IPL 2023, MS Dhoni: ઇન્ડિયન પ્રીમિયર લીગમાં ગઇરાત્રે એક મહત્વની મેચ રમાઇ, આ મેચમાં ચેન્નાઇની ટીમની હાર થઇ અને કોલકત્તા ટીમની શાનદાર જીત થઇ હતી. આ મેચ બાદ હવે ટૂર્નામેન્ટમાં માત્ર 9 લીગ મેચો જ બાકી રહી છે. આ પછી ચાર ટીમો ફાઈનલ માટે ટકરાશે. આ દરમિયાન ચેન્નાઈ સુપર કિંગ્સના ફેન્સ માટે એક સારા સમાચાર સામે આવ્યા છે. ટીમના કેપ્ટન મહેન્દ્રસિંહ ધોની IPLને અલવિદા નહીં કહે, એટલે કે ધોની સન્યાસ નહીં લે. ધોનીના રિટાયરમેન્ટ અંગે ચેન્નાઈના સીઈઓ કાશી વિશ્વનાથને આશા વ્યક્ત કરી છે કે, ધોનીની આઇપીએલની આગામી સિઝન પણ રમશે. 


ચેન્નાઈએ 14 મેએ હૉમ ગ્રાઉન્ડ ચેપૉક સ્ટેડિયમમાં KKR સામે IPL 2023ની મેચ રમી હતી. આ મેચ બાદ મહેન્દ્રસિંહ ધોની આખા મેદાનની ફરતે ફર્યો હતો અને ફેન્સને સાઈન કરેલા બૉલ આપ્યા હતા. આ પછી ફેન્સ અનુમાન કયાસ લગાવવા લાગ્યા હતા કે આ ધોનીની છેલ્લી સિઝન છે. જોકે, આ તમામ વાતોની વચ્ચે ટીમના સીઈઓએ કહ્યું- "અમે આશા રાખીએ છીએ કે મહેન્દ્રસિંહ ધોની આગામી આઈપીએલ પણ રમશે.


આ સિઝનમાં પણ કરી ચૂક્યો છે સ્પષ્ટતા નહીં હોય આ છેલ્લી સિઝન - 
આ સિઝનની શરૂઆતથી જ એમએસ ધોનીના નિવૃત્તિને લઈને અટકળો લગાવવામાં આવી રહી હતી, પરંતુ તેમને સિઝનની વચ્ચે તેના વિશે વાત કરી. એક મેચમાં ટૉસ દરમિયાન ટીવી એન્કર ડેની મૉરિસને તેને પૂછ્યું કે તમે તમારી છેલ્લી IPL સિઝન રમીને કેવું અનુભવો છો ? જેના જવાબમાં ધોનીએ કહ્યું હતું કે તમે નક્કી કર્યું છે કે આ મારી છેલ્લી સિઝન છે, મેં નહીં. 


આઇપીએલ 2023માં ધોની દેખાઇ રહ્યો છે ફૂલ ફોર્મમાં - 
IPLની આ સિઝનમાં મહેન્દ્રસિંહ ધોની ચેન્નાઈ માટે શાનદાર ફિનિશર સાબિત થયો હતો. તે છેલ્લે શૉર્ટ પણ પરફોર્મન્સ વાળી ઇનિંગ્સ રમી રહ્યો છે. તેને 13 મેચની 9 ઇનિંગ્સમાં 49ની એવરેજથી 98 રન બનાવ્યા છે. આ દરમિયાન તેને 196ની ધમાકેદાર સ્ટ્રાઈક રેટથી બેટિંગ કરી છે. આ ઇનિંગ્સમાં તેનો ઉચ્ચ સ્કૉર અણનમ 32 રન હતો. વળી, ધોનીએ અત્યાર સુધી 10 છગ્ગા અને 3 ચોગ્ગા પણ ફટકાર્યા છે.