IPL 2023 SRH vs MI Tim David: આઇપીએલ 2023માં ગઇકાલે મુંબઇ અને હૈદરાબાદ વચ્ચે મેચ રમાઇ હતી. ગઇકાલે રમાયેલી આઇપીએલની 25મી મેચમાં મુબઇએ હૈદરાબાદને 14 રને હરાવી દીધુ હતુ. આ જીતમાં મુંબઈનો ટિમ ડેવિડે મહત્વની ભૂમિકા ભજવી હતી. તેને આ મેચમાં શાનદાર ફિલ્ડિંગ કરતા કેટલાક મુશ્કેલ કેચ પકડ્યા હતા. જેના કારણે ડેવિડે મેચ દરમિયાન કેચ પકડવાનો ખાસ અને રોચક રેકોર્ડ પણ બનાવ્યો હતો. IPL મેચમાં સૌથી વધુ કેચ લેવાના મામલે તે સંયુક્ત બીજા સ્થાને પહોંચી ગયો છે.


આ મેચમાં ટિમ ડેવિડે અભિષેક શર્માનો પહેલો કેચ પકડ્યો હતો. અભિષેક શર્માને માત્ર 1 રન બનાવીને બીજા બૉલ પર ડેવિડે પોતાના હાથમાં લપકી લીધો હતો. આ પછી તેને હેનરિક ક્લાસેનનો પણ શાનદાર કેચ ઝડપ્યો હતો. ક્લાસેન 16 બૉલમાં 36 રનની શાનદાર ઇનિંગ બાદ આઉટ થઇ ગયો હતો. ડેવિડે ઓપનર મયંક અગ્રવાલનો ત્રીજો કેચ પકડ્યો હતો. અગ્રવાલ 4 ચોગ્ગા અને એક છગ્ગાની મદદથી 48 રન બનાવીને શાનદાર ઇનિંગ રમી હતી. જોકે બાદમાં તેને પેવેલિયન જવુ પડ્યુ હતુ, આ પછી તેને માર્કો જેન્સેનનો કેચ પકડ્યો. જેન્સન 6 બૉલમાં 13 રન બનાવીને આઉટ થયો હતો.


IPL મેચમાં સૌથી વધુ કેચ ઝડપવાના મામલામાં મોહમ્મદ નબી પહેલા નંબર પર છે. નબીના નામે આ રેકોર્ડ નોંધાયેલો છે. તેને મુંબઈ સામે 5 કેચ પકડ્યા હતા. આ પછી ટિમ ડેવિડનો નંબર આવે છે. જોકે તેની પહેલા સચિન તેંદુલકર, ડેવિડ વોર્નર, જેક કાલિસ, રાહુલ તેવાટિયા, ડેવિડ મિલર અને રવિન્દ્ર જાડેજા પણ ચાર-ચાર કેચ પકડી ચૂક્યા છે. આ યાદીમાં રિન્કુ સિંહ અને રિયાન પરાગનું નામ પણ સામેલ છે.


ઉલ્લેખનીય છે કે, ટિમ ડેવિડ IPL 2023માં અત્યાર સુધી કુલ 5 મેચ રમી ચૂક્યો છે. આ દરમિયાન તેને 88 રન બનાવ્યા છે. ડેવિડે કુલ પાંચ કેચ લીધા છે. જો મુંબઈ ઈન્ડિયન્સની વાત કરીએ તો તેના પ્રદર્શનમાં ઘણો સુધારો આવ્યો છે. આ સિઝનમાં ટીમની શરૂઆત ખરાબ રહી હતી. પરંતુ અત્યાર સુધી તેણે કુલ ત્રણ મેચ જીતી છે. ખાસ વાત છે કે, તેને ત્રણેય મેચ સતત જીતી છે.