IPL 2023: ઇન્ડિયન પ્રીમિયર લીગમાં ગઇરાત્રે રમાયેલી 13મી મેચનો જોશ દર્શકોના દિલમાંથી હજુ પણ ઉતર્યો નથી. કેમ કે આ મેચ આઇપીએલ ઇતિહાસની સૌથી રોમાંચક મેચ બની ગઇ છે. આ મેચમાં છેલ્લી બે ઓવરમાં તમામ લોકોની અટકળોને ખોટી સાબિત થઇ હતી, ગુજરાત ટાઇટન્સ અને કોલકત્તા નાઇટ રાઇડર્સ વચ્ચેની મેચમાં એક સમય એવો આવ્યો હતો જ્યારે કોલકાતા હારની ખુબ નજીક પહોંચી ગયુ હતુ. કેપ્ટન નીતિશ રાણાના ચહેરા પર હારની નિરાશા સ્પષ્ટ રીતે દેખાતી હતી. પરંતુ છેલ્લી 2 ઓવરમાં રમત જ આખેઆખી પલટાઈ ગઈ. જુઓ અહીં છેલ્લી બે ઓવરમાં પલટાઇ ગઇ ને હારેલી બાજી કેવી રીતે રિન્કુ સિંહે જીતી લીધી.


છેલ્લી બે ઓવરમાં કોલકત્તા નાઇટ રાઇડર્સને જીતવા માટે 43 રનની જરૂર હતી. અને લાગી રહ્યું હતુ કે, કોલકાતામાંથી ફેંકાઇ ગયુ છે, ફાસ્ટ બૉલર જોશુઆ લિટલે 19મી ઓવરમાં 14 રન આપ્યા. આ ઓવરમાં રિન્કુ સિંહના બેટમાંથી એક ફૉર અને એક સિક્સર નીકળી.


19મી ઓવર-
પ્રથમ બૉલ – વાઈડ
પ્રથમ બૉલ – વાઈડ
પહેલો બૉલ – 1 રન
બીજો બૉલ – 1 રન
ત્રીજો બૉલ – 0 રન
ચોથો બૉલ – 0 રન
પાંચમો બૉલ – 6 રન
છઠ્ઠો બૉલ – 4 રન


અંતિમ ઓવરમાં મેચ પલટાઇ......
હવે 20મી ઓવરમાં કોલકાતાને જીતવા માટે 6 બૉલમાં 29 રનની જરૂર હતી. ઉમેશ યાદવે પણ મેચમાં રિન્કુ સિંહનો જોરદાર સપોર્ટ કર્યો. ગુજરાત મેચમાં લગભગ બની ગઇ હતી, અને આ સમયે કેપ્ટન રાશિદ ખાને યશ દયાલને બૉલિંગ આપી, પરંતુ ઉમેશે પ્રથમ બૉલ પર સિંગલ લીધો. આ પછી રિન્કુએ બાકીને પાંચેય બૉલમાં ધનાધન એક પછી એક સિક્સરો ફટકારીને મેચનું પાસુ પલટી નાંખ્યુ હતુ, અને કોલકત્તાને મેચ જીતાડી દીધી હતી.


આ રીતે છેલ્લી ઓવર
પહેલો બૉલ – 1 રન
બીજો બૉલ – 6 રન
ત્રીજો બૉલ – 6 રન
ચોથો બૉલ – 6 રન
પાંચમો બૉલ – 6 રન
છઠ્ઠો બૉલ – 6 રન