ઇન્ડિયન પ્રિમિયર લીગની 16મી સીઝનની 11મી લીગ મેચમાં દિલ્હી કેપિટલ્સની ટીમે રાજસ્થાન રોયલ્સ સામે ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો છે. આ મેચમાં દિલ્હીની ટીમમાં મોટો ફેરફાર જોવા મળ્યો હતો. દિલ્હીએ યુવા ઓપનિંગ બેટ્સમેન પૃથ્વી શૉને પ્લેઈંગ 11માંથી બહાર કરી દીધો છે. શૉએ પ્રથમ 2 મેચમાં ખૂબ જ ખરાબ પ્રદર્શન કર્યું હતું, જેમાં તે લખનઉ સામે 12 રન અને ગુજરાત સામે માત્ર 7 રન બનાવીને પેવેલિયન પરત ફર્યો હતો.






આ મેચમાં દિલ્હી કેપિટલ્સે પૃથ્વી શૉને ઈમ્પેક્ટ પ્લેયર્સની યાદીમાં સામેલ કરવાનો નિર્ણય કર્યો હતો. મનીષ પાંડે ડેવિડ વોર્નર સાથે ઓપનિંગની જવાબદારી સંભાળતો જોવા મળી શકે છે. આ સિવાય દિલ્હી કેપિટલ્સ ટીમમાં જે અન્ય મોટો ફેરફાર જોવા મળ્યો છે.






દિલ્હી કેપિટલ્સે પણ આ મેચ માટે ઇમ્પેક્ટ ખેલાડીઓના લિસ્ટમાં સરફરાઝ ખાનને સામેલ કરવાનો નિર્ણય કર્યો છે. આ સીઝનમાં અત્યાર સુધી સરફરાઝે 4 અને 30 રનની ઇનિંગ્સ રમી છે. બીજી તરફ, રાજસ્થાનની ટીમમાં થયેલા ફેરફારો વિશે વાત કરીએ તો, દેવદત્ત પડ્ડીકલને પ્લેઇંગ ઇલેવનમાંથી બહાર કરી દેવામાં આવ્યો છે. રાજસ્થાને પ્લેઇંગ 11માં સંદીપ શર્મા અને ધ્રુવ ઝુરેલને સ્થાન આપ્યું છે.






રાજસ્થાનની ટીમે આ મેચની પ્લેઈંગ 11માં બે મોટા ફેરફાર કર્યા છે, જેમાં ગત મેચમાં ઈમ્પેક્ટ પ્લેયર તરીકે રમનાર ધ્રુવ ઝુરેલનો સમાવેશ કરવામાં આવ્યો છે, આ સિવાય ટીમે બોલિંગમાં સંદીપ શર્માને પણ સામેલ કરવાનો નિર્ણય લીધો છે.






 


IPL: હાર્દિકની ટીમમાં ધમાલ મચાવી રહ્યો છે આ ખતરનાક બેટ્સમેન, એકસમયે પંજાબ કિંગ્સે અપમાનિત કરીને છીનવી લીધી હતી કેપ્ટનશીપ,


IPL: ઇન્ડિયન પ્રીમિયર લીગની 16મી સિઝનની શરૂઆત થઇ ચૂકી છે. અત્યારે તમામ ટીમો એકબીજા સામે ટકરાઇ રહી છે, અને હવે આ કડીમાં હાર્દિક પંડ્યાની ટીમ સૌથી ઉપર છે, અત્યારે પૉઇન્ટ ટેબલમાં હાર્દિકની ટીમ તમામ બે મેચો જીતીને ટૉપ પર છે, હાર્દિકની ટીમમાં હવે એક ખતરનાક ખેલાડીનો વાપસી થઇ ચૂકી છે, જે ગઇ સિઝનનો વિનર પણ છે. જેનુ નામ છે ડેવિડ મિલર. ડેવિડ મિલર સાઉથ આફ્રિકન સ્ટાર બેટ્સમેન છે. અને આઇપીએલમાં ધમાલ મચાવી રહ્યો છે. 


ખાસ વાત છે કે, IPL 2023માં ગુજરાત ટાઈટન્સે ગઇકાલે રમાયેલી પોતાની બીજી મેચમાં દિલ્હી કેપિટલ્સને 6 વિકેટે હરાવી દીધુ. આ મેચમાં દિલ્હીએ પહેલા બેટિંગ કરતા 162 રન બનાવ્યા હતા. જેના જવાબમાં ગુજરાત ટાઈટન્સની ટીમે 11 બૉલ બાકી રહેતા 4 વિકેટથી મેચ પોતાના નામે કરી હતી. ગુજરાતનો એક બેટ્સમેન ગત સિઝનથી શાનદાર ફોર્મમાં છે. લક્ષ્યનો પીછો કરતી વખતે તેની એવરેજ 150થી પણ વધુ હોય છે. આ બેટ્સમેનની બેટિંગ એવરેજ મહાન ક્રિકેટર ડોન બ્રેડમેનની ટેસ્ટ એવરેજ કરતા પણ સારી છે.