Mumbai Indians Player Celebrated To Reach Playoff:  રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB) એ ગુજરાત ટાઇટન્સ (GT) સામે 6 વિકેટથી હારી જતાં તેમનું આ સિઝનમાં પ્લેઓફમાં પહોંચવાનું સપનું પણ તૂટી ગયું હતું. ગુજરાત તરફથી શુભમન ગિલે વિજયી સિક્સ ફટકારતાં જ મુંબઈ ઈન્ડિયન્સનું ટોપ-4માં સ્થાન સંપૂર્ણપણે નિશ્ચિત થઈ ગયું હતું. ગુજરાત, ચેન્નાઈ અને લખનૌ પહેલા જ પ્લેઓફમાં પોતાનું સ્થાન નિશ્ચિત કરી ચૂક્યું છે. હવે છેલ્લી લીગ મેચમાં RCBની હાર સાથે મુંબઈ પણ ટોપ-4માં પહોંચી ગયું છે.


ગુજરાતે આ મેચ જીતતાની સાથે જ મુંબઈ ઈન્ડિયન્સના ખેલાડીઓએ પણ પ્લેઓફમાં પહોંચવાની ઉજવણી કરી હતી. સોશિયલ મીડિયા પર સામે આવેલા વીડિયોમાં પીયૂષ ચાવલાથી લઈને ઈશાન કિશન સુધીના દરેક લોકો RCB અને ગુજરાત વચ્ચેની મેચ જોઈ રહ્યા હતા. આમાં, ગિલ વિજેતા રન બનાવતાની સાથે જ મુંબઈના તમામ ખેલાડીઓ ઉજવણી કરવાનું શરૂ કરે છે.






મુંબઈ ઈન્ડિયન્સ આરસીબીની મેચ પહેલા 21 મેના રોજ સનરાઈઝર્સ હૈદરાબાદ સામે પોતાની મેચ રમી ચૂકી છે. આ મેચમાં તેણે 201 રનનો ટાર્ગેટ 18 ઓવરમાં પૂરો કર્યો હતો. જેમાં કેમરન ગ્રીને 47 બોલમાં 100 રનની શાનદાર ઇનિંગ રમી હતી. આ જીત સાથે મુંબઈની ટીમ 16 પોઈન્ટ પર પહોંચી ગઈ છે અને ટોપ-4માં જગ્યા બનાવવામાં સફળ રહી છે.


હવે એલિમિનેટર મેચમાં મુંબઈ ઈન્ડિયન્સ લખનઉ સામે ટકરાશે


IPLની આ સિઝનની પ્લેઓફ મેચો 23 મેથી શરૂ થશે. પ્રથમ ક્વોલિફાયર મેચ 23 મેના રોજ ગુજરાત અને ચેન્નાઈ વચ્ચે રમાશે, ત્યારબાદ 24 મેના રોજ લખનઉ સુપર જાયન્ટ્સ અને મુંબઈ ઈન્ડિયન્સ વચ્ચે એલિમિનેટર મેચ રમાશે. આ બંને મેચ ચેન્નાઈના એમ.એ. ચિદમ્બરમ સ્ટેડિયમમાં રમાશે. આ પછી, બીજી ક્વોલિફાયર 26 મેના રોજ અને ફાઈનલ 28 મેના રોજ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે.






આ પણ વાંચોઃ


IPL 2023: RCB ની હાર બાદ ફેંસે શુભમન ગિલને ભરપેટ આપી ગાળો, ફરી તૂટ્યું કોહલીનું ખિતાબ જીતવાનું સપનું