CSK in IPL: ચેન્નાઇ સુપર કિંગ્સે આઇપીએલની ગઇ સિઝનમાં ખુબ ખરાબ પ્રદર્શન કર્યુ હતુ, ચાર વાર આઇપીએલનો ખિતાબ જીતનારી આ ટીમ ગઇ આઇપીએલ સિઝનમાં 10 ટીમોમાંથી નવમા સ્થાન પર રહી હતી. ગઇ વખતે ચેન્નાઇ સુપર કિંગ્સની કેપ્ટનશીપ રવિન્દ્ર જાડેજાને સંભાળી હતી, પરંતુ સતત મળી રહેલી હારના કારણે એકવાર ફરીથી ટીમની કમાન ધોનાના હાથમાં સોંપવામા આવી હતી.  


આ વર્ષે ધોની જ ચેન્નાઇ સુપર કિંગ્સનો કેપ્ટન રહેશે. આઇપીએલની નવી સિઝન 31 માર્ચે શરૂ થઇ રહી છે, અને પહેલી મેચમાં ચેન્નાઇ સુપર કિંગ્સના શેર મેદાનમાં ઉતરશે. IPL 2023ની પ્રથમ મેચ ડિફેન્ડિંગ ચેમ્પિયન ગુજરાત ટાઇટન્સ અને ચેન્નાઈ સુપર કિંગ્સ વચ્ચે રમાશે. જાણો આ પહેલી મેચમાં કેવી હશે ચેન્નાઈ સુપર કિંગ્સની પ્લેઈંગ ઈલેવન કઈ હશે. 


પહેલી મેચમાં ચેન્નાઇ સુપર કિંગ્સની પ્લેઇંગ ઇલેવન - 


નંબર-1, અહીં પહેલા નંબર પર ઋતુરાજ ગાયકવાડને રાખીશું, જે નંબર-2 પર અજિંક્ય રહાણે સાથે ઓપનિંગ કરી શકે છે. આ રીતે CSKને બે ભારતીય ઓપનર બેટ્સમેન મળશે.


નંબર-3, ઈંગ્લેન્ડનો મોઈન અલીને ત્રીજા નંબર પર રહેશે. જે ડાબા હાથથી લાંબા શૉટ બનાવવાની ક્ષમતા ધરાવે છે. ધોની પણ છેલ્લી 2-3 સિઝનમાં તેને ત્રીજા નંબર પર મોકલીને ટીમને સંતુલિત કરવાનો પ્રયાસ કરી રહ્યો છે.


નંબર-4, અનુભવી મિડલ ઓર્ડર બેટ્સમેન અંબાતી રાયડુ આ સ્થાને હોઈ શકે છે, જે સ્પિન ખૂબ સારી રીતે રમે છે અને ઝડપી બૉલરો પર મોટા શૉટ પણ ફટકારી શકે છે.


નંબર-5, ડાબોડી વિદેશી બેટ્સમેન બેન સ્ટોક્સ ફરી નંબર-5 પર આવી શકે છે. મિડલ ઓર્ડરમાં બેન સ્ટોક્સ હોવાથી ટીમનું બેલેન્સ શાનદાર રહેશે.


નંબર-6, મહેન્દ્ર સિંહ ધોની પોતે નંબર-6 પર રહેશે, જે મેચની પરિસ્થિતિઓ અનુસાર કેવી રીતે રમવું તે જાણે છે અને સાથે જ જમણા હાથ-ડાબા હાથનું સંયોજન પણ રહેશે.


નંબર-7, રવિન્દ્ર જાડેજા નંબર-7 પર આવી શકે છે. રવિન્દ્ર જાડેજા છેલ્લા કેટલાક મહિનાઓથી શાનદાર બેટિંગ કરી રહ્યો છે અને તે આ સ્થિતિમાં કેટલાક મોટા શૉટ પણ પૂરા કરી શકે છે.


નંબર-8, દીપક ચહર નંબર-8 પર રહી શકે છે. દીપક ચહર CSKના સૌથી મહત્વપૂર્ણ ખેલાડીઓમાંથી એક છે. તે બૉલિંગની સાથે બેટિંગ કરવામાં સક્ષમ છે.


નંબર-9, દક્ષિણ આફ્રિકાના ઓલરાઉન્ડર ડ્વેન પ્રિટોરિયસને નંબર-9 પર રમવાની તક આપવામાં આવી શકે છે. પ્રિટોરિયસ જમણા હાથે બૉલિંગ અને બેટિંગ પણ કરી શકે છે. તે આ ટીમમાં ત્રીજા ફાસ્ટ બૉલરની ભૂમિકા ભજવી શકે છે.


નંબર-10, ન્યૂઝીલેન્ડના મિશેલ સેન્ટનરને નંબર-10 પર રાખવામાં આવી શકે છે, જે પોતાની સ્પિન બૉલિંગથી પાવરપ્લેમાં વિકેટ પણ લઈ શકે છે અને તે બેટિંગ કરતી વખતે મોટા શોટ મારવામાં પણ સક્ષમ છે.


નંબર-11, લેફ્ટ આર્મ ફાસ્ટ સ્વિંગ બૉલર મુકેશ ચૌધરી બની શકે છે. મુકેશ ચૌધરીએ છેલ્લી સિઝનમાં પોતાની ધારદાર બૉલિંગથી ધોનીનું દિલ જીતી લીધું હતું.


ચેન્નાઈની આ પ્લેઈંગ ઈલેવનમાં શરૂઆતથી અંત સુધી જમણા હાથ અને ડાબા હાથનું સંયોજન છે, જેના કારણે વિપક્ષી બૉલરોને આખી ઈનિંગમાં સ્થિર થવાની તક નહીં મળે. આ સિવાય ચેન્નાઈની આ ટીમમાં 10મા નંબર સુધી ઓલરાઉન્ડર છે, એટલે કે 10મા નંબર પર રમનાર મિશેસ સેન્ટનર પણ બેટિંગના આધારે કોઈપણ મેચનો પલટો ફેરવી શકે છે.


ધ્યાન રહે કે, અહીં અમે ચેન્નાઈની આ પ્લેઈંગ ઈલેવનને માત્ર પ્રથમ મેચ માટે જ તૈયાર કરી છે, કારણ કે શરૂઆતની મેચોમાં શ્રીલંકાના ખેલાડીઓ ઉપલબ્ધ રહેશે નહીં. તેના આવ્યા બાદ આ ટીમ કૉમ્બિનેશનમાં કેટલાક ફેરફાર કરવામાં આવી શકે છે.


ચેન્નાઈ સુપર કિંગ્સની સંભવિત અને શ્રેષ્ઠ પ્લેઈંગ ઈલેવન - 


રૂતુરાજ ગાયકવાડ - બેટ્સમેન
અજિંક્ય રહાણે - બેટ્સમેન
મોઈન અલી (વિદેશી) - ઓલરાઉન્ડર
અંબાતી રાયડુ - બેટ્સમેન
બેન સ્ટોક્સ (ઓવરસીઝ) - ઓલરાઉન્ડર
એમએસ ધોની - બેટ્સમેન, વિકેટકીપર, કેપ્ટન
રવિન્દ્ર જાડેજા - ઓલરાઉન્ડર
દીપક ચહર - ઓલરાઉન્ડર
મિશેલ સેન્ટનર (ઓવરસીઝ) - ઓલરાઉન્ડર
ડ્વેન પ્રેટોય (વિદેશી) - ઓલરાઉન્ડર
મુકેશ ચૌધરી - બૉલર