Indian Premier League 2023: આજે આઇપીએલ પોતાના છેલ્લા તબક્કામાં ચાલી રહી છે, આજે આઇપીએલની 16મી સિઝનની ફાઇનલ મેચ રમાશે, આજે ટૂર્નામેન્ટને નવું ચેમ્પીયન મળી જશે. IPLની 16મી સિઝન 31 માર્ચે ગુજરાત ટાઇટન્સ (GT) અને ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK) વચ્ચે શરૂ થઈ હતી. હવે આ સિઝનની ફાઇનલ મેચ પણ આ બંને ટીમો વચ્ચે 28 મેએ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે. લગભગ 2 સિઝન પછી આ સિઝન IPL તેના જૂના ફોર્મેટમાં રમાઈ હતી. જેમાં તમામ ટીમોને પોતાના હૉમ ગ્રાઉન્ડ પર 7-7 મેચ રમવાની તક મળી હતી. હવે ભારતીય ક્રિકેટ કંટ્રૉલ બૉર્ડે પીચ ક્યૂરેટર્સ વિશે એક ખાસ વીડિયો રિલીઝ કર્યો છે, જેઓએ મેચમાં રમી શકાય એવી પીચ તૈયાર કરી છે, આ પીચ માટે તેમને અથાક મહેનત કરી છે.
BCCI દ્વારા રિલીઝ કરવામાં આવેલા આ વીડિયોમાં ચીફ પીચ ક્યૂરેટર આશિષ ભૌમિક ઉપરાંત ચીફ ક્યૂરેટર વેસ્ટ ઝૉને કહ્યું કે - કૉવિડ પછી પહેલીવાર અમે 12 અલગ-અલગ સ્ટેડિયમમાં રમી રહ્યા હતા. એમાંય 2 નવા સ્થળો હતા. હું આ ફિલ્ડમાં 26 વર્ષથી છું અને અમારા તમામ ક્યૂરેટર ખૂબ જ અનુભવી છે. અમે અમારી સાથે એગ્રીકલ્ચર ગ્રેજ્યૂએટ લોકોને સામેલ કરીએ છીએ, જેઓ જમીન વિશે સારી રીતે જાણે છે.
પીચ તૈયાર કરવી એ એક કળા છે, જેમાં કેટલું ઘાસ હોવું જોઈએ, આ બધુ ઘોંઘાટ ઘણી મહત્વનું છે. ગઇ સિઝનની મેચો માત્ર મુંબઈ અને પુણેમાં જ યોજાઈ હતી અને તે ખૂબ જ સફળ ટૂર્નામેન્ટ રહી હતી. આ સિઝનને વધુ સફળ બનાવવાનો પડકાર હતો. કારણ કે અલગ-અલગ સ્થળોએ અમારે અલગ-અલગ માટી અને તાપમાનને ધ્યાનમાં રાખીને તે મુજબ પીચ તૈયાર કરવાની હતી. જેથી બૉલ પીચ પર ન અટકે અને વધુ સારી ઝડપે આગળ વધે.
અમદાવાદની પીચની બાઉન્સ અને ગતિ ખુબ સારી -
આ વીડિયોમાં અમદાવાદની પીચ અંગે પીચ ક્યૂરેટર્સે જણાવ્યું કે ગઇ સિઝન 3ની મેચ અહીં રમાઈ હતી. આ સ્ટેડિયમની પીચ પર બાઉન્સ અને પેસ બાકીના સ્ટેડિયમ કરતાં ઘણી સારી છે. ભારતમાં બહુ ઓછી પીચો પર આવું જોવા મળે છે. ફાઇનલ મેચ સંપૂર્ણ રોમાંચક રહેવાની અપેક્ષા છે.