Chennai Super Kings vs Lucknow Super Giants, Weather Report: ઇન્ડિયન પ્રીમિયર લીગમાં આજે આજે મોટી મેચ જોવા મળશે, આજે આઇપીએલની 6ઠ્ઠી મેચમાં ધોનીનો મુકાબલો રાહુલ સામે થવાનો છે. આજે ચેન્નાઈ સુપર કિંગ્સની ટક્કર લખનઉ સુપર જાયન્ટ્સ સામે થવાની છે. બંને ટીમો વચ્ચેની આ મેચ ચેન્નાઈના એમ ચિદમ્બરમ સ્ટેડિયમમાં રમાશે. બંને ટીમોની આ બીજી મેચ છે. ખાસ વાત છે કે, પોતાની પહેલી મેચમાં ચેન્નાઇને ગુજરાત સામે હારનો સામનો કરવો હતો, તો વળી, લખનઉની ટીમે દિલ્હીને હરાવ્યુ હતુ. આ મેચ પહેલા જાણો આજે ચેન્નાઇમાં કેવુ રહેશે હવામાન......
જાણો આજે કેવું રહેશે હવામાન -
લખનઉ સુપર જાયન્ટ્સ વિરુદ્ધ આજની મેચમાં ચેન્નાઈ સુપર કિંગ્સને તેના હૉમ ગ્રાઉન્ડ એમએ ચિદમ્બરમ સ્ટેડિયમનો ફાયદો જરૂર મળશે, આજે એટલે કે 3જી એપ્રિલે ચેન્નાઇમાં હવામાન સામાન્ય રહેશે. આજના દિવસ દરમિયાન તાપમાન 33 ડિગ્રી અને રાત્રે 28 ડિગ્રી રહેવાની શક્યતા છે. આકાશ ચોખ્ખુ- સ્વચ્છ રહેશે. ફેન્સ માટે સારા સમાચાર એ છે કે, મેચ દરમિયાન વરસાદની કોઈ શક્યતા નથી. આવી સ્થિતિમાં ફેન્સને આજની રોમાંચક રીતે જોવાનો મોકો મળી શકે છે.