Hyderabad Pitch Report: આઇપીએલ 2023ની આજે 47મી મેચ રમાશે. આજે સનરાઇઝર્સ હૈદરાબાદ (SRH)ની ટક્કર કોલકાતા નાઇટ રાઇડર્સ (KKR) સામે થવાની છે. આજની મેચ SRHના હૉમ ગ્રાઉન્ડ એટલે કે હૈદરાબાદના રાજીવ ગાંધી ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં રમાશે. આ સિઝનમાં અહીં વધુમાં વધુ 200+નો સ્કૉર પણ બન્યો છે, અને 144નો સ્કૉરને પણ બચાવવામાં આવ્યો છે. આવામાં આજની મેચમાં પીચના મૂડમાં અનિશ્ચિતતા હશે, પરંતુ એ નક્કી છે કે ફાસ્ટ બૉલરોને આ પીચમાંથી સારી મદદ મળવાની પુરેપુરી શક્યતા છે.


ખાસ વાત છે કે, હૈદરાબાદમાં છેલ્લા ત્રણ દિવસથી વરસાદ પડી રહ્યો છે. આવામાં પીચ મોટાભાગના સમયે કવર જ રહી છે, આ કારણે પીચ પર ભેજ છે. ફાસ્ટ બૉલરો આ ભેજનો સારો ફાયદો ઉઠાવી શકે છે. જોકે, આ પીચ પર ફાસ્ટ બૉલરોને હંમેશા માટે સારી મદદ મળતી રહી છે. આ સિઝનમાં અહીં સ્પીનરો પણ અસરકારક સાબિત થયા છે. સ્પિન બૉલરોએ અહીં ફાસ્ટ બૉલરો કરતાં વધુ ચુસ્ત બૉલિંગ કરી છે. IPL 2023માં સ્પીનરોનો સ્ટ્રાઈક રેટ 19.3 અને ઈકોનોમી રેટ 7.70 છે, વળી, ફાસ્ટ બૉલરોએ 8.18ની ઈકોનોમીથી રન આપ્યા છે અને 19.7ના સ્ટ્રાઈક રેટથી વિકેટો પણ લીધી છે.


ગઇ મેચમાં 144 રનોનો સ્કૉર પણ થયો હતો ડિફેન્ડ  - 
ગઇ મેચમાં પણ અહીં બૉલરોનો દબદબો રહ્યો હતો. SRHએ દિલ્હી કેપિટલ્સની ટીમને માત્ર 144 રન પર જ અટકાવી દીધી હતી, પરંતુ તે પછી દિલ્હીની ટીમે પણ SRHને ટાર્ગેટ પુરો ન હતો કરવા દીધો અને દિલ્હીની ટીમ 7 રનથી જીતી હતી. આ પહેલા રમાયેલી ત્રણ મેચોમાં અહીં બે ઇનિંગોમાં બૉલરોનો દબદબો રહ્યો હતો.


ચારમાંથી ત્રણ મેચ પહેલા બેટિંગ કરનારી ટીમો જીતી - 
હૈદરાબાદમાં ટૉસની ભૂમિકા પણ મહત્વની સાબિત થઇ શકે છે. હકીકતમાં આ સિઝનમાં આ મેદાન પર રમાયેલી ચાર મેચોમાંથી ત્રણ મેચમાં પ્રથમ બેટિંગ કરીને ટીમો જીતી છે. જો ટીમ પ્રથમ બેટિંગ કરતી વખતે 150+ સુધીનો સ્કૉર કરી દે છે, તો તેના જીતવાના ચાન્સ ખુબ વધી જાય છે.