MI vs RCB Playing11: IPLમાં આજે ભારતના બે દિગ્ગજ બેટ્સમેનો રોહિત શર્મા અને વિરાટ કોહલી આમને-સામને ટકરાશે, બન્ને અનુભવી ખેલાડીઓની ટીમો આજે (2 એપ્રિલ) સાંજે 7.30 વાગે મેદાનમાં ટકરાશે. મુંબઈ ઈન્ડિયન્સ અને રૉયલ ચેલેન્જર્સ વચ્ચેની આ મેચ બેંગલુરુના એમ ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં રમાશે. મુંબઈ ઈન્ડિયન્સ તેની છેલ્લી આઈપીએલ સિઝનની ખરાબ યાદોને ભૂલીને નવેસરથી પોતાના અભિયાનની શરૂઆત કરવા માંગશે, તો RCB ગઇ સિઝનના પ્રદર્શનને જાળવી રાખી તેમાં વધુ સુધારો કરવાનો કવાયત કરશે.
IPLની ગઇ સિઝનમાં મુંબઈ ઈન્ડિયન્સ પૉઈન્ટ ટેબલમાં છેલ્લા સ્થાને હતી. તો બીજીતરફ RCBની ટીમે પ્લેઓફમાં જગ્યા બનાવી લીધી, પરંતુ ફાઇનલમાં પહોંચી શકી નહીં. ઉલ્લેખનીય છે કે, મુંબઈ ઈન્ડિયન્સે સૌથી વધુ વખત આઈપીએલ ટ્રોફી જીતી છે, જ્યારે RCB હજુ પણ તેની પ્રથમ ટ્રોફીની રાહ જોઈ રહ્યું છે.
બન્ને ટીમોના કેટલાય ખેલાડીઓ રહેશે હાજર -
મુંબઈ ઈન્ડિયન્સ અને રૉયલ ચેલેન્જર્સ બેંગ્લોરની ટીમમાં એકથી એક ચઢિયાતા ખેલાડીઓ છે. જોકે આ પ્રથમ મેચમાં બંને ટીમના ઘણા મહત્વના ખેલાડીઓ ગેરહાજર રહેશે. જસપ્રીત બુમરાહ અને જાય રિચર્ડસન આખી આ સિઝનમાંથી મુંબઈ ઈન્ડિયન્સની ટીમમાંથી બહાર થઈ ગયા છે, તો વળી સ્ટાર બૉલર જોફ્રા આર્ચરનું પણ સામેલ થવાનું હજુ સુધી કંઇજ નક્કી નથી. બીજીતરફ, વનિંદુ હસરંગા, રજત પાટીદાર અને જૉશ હેઝલવુડ આરસીબીમાંથી બહાર રહેશે. વાનિંદુ હાલમાં ન્યૂઝીલેન્ડમાં ટી20 સીરીઝ રમી રહ્યો છે. રજત પાટીદાર તેની ઈજામાંથી સાજા થવા માટે NCAમાં છે અને હેઝલવુડ પણ ઈજાને કારણે પ્રારંભિક મેચોમાંથી બહાર થઈ ગયો છે.
કેવી હોઇ શકે છે બન્નેની પ્લેઇંગ ઇલેવન -11 ?
મુંબઈ ઈન્ડિયન્સ ટીમ -
રોહિત શર્મા (કેપ્ટન), ઈશાન કિશન (વિકેટકીપર), સૂર્યકુમાર યાદવ, ટિમ ડેવિડ, કેમરોન ગ્રીન, રમનદીપ સિંહ, જોફ્રા આર્ચર, ઋતિક શૌકિન, સંદીપ વૉરિયર, જેસન બેહરનડોર્ફ.
રૉયલ ચેલેન્જર્સ બેંગ્લોર ટીમ -
ફાફ ડુપ્લેસીસ (કેપ્ટન), વિરાટ કોહલી, મહિપાલ લોમરૉર, ગ્લેન મેક્સવેલ, માઈકલ બ્રેસવેલ, દિનેશ કાર્તિક, શાહબાઝ અહેમદ, હર્ષલ પટેલ, આકાશદીપ, રીસે ટોપલી, મોહમ્મદ સિરાજ.