IPL Mini Auction Live: IPL 2023 માટે આજે (23 ડિસેમ્બર) મિની ઓક્શન (Mini Auction) થવા જઇ રહ્યું છે. કેરળના શહેર 'કોચ્ચી'માં બપોરે 2.30 વાગ્યાથી હરાજી શરૂ થશે, આ વખતે હરાજીને મિની ઓક્શન તો કહેવામાં આવી રહી છે, પરંતુ આ કોઇ મેગા ઓક્શનથી કમ નથી. ખરેખરમાં આ વખતે હરાજી માટે ફ્રેન્ચાઇઝી ટીમોની પાસે 206.5 કરોડ રૂપિયા છે, જે ગઇ વખતના મેગા ઓક્શનથી માત્ર અઢી ગણા જ ઓછા છે, ગઇ વખતે મેગા ઓક્શનમાં 551 કરોડ રૂપિયા ખર્ચ કરવામાં આવ્યા હતા. જાણો આ વખતે હરાજી સાથે જોડાયેલી ખાસ વાતો........ 


IPL 2023ની હરાજી માટે કુલ 991 ખેલાડીઓએ રજિસ્ટ્રેશન કરાવ્યુ હતુ, આમાં 714 ભારતીય અને 277 વિદેશી ખેલાડીઓ સામેલ હતા, આ 991 ખેલાડીઓમાંથી 10 ફ્રેન્ચાઇઝી ટીમોએ 369 ખેલાડીઓને હરાજી માટે શૉર્ટલિસ્ટ કરી, આ ઉપરાંત 36 અન્ય ખેલાડીઓને હરાજી સાથે જોડવાની પણ રિક્વેસ્ટ કરવામાં આવી, આ રીતે કુલ 405 ખેલાડીઓ ઓક્શન લિસ્ટમાં સામેલ હતા. તાજેતરમાં જ રેહાન અહેમદે પોતાનુ નામ પાછુ ખેંચી લીધુ છે, કેટલાક અન્ય ખેલાડીઓએ પણ પોતાના નામ પાછા ખેંચી લીધા હોવાની ચર્ચા છે. આવામાં આ આંકડો 400 થી ઓછો થઇ શકે છે. 


શૉર્ટલિસ્ટ થયેલા 405 ખેલાડીઓમાં 273 ભારતીય અને 132 વિદેશી ખેલાડી હતા, વિદેશી ખેલાડીઓમાં 4 ખેલાડી એસૉસિએટ દેશમાથી છે. આમાં 119 ખેલાડીઓ આંતરરાષ્ટ્રીય મેચ રમવાનો અનુભવ ધરાવતા હતા, બાકીના 282 ખેલાડીઓ અનકેપ્ડ હતા, આ સંખ્યામાં એક-બે નંબરનો હેરફેર થઇ શકે છે.  


10 ફ્રેન્ચાઇજી ટીમોની પાસે કુલ 87 ખેલાડીઓની જગ્યા ખાલી છે, આમાં 30 ખેલાડીઓ વિદેશી હોઇ શકે છે. સૌથી વધુ સ્લૉટ્સ સનરાઇઝર્સ હૈદરાબાદ (13) ની પાસે ખાલી છે, વળી, દિલ્હી કેપિટલ્સને સૌથી ઓછા ખેલાડીઓ (5) પર દાંવ લગાવવાનો છે. 


તમામ ફ્રેન્ચાઇઝીની હરાજી પર્સમાં કુલ રકમ 206.5 કરોડ રૂપિયા છે, આમાં સૌથી વધુ રકમ સનરાઇઝર્સ હૈદરબાદ (42.25 કરોડ) અને સૌથી ઓછી કોલકત્તા નાઇટ રાઇડર્સ (7.05 કરોડ) છે. 


19 ખેલાડીઓની બેઝ પ્રાઇસ 2 કરોડ (સૌથી વધુ) છે, આ ખેલાડી વિદેશી છે. 11 ખેલાડી 1.5 કરોડ બેઝ પ્રાઇસ વાળા સેગમેન્ટમાં છે. આ ઉપરાંત 20 ખેલાડીઓની બેઝ પ્રાઇસ એક કરોડ છે.