IPL 2023 Auction: આઇપીએલ 2023 ઓક્શનમાં આ વખતે ધનનો વરસાદ થયો છે, સીનિયર ખેલાડીઓ પર તો વરસાદ થયો જ છે, સાથે સાથે આ વખતે યુવા અને ખાસ કરીને અનકેપ્ડ ખેલાડીઓ ચમક્યા છે. આ વખતે કેટલાય એવા ખેલાડીઓ છે, જેને આંતરરાષ્ટ્રીય ડેબ્યૂ નથી કર્યુ, પરંતુ આ આઇપીએલ 2023ની ઓક્શનમાં માલામાલ થઇ ગયા છે, આ લિસ્ટમાં સૌથી પહેલુ નામ શિવન માવીનું છે. જાણો શિવમ માવી સહિત કયા કયા અનકેપ્ડ ખેલાડીઓ થયા છે માલામાલ... 


શિવમ માવી પર પૈસાનો વરસાદ -
શિવવ માવી પર આ વખતે ઓક્શનમાં પૈસાનો વરસાદ થયો છે, શિવમ માવીને આ વખતે ગુજરાત ટાઇટન્સે 6 કરોડ રૂપિયાની તગડી રકમ આપીને ખરીદ્યો છે. જોકે, શિવમ માવીને બેઝ પ્રાઇસ માત્ર 40 લાખ રૂપિયા જ હતી, આ વખતે તેને બેઝ પ્રાઇસથી અનેકગણી વધારે રકમ ઓક્શનમાં મળી છે. આ આઇપીએલ સિઝન 16માં તે ગુજરાત ટાઇટન્સ વતી રમતો દેખાશે. 24 વર્ષીય શિવમ માવી એક ઘાતક ઓલરાઉન્ડર છે.






સૌથી મોંઘા અનકેપ્ડ ખેલાડીઓ  -
શિવમ માવી, 6 કરોડ રૂપિયા (ગુજરાત ટાઇટન્સ)
મુકેશ કુમાર, 5.50 કરોડ રૂપિયા (દિલ્હી કેપિટલ્સ)
વિવ્રાંત શર્મા, 2.60 કરોડ રૂપિયા (સનરાઇઝર્સ હૈદરાબાદ) 
કેએસ ભરત, 1.20 કરોડ રૂપિયા (ગુજરાત ટાઇટન્સ) 
એન જગદીશન, 90 લાખ રૂપિયા (કોલકત્તા નાઇટ રાઇડર્સ)


 






--


સૈમ કરન, કેમરુન ગ્રીન અને બેન સ્ટોક્સ પર પૈસાનો વરસાદ થયો




આ સિવાય ઈંગ્લેન્ડનો યુવા બેટ્સમેન હેરી બ્રુક 13.25 કરોડમાં વેચાયો હતો. હેરી બ્રુકને સનરાઇઝર્સ હૈદરાબાદે ખરીદ્યો હતો. તમને જણાવી દઈએ કે ઈન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ) 2023ની હરાજીમાં પંજાબ કિંગ્સ ઈંગ્લેન્ડના સ્ટાર ઓલરાઉન્ડર સેમ કરન સાથે 18.50 કરોડ રૂપિયાની મોટી કિંમતે જોડાઈ છે. જ્યારે ઓસ્ટ્રેલિયાના ઓલરાઉન્ડર કેમેરોન ગ્રીનને ઈન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ) 2023ની હરાજીમાં ઘણા પૈસા મળ્યા છે.  કેમરુન ગ્રીનને ખરીદવા માટે મુંબઈ ઈન્ડિયન્સ અને દિલ્હી કેપિટલ્સ વચ્ચે જોરદાર રસાકસી જોવા મળી હતી.  જેમાં મુંબઈએ અંત સુધી હાર ન માની અને તેમની સાથે જોડાવા માટે 17.50 કરોડ રૂપિયા ખર્ચ્યા હતા. આ સિવાય ચેન્નાઈ સુપર કિંગ્સે બેન સ્ટોક્સને 16.25 કરોડ રૂપિયામાં ખરીદ્યો છે અને તેને પોતાની ટીમમાં સામેલ કર્યો છે.