Aakash Chopra Covid-19 Positive: પૂર્વ ભારતીય ખેલાડી, અને જાણીતા કૉમેન્ટેટર અને ક્રિકેટ એક્સપર્ટ આકાશ ચોપડા કોરોનાની ઝપેટમાં આવી ગયો છે. જાણીતા હિન્દી કૉમેન્ટેટરે ખુદ આ વાતની જાણકારી આપી છે. તેને પોતાની યુટ્યૂબ ચેનલની કૉમ્યૂનિટી પૉસ્ટ દ્વારા સૌથી પહેલા આ વાતનો ખુલાસો કર્યો છે. આકાશ ચોપડાએ બતાવ્યુ કે, હવે તે થોડાક દિવસ સુધી IPL 2023માં કૉમેન્ટ્રી નહીં કરી શકો. 


આકાશ આજકાલ આઇપીએલ 2023 માં જિઓસિનેમા માટે હિન્દી કૉમેન્ટ્રી કરી રહ્યાં હતા, આકાશ ચોપડાએ પોતાના કૉમ્યૂનિટી પૉસ્ટ શેર કરતાં લખ્યુ- રૂકાવટ કે લિયે ખેદ હૈ... કૉવિડને ફિર સ્ટ્રાઇક કિયા હૈ. થોડાક દિવસો માટે કૉમેન્ટ્રી બૉક્સમાં નહીં જોવા મળું.અહીં પણ કૉન્ટેન્ટ થોડી ઓછી જ આવી શકશે. ગળુ ખરાબ છે, તો અવાજનો લોચો. જોઇ લેજો ભાઇ લોકો, ખોટુ ના માનતા. લક્ષણો સામાન્ય છે, ભગવાનનો આભાર છે. 


ટ્વીટર પર પણ આપી જાણકારી - 
દિગ્ગજે આ ઉપરાંત પોતાના અધિકારિક ટ્વીટર હેન્ડલ પરથી આ જાણકારીને શેર કરતાં તેને ટ્વીટ કરતા લખ્યુ- હા... સી (કૉવિડ) વાયરસે ફરીથી હુમલો કર્યો છે. બહુજ સામાન્ય લક્ષણ છે. બધુ કન્ટ્રૉલમાં છે. થોડાક દિવસો માટે કૉમેન્ટ્રીની ડ્યૂટીથી દુર રહીશ. મજબૂત વાપસીની આશા. 






હિન્દીના જાણીતા કૉમેન્ટેટર્સમાં છે સામેલ 
ઉલ્લેખની છે કે, આકાશ ચોપડા હિન્દીના જાણીતા કૉમેન્ટેટર્સમાંના એક છે. તેને પોતાની ગજબ કૉમેન્ટ્રીથી તમામને દિવાના બનાવ્યા છે. આઇપીએલ 2023થી પહેલા જિઓસિનેમાએ તેની સાથે કરાર કર્યો. આના પહેલા તે સ્ટાર સ્પૉર્ટ્સ નેટવર્ક માટેમ કરી રહ્યાં હતા.  


ભારત માટે પણ રમી ચૂક્યો છે ટેસ્ટ ક્રિકેટ 
નોંધનીય છે કે આકાશ ચોપડાએ ઓક્ટોબર 2003માં પોતાની આંતરરાષ્ટ્રીય ડેબ્યૂ કર્યુ હતુ, વળી, તેને પોતાની છેલ્લી આંતરરાષ્ટ્રીય મેચ ઓક્ટોબર, 2004 માં રમી હતી, પોતાની એક વર્ષની ઇન્ટરનેશનલ કેરિયરમાં આકાશે કુલ 10 ટેસ્ટ મેચ રમી. જેમા બેટિંગ કરતા તેને 23 ની એવરેજથી 437 રન બનાવ્યા હતા. આમાં તેને 2 ફિફ્ટી ફટકારી હતી, તેનો બેસ્ટ સ્કૉર 60 રનોનો રહ્યો છે.