Indian Premier League 2023: ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2023ની સિઝન શરૂ થતા પહેલા કોલકત્તા નાઇટ રાઇડર્સ (KKR) ની ટીમની પરેશાની ઓછું થવાનુ નામ નથી લઇ રહી. ટીમના કેપ્ટન શ્રેયસ અય્યર એકબાજુ બેક ઇન્જરી છે, તો તે પહેલાથી આખી સિઝનમાથી બહાર થઇ ગયો છે. આપ છી લૂકી ફર્ગ્યૂસનને પણ હેમસ્ટ્રીંગ ઇન્જરી થવાથી તે હાલમાં આરામ પર છે. પરંતુ આ બધાની વચ્ચે હવે રિપોર્ટ છે કે ટીમના સ્ટાર બેટ્સમેન નીતિશ રાણા પણ ઇજાગ્રસ્થ થઇ ગયો છે. નીતિશ રાણા પ્રેક્ટિસ દરમિયાન ઇજાગ્રસ્ત થઇ ગયો છે.
કોલકત્તા નાઇટ રાઇડર્સ ટીમના ખેલાડીઓએ હૉમ ગ્રાઉન્ડ ઇડન ગાર્ડન્સમાં પ્રેક્ટિસ કરવાનું શરૂ કરી દીધુ છે. જેમાં ટીમના કેટલાય મુખ્ય ખેલાડીઓ ટીમ સાથે અત્યારે જોડાઇ ચૂક્યા છે. એક સ્પૉર્ટ્સ વેબસાઇટમાં છપાયેલી ખબર અનુસાર, નીતિશ રાણા પ્રેક્ટિસ સેશન દરમિયાન પોતાના ડાબા ઘૂંટણમાં ઇજાગ્રસ્ત કરી બેઠો છે. રાણા નેટ્સ પર બેટિંગ પ્રેક્ટિસ દરમિયાન ઇજાગ્રસ્ત થયો છે.
નીતિશ રાણાએ એક નેટ્સ પર પહેલા ફાસ્ટ બૉલરનો સામનો કર્યો, તો વળી બીજા પર તેને સ્પિન બૉલરોનો સામને કર્યો. આ પછી જ્યારે તે થ્રૉ-ડાઉનની સામે પ્રેક્ટિસ કરવા જઇ રહ્યો હતો, તે સમયે તેને ડાબા ઘૂંટણમાં બૉલ વાગ્યા હતો. આ પછી નીતિશ રાણાને તરત જ મેદાનમાં બહાર લઇ જવામાં આવ્યો અને પછી તેને આગળની પ્રેક્ટિસમાં ભાગ ન હતો લીધો.
KKRની મુશ્કેલીઓ, અય્યર બાદ ફાસ્ટ બૉલર લૉકી ફર્ગ્યૂસન પણ ઇજાગ્રસ્ત
ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2023 સિઝન શરૂ થવામાં હવે અઠવાડિયાનો સમય બાકી રહ્યો છે, પરંતુ તે પહેલા કોલકત્તા નાઇટ રાઇડર્સની મુશ્કેલીઓમાં સતત વધારો થઇ રહ્યો છે. પહેલા કેપ્ટન શ્રેયસ અય્યરની બેક ઇન્જરીના કારણે ટીમ એક મોટી મુશ્કેલીમાં મુકાઇ ગઇ છે, હવે ફાસ્ટ બૉલર લૉકૂ ફર્ગ્યૂસનના ઇજાગ્રસ્ત હોવાના સમાચાર છે, આ ખબરે ટીમની ચિંતા સતત વધારી દીધી છે.
ખરેખરમાં ન્યૂઝીલેન્ડની ટીમને શ્રીલંકા વિરુદ્ધ 25 માર્ચથી 3 મેચોની વનડે સીરીઝ રમવાની છે, જેમાં પહેલી મેચમાં લૉકી ફર્ગ્યૂસન ઇજાગ્રસ્ત હોવાના કારણે બહાર થઇ ગયો છે. લૉકૂ ફર્ગ્યૂસને માત્ર આ મેચમાં જ ભાગ લેવાનો હતો, આ પછી તે આઇપીએલમાં ભાગ લેવા માટે પોતાના દેશમાંથી રવાના થવાનો હતો.
લૉકૂ ફર્ગ્યૂસનનું શ્રીલંકાના વનડે સીરીઝની શરૂઆત થયા પહેલા ફિટનેસ ટેસ્ટ પાસ કરવામાં આવ્યો હતો, તે તેને પાસ ન હતો કરી શક્યો. લૉકૂ ફર્ગ્યૂસનને હેમસ્ટ્રીંગમાં ખેંચના કારણે બહાર થવુ પડ્યુ છે. જોકે, ન્યૂઝીલેન્ડે પહેલી વનડે માટે તેના સ્થાન માટે કોઇ ખેલાડીનુ રિપ્લેસમેન્ટ નથી કર્યુ.
કોલકત્તા નાઇટ રાઇડર્સને 2જી એપ્રિલે રમવાન છે પોતાની પહેલી મેચ -
આઇપીએલની આગામી સિઝનમાં કોલકત્તા નાઇટ રાઇડર્સની ટીમને પોતાના અભિયાનની શરૂઆત આગામી 2જી એપ્રિલથી કરવાની છે, 2જી એપ્રિલે કોલકત્તાની ટક્કર પંજાબ કિંગ્સ ઇલેવન સામે થવાની છે.