MS Dhoni Viral Video: IPL 2023 સિઝનનો ખુમાર તમામ ક્રિકેટ ફેન્સની વચ્ચે હવે જોવા મળી રહ્યો છે. ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ વનડે સીરીઝ સમાપ્ત થયા બાદ હવે 31 માર્ચથી લઇને આગામી 2 મહિના સુધી માત્ર IPL નો જલવો જ જોવા મળશે, જેમાં એકવાર ફરીથી તમામની નજર ચેન્નાઇ સુપર કિંગ્સ ટીમના કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીના પ્રદર્શન પર પણ રહેવાની છે. આ બધાની વચ્ચે સીએસકેએ પોતાના સોશ્યલ મીડિયા પર ધોનીનો એક એવો વીડિયો શેર કર્યો છે, જેને જોઇને ફેન્સનું માથુ ચકરાઇ ગયુ છે.  


ધોનીના વીડિયોએ ફેન્સને કન્ફ્યૂઝ કર્યા  -
મહેન્દ્ર સિંહ ધોની આ મહિનાની શરૂઆતમાં જ ચેન્નાઇ સુપર કિંગ્સની સાથે જોડાઇ ગયો છે, જેમાં તે ટીમની સાથે સતત પ્રેક્ટિસ સેશનમાં ભાગ લઇ રહ્યો હતો, હવે ચેન્નાઇ સુપર કિંગ્સ તરફથી સોશ્યલ મીડિયા પર ધોનીનો એક વીડિયો શેર કરવામાં આવ્યો છે. જેમાં તે બૉલિંગની સાથે સાથે બેટિંગ કરતો પણ દેખાઇ રહ્યો છે.  






આ વીડિયોની ખાસ વાત છે કે, ધોની એક જ સમય પર બૉલિગં અને બેટિંગ  બન્ને કરતો દેખાઇ રહ્યો છે. આ દરમિયાન ધોની બેટિંગમાં કેટલાય અલગ અલગ પ્રકારના શૉટ ફટકારતો દેખાઇ રહ્યો છે. સીએસકેએ આ વીડિયો શેર કરતાં લખ્યું - માહિ કા મલ્ટીવર્સ.