બાદ પંજાબની ટીમે એક શાનદાર ટ્વીટ કર્યુ છે, જે ખુબ વાયરલ થઇ રહ્યું છે.


પંજાબ કિંગ્સનું ફની ટ્વીટ -
પંજાબ કિંગ્સે પોતાના ઓફિશિયલ ટ્વીટર હેન્ડલ પરથી એક ફની ટ્વીટ કર્યું છે, જે ખુબ વાયરલ થઇ રહ્યું છે, આ ટ્વીટમાં પંજાબ કિંગ્સ ફ્રેન્ચાઇઝીએ એક તસવીર પૉસ્ટ કરી છે, તેમાં ઇંગ્લેન્ડના વિસ્ફોટક બેટ્સમેન જૉની બેયરર્સ્ટો મોંઘા ખેલાડી સેમ કરનને ખભે ઉંચકીને ચાલી રહ્યો છે.


આ તસવીર શેર કરતાં ફ્રેન્ચાઇઝી પંજાબ કિંગ્સે લખ્યુ છે- સીન ઇન ધ ડેન, આમાં એક સિંહની ઇમૉજી પણ મુકી છે. 






ખાસ વાત છે કે, પહેલા સેટમાં સેમ કરનને ટીમમાં સમાવવા પર મુંબઇ ઇન્ડિયન્સ અને રાજસ્થાન વચ્ચે જુબાની જંગ ચાલી હતી, બાદમાં ચેન્નાઇ સુપર કિંગ્સ પણ રેસમાં આવી ગઇ હતી, પરંતુ બાદમાં પંજાબ કિંગ્સે આઇપીએલ ઇતિહાસની સૌથી મોટી બોલી લગાવીને સેમ કરનને પોતાની ટીમમાં સામેલ કરી લીધો હતો. પંજાબ કિંગ્સે 18.50 કરોડ રૂપિયાની તગડી બોલી બોલીને પોતાના પક્ષમાં કરી લીધો હતો. સેમ કરન આઇપીએલ ઇતિહાસમાં સૌથી મોંઘો એટલે કે 18.50 કરોડ રૂપિયામાં વેચાયો હતો, આ સાથે સેમ કરને યુવરાજ અને મૉરિસના મોંઘા વેચાયાના રેકોર્ડ પણ ધ્વસ્ત કરી દીધા હતા. આ પહેલા યુવરાજ અને ક્રિસ મૉરિસ પર મોટી બોલી લાગી હતી.


 


વિદેશી ખેલાડીઓનો જલવો



સેમ કરન (ઇંગ્લેન્ડ) - 18.50 કરોડ, પંજાબ કિંગ્સ (બેઝ પ્રાઇસ - 2 કરોડ)
કેમરુન ગ્રીન (ઓસ્ટ્રેલિયા)- 17.50 કરોડ, મુંબઇ ઇન્ડિયન્સ (બેઝ પ્રાઇસ - 2 કરોડ) 
બેન સ્ટૉક્સ (ઇંગ્લેન્ડ)- 16.25 કરોડ, ચેન્નાઇ સુપર કિંગ્સ (બેઝ પ્રાઇસ - 2 કરોડ)