RR vs SRH, IPL 2023 Points Table: ઇન્ડિયન પ્રીમિયર લીગમાં ગઇકાલે સનરાઇઝર્સ હૈદરાબાદ (SRH) અને રાજસ્થાન રૉયલ્સ (RR) રોમાંચક મેચ જોવા મળી, આ મેચમાં હૈદરાબાદે છેલ્લા બૉલે રાજસ્થાનને 4 વિકેટથી હરાવીને મેચ છીનવી લીધી. જીત મળતાની સાથે જ હૈદરાબાદે પોતાની પ્લેઓફમાં પહોંચવાની આશાને પણ જીવંત રાખી છે. ઉલ્લેખનીય છે કે, રાજસ્થાને આ મેચમાં હૈદરાબાદને જીતવા માટે 215 રનનો ટાર્ગેટ આપ્યો હતો, જેને હૈદરાબાદે ઇનિંગના છેલ્લા બૉલે પર સિક્સર ફટકારીને હાંસલ કરી લીધો હતો. આ જીત સાથે જ હૈદરાબાદ ફરી 8 પૉઈન્ટ સાથે પૉઈન્ટ ટેબલમાં 9મા સ્થાન પર પહોંચી ગયુ છે. 


આ મેચમાં રાજસ્થાન રૉયલ્સની હારને કારણે હવે પ્લેઓફમાં પહોંચવાનો તેનો રસ્તો થોડો મુશ્કેલ બની ગયો છે. રાજસ્થાન હાલમાં 11 મેચમાં 5 જીત અને 6 હાર સાથે પૉઈન્ટ ટેબલમાં ચોથા સ્થાન પર છે. પૉઈન્ટ ટેબલમાં પ્રથમ 2 સ્થાન પર 16 પૉઈન્ટ સાથે ગુજરાત ટાઈટન્સ અને 13 પૉઈન્ટ સાથે ચેન્નાઈ સુપર કિંગ્સનો કબજો છે. લખનઉની ટીમ હાલમાં 11 પૉઈન્ટ સાથે પૉઈન્ટ ટેબલમાં ત્રીજા સ્થાન પર છે.


દિલ્હીની ટીમ ફરી 10માં સ્થાને પહોંચી - 
અત્યારે પૉઈન્ટ ટેબલમાં 3 ટીમના 10 પૉઈન્ટ છે. રૉયલ ચેલેન્જર્સ બેંગ્લૉર 5માં, મુંબઈ ઈન્ડિયન્સ 6ઠ્ઠા જ્યારે પંજાબ કિંગ્સ 7માં સ્થાન પર છે. RCBના વધુ સારા નેટ રન રેટને કારણે તે હાલમાં પૉઈન્ટ ટેબલમાં આ બંને ટીમોથી ઉપર છે. કોલકતા નાઈટ રાઈડર્સની ટીમ અત્યારે પૉઈન્ટ ટેબલમાં 8મા સ્થાન પર છે. KKR અત્યાર સુધી 10 માંથી માત્ર 4 મેચ જીતી શકી છે અને તેમનો નેટ રનરેટ હાલમાં -0.103નો છે.


દિલ્હી કેપિટલ્સની ટીમ ફરી એકવાર પૉઈન્ટ ટેબલમાં છેલ્લા સ્થાન પર પહોંચી ગઈ છે. ટીમના અત્યારે 10 મેચ બાદ 8 પૉઈન્ટ છે અને નેટ રનરેટ -0.529 છે.