IPL 2023: ઇન્ડિયન પ્રીમિયર લીગનું ગઇકાલે સમાપન થઇ ગયુ છે, 16મી સિઝનમાં ગઇકાલે રાત્રે રોમાંચક ફાઇનલ મેચમાં ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2023નું ચેમ્પીયન મળી ગયુ છે. સોમવારે રાત્રે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાયેલી ફાઇનલ મેચમાં ધોનીની આગેવાની વાળી ચેન્નાઇ સુપર કિંગ્સે છેલ્લા બૉલ પર હાર્દિક પંડ્યાની આગેવાની વાળી ગુજરાત ટાઇટન્સની ટીમને પાંચ વિકેટથી હરાવી દીધુ, આ સાથે જ ધોનીની ટીમ પાંચમી વાર ચેમ્પીયન બની ચૂકી છે. ડકવર્થ લૂઇસ નિયમ અંતર્ગત 15 ઓવરોમાં જીત માટે 171 રનોનો ટાર્ગેટ મળ્યો હતો, જેને મેચની છેલ્લી ઓવરના છેલ્લા બૉલ પુર કરાયો હતો.
ખાસ વાત છે કે, ફાઇનલ મેચ બાદ એવૉર્ડ્સ સમારોહનું આયોજન થયુ હતુ, જેમાં ચેમ્પીયન ટીમ અને રનર-અપ ટીમ પર પૈસાનો વરસાદ થયો હતો, આ ઉપરાંત ટૂર્નામેન્ટમાં બેસ્ટ પ્રદર્શન કરનારા ખેલાડીઓને એવૉર્ડ્સ આપવામા આવ્યા હતા. વિજેત ટીમ સુપર કિંગ્સને 20 કરોડ રૂપિયા મળ્યા જ્યારે રનર-અપ ટીમ ગુજરાત ટાઇટન્સને 12.50 કરોડ રૂપિયા મળ્યા હતા. વળી, ગુજરાત ટાઇટન્સના ખેલાડીઓમાં શુભમન ગીલને ઓરેન્જ કેપ અને શમીને પર્પલ કેપ જીતી છે. અહીં અમે તમને આઇપીએલમાં સૌથી વધુ રન બનાવનારા અને સૌથી વધુ વિકેટ લેનારા ભારતીયો વિશે વાત કરી રહ્યાં છે, આ લિસ્ટમાં ટૉપ 5માં ભારતીયોનો દબદબો રહ્યો છે....
આઇપીએલ 2023માં સૌથી વધુ રન બનાવનારા ખેલાડીઓ -
• શુભમન ગીલ (ગુજરાત ટાઇટન્સ) - 890 રન
• ફૂક ડૂ પ્લેસીસ (રૉયલ ચેલેન્જર્સ બેંગ્લૉર) - 730 રન
• ડેવૉન કૉનવે (ચેન્નાઇ સુપર કિંગ્સ)- 672 રન
• વિરાટ કોહલી (રૉયલ ચેલેન્જર્સ બેંગ્લૉર) - 639 રન
• યશસ્વી જાયસ્વાલ (રાજસ્થાન રૉયલ્સ) - 625 રન
આઇપીએલ 2023માં સૌથી વધુ વિકેટો લેનારા ખેલાડીઓ -
• મોહમ્મદ શમી (ગુજરાત ટાઇટન્સ) - 28 વિકેટ
• મોહિત શર્મા (ગુજરાત ટાઇટન્સ)- 27 વિકેટ
• રાશિદ ખાન (ગુજરાત ટાઇટન્સ) - 27 વિકેટ
• પીયુષ ચાવલા (મુંબઇ ઇન્ડિયન્સ) - 22 વિકેટ
• યુજવેન્દ્ર ચહલ (રાજસ્થાન રૉયલ્સ) - 21 વિકેટ