KKR vs PBKS Head To Head: આઇપીએલ 2023માં આજે એકબાજુ કોલકત્તા નાઇટ રાઇડર્સની ટીમ હશે તો બીજીબાજુ પંજાબ કિંગ્સ દેખાશે. બન્ને ટીમો આમ તો શાનદાર રીતે રમી રહી છે, અને બન્નેમાં મેચ વિનર ખેલાડીઓ છે. હવે આજે જોવાનું એ રહેશે કે નીતિશ રાણાની આગેવાની વાળી કોલકત્તા નાઈટ રાઈડર્સ ઈડન ગાર્ડન્સમાં પંજાબ કિંગ્સને હરાવશે કે નહીં ? શું શિખર ધવનની ટીમ મુંબઈ ઈન્ડિયન્સ સામે મળેલી હારમાંથી બહાર આવી શકશે કે નહીં ? ખરેખરમાં, બંને ટીમો મેચ જીતીને પૉઈન્ટ ટેબલમાં પોતાનુ સ્થાન મજબૂત કરવા માંગશે. પંજાબ કિંગ્સના 10 મેચમાં 10 પૉઈન્ટ છે સાથે પોઈન્ટ ટેબલમાં સાતમા નંબર પર છે. વળી, કોલકતા નાઈટ રાઈડર્સની ટીમ પણ 10 મેચમાં 8 પૉઈન્ટ સાથે પૉઈન્ટ ટેબલમાં આઠમા નંબર પર છે.
શું કહે છે બન્ને ટીમોના આંકડા ?
આંકડા દર્શાવે છે કે કોલકતા નાઈટ રાઈડર્સ અને પંજાબ કિંગ્સ આઈપીએલ ઈતિહાસમાં 31 વખત સામસામે આવી ચૂકી છે. કોલકતા નાઈટ રાઈડર્સે પંજાબ કિંગ્સને 20 મેચમાં હરાવ્યું છે. તો પંજાબ કિંગ્સે કોલકતા નાઈટ રાઈડર્સને 11 મેચમાં હરાવ્યું છે. આ રીતે આંકડાઓ પ્રમાણે, કોલકાતા નાઈટ રાઈડર્સને પંજાબ કિંગ્સ સામે મોટો ફાયદો રહેશે, પરંતુ શું શિખર ધવનની આગેવાની વાળી પંજાબ કિંગ્સની ટીમ આજની મેચમાં કાઉન્ટર એટેક કરી શકશે કે નહીં ? જોકે, આ મેચમાં કઈ ટીમને સફળતા મળે છે તે તો સમય જ કહેશે, પરંતુ ફેન્સ રોમાંચક મેચની અપેક્ષા રાખી રહ્યા છે.
શું કોલકત્તાને હરાવી શકશે પંજાબ ?
આ ઉપરાંત પંજાબ કિંગ્સ સામે કોલકતા નાઈટ રાઈડર્સનો સર્વોચ્ચ સ્કૉર 245 રન છે. વળી કોલકાતા નાઈટ રાઈડર્સ સામે પંજાબ કિંગ્સનો સર્વોચ્ચ સ્કૉર 214 રનોનો છે. પંજાબ કિંગ્સ સામે કોલકાતા નાઈટ રાઈડર્સનો સૌથી ઓછો સ્કૉર 109 રનોનો છે. તો કોલકાતા નાઈટ રાઈડર્સ સામે પંજાબ કિંગ્સનો ઓછામાં ઓછો સ્કૉર 119 રનોનો છે. જોકે, આ સિઝનમાં જ્યારે બંને ટીમો પ્રથમ વખત સામસામે આવી હતી, તો તે મેચમાં પંજાબ કિંગ્સે કોલકાતા નાઈટ રાઈડર્સને 7 રનથી હરાવ્યું હતું.