RR vs LSG Top-5 Players: IPL 2023 ની 26મી લીગ મેચ લખનઉ સુપર જાયન્ટ્સ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચે સવાઈ માનસિંહ સ્ટેડિયમ, જયપુર ખાતે સાંજે 7:30 PM થી રમાશે. આ મેચ દ્વારા બંને ટીમો આ સીઝનની પોતપોતાની છઠ્ઠી મેચ રમશે. રાજસ્થાને અત્યાર સુધીમાં પાંચમાંથી 4 મેચ જીતી છે, જ્યારે લખનઉએ 5માંથી 3 મેચ જીતી છે. બંને વચ્ચે રમાનારી આ મેચમાં લખનઉના નિકોલસ પૂરનથી લઈને રાજસ્થાનના શિમરોન હેટમાયર સુધીની નજર આ પાંચ ખેલાડીઓ પર રહેશે.
1 નિકોલસ પૂરન
RCB સામે રમાયેલી મેચમાં લખનઉ સુપર જાયન્ટ્સના નિકોલસ પૂરને ટીમ માટે 62 રનની મેચ વિનિંગ ઇનિંગ રમી હતી. જો કે, પછીની મેચમાં એટલે કે પંજાબ સામે તે ખાતું ખોલાવ્યા વિના પરત ફર્યો હતો. આવી સ્થિતિમાં રાજસ્થાન સામેની મેચમાં ચાહકો તેની પાસેથી સારી ઇનિંગની આશા રાખશે.
2 કેએલ રાહુલ
લખનઉ સુપર જાયન્ટ્સના કેપ્ટન કેએલ રાહુલે પંજાબ કિંગ્સ સામે રમાયેલી મેચમાં 8 ચોગ્ગા અને 1 છગ્ગાની મદદથી 74 રનની શાનદાર ઇનિંગ રમી હતી. જોકે તેની ઇનિંગ ટીમને જીત અપાવી શકી ન હતી. હવે રાજસ્થાન સામેની મેચમાં પણ ચાહકોને કેપ્ટન પાસેથી સારી ઇનિંગની અપેક્ષા રહેશે.
3 સંજુ સેમસન
રાજસ્થાન રોયલ્સના કેપ્ટન સંજુ સેમસને પણ અત્યાર સુધી શાનદાર ફોર્મમાં છે. અત્યાર સુધી રમાયેલી પાંચ મેચમાં તેણે 2 અડધી સદી ફટકારી છે. તે બે વખત ડક પર (0 પર આઉટ થવા)શિકાર પણ બન્યો છે.
4 જોસ બટલર
દર વખતની જેમ આ વખતે પણ રાજસ્થાન રોયલ્સના ઓપનિંગ બેટ્સમેન શાનદાર ફોર્મમાં છે. બટલરે અત્યાર સુધી રમાયેલી પાંચ મેચમાં 3 અડધી સદી ફટકારી છે. જો કે પંજાબ કિંગ્સ સામે રમાયેલી મેચમાં તે ખાતુ ખોલાવ્યા વગર જ પેવેલિયન પરત ફર્યો હતો.
5 શિમરોન હેટમાયર
ગુજરાત ટાઇટન્સ સામે રમાયેલી મેચમાં શિમરોન હેટમાયરે 2 ચોગ્ગા અને 5 છગ્ગાની મદદથી અણનમ 56 રનની ઇનિંગ રમીને પોતાની ટીમને જીત અપાવવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. આવી સ્થિતિમાં ચાહકો ફરી એકવાર તેની પાસેથી આવી જ ઈનિંગની આશા રાખશે.
SRH vs MI: જીતની હેટ્રિકથી ખુશ છે કેપ્ટન રોહિત શર્મા, અર્જુન તેંડુલકર સહિત ટીમના બેટિંગની કરી પ્રશંસા
IPL 2023, Rohit Sharma On Mumbai Indians Win: ઈન્ડિયન પ્રીમિયર લીગ 2023 ની 25મી મેચ 18 એપ્રિલના રોજ સનરાઈઝર્સ હૈદરાબાદ અને મુંબઈ ઈન્ડિયન્સ વચ્ચે રમાઈ હતી. આ મેચમાં રોહિત શર્માની ટીમે 14 રને જીત મેળવી હતી. પ્રથમ બેટિંગ કરતા મુંબઈ ઈન્ડિયન્સે 5 વિકેટે 192 રન બનાવ્યા હતા. જીત માટે 193 રનના ટાર્ગેટને હાંસલ કરવા ઉતરેલી સનરાઇઝર્સની ટીમ 19.5 ઓવરમાં ઓલઆઉટ થતાં 178 રન જ બનાવી શકી હતી. IPL 2023માં મુંબઈ ઈન્ડિયન્સની આ સતત ત્રીજી જીત છે. ટીમે સતત ત્રણ મેચ જીતતા કેપ્ટન રોહિત શર્મા ખુશ જોવા મળ્યો હતો. આ દરમિયાન તેણે ટીમની બેટિંગ સહિત અર્જુન તેંડુલકરના વખાણ કર્યા હતા