Rajasthan Royals vs Punjab Kings: IPL 2023માં આજે (5 એપ્રિલ) પંજાબ કિંગ્સ અને રાજસ્થાન રૉયલ્સની વચ્ચે ટક્કર થશે. બન્ને ટીમો ગોવાહાટીના કે બારસપારા ક્રિકેટ સ્ટેડિયમમાં સાંજે 7.30 વાગે આમને સામને ટકરાશે. બન્ને ટીમોએ IPLની આ સિઝનની શરૂઆત જીત સાથે કરી ચૂકી છે. પંજાબ કિંગ્સે પહેલી મેચમાં કોલકત્તાને હરાવ્યુ હતુ, તો વળી, રાજસ્થાને હૈદરાબાદ પર જીત હાંસલ કરી હતી. આવામાં આજની મેચમાં જબરદસ્ત ટક્કર જોવા મળી શકે છે.  


આમ તો, IPLમાં અત્યાર સુધી રાજસ્થાનની ટીમ પંજાબ કિંગ્સ પર હાવી જ રહી છે. બન્ને ટીમોની વચ્ચે રમાયેલી 24 મેચોમાંથી 14 મેચોમાં રાજસ્થાન રૉયલ્સે જીત હાંસલ કરી છે, વળી, પંજાબ કિંગ્સની ટીમે માત્ર 9 મેચોમાં જ બાજી મારી છે. બન્ને વચ્ચે એક મેચ ટાઇ પણ રહી છે. 


રાજસ્થાન રૉયલ્સ ગઇ વખતની ફાઇનાલિસ્ટ રહી છે, વળી, પંજાબ કિંગ્સ ગઇ સિઝનમાં પ્લેઓફમાં પણ નહતી પહોંચી શકી. આ વખતે રાજસ્થાન રૉયલ્સની ટીમમાં સારુ સંતુલન દેખાઇ રહ્યું છે. વળી, પંજાબ કિંગ્સની બેટિંગ અને સ્પિન બૉલિંગ પરફોર્મન્સમાં થોડી નિયમિતતા બતાવવી પડશે.  


આ વખતે કોણ મારશે બાજી ?
રાજસ્થાન રૉયલ્સ ટીમનું પલડુ આ વખતે પણ પંજાબ કિંગ્સ પર ભારે લાગી રહ્યું છે. રાજસ્થાનનો ટૉપ ઓર્ડર મજબૂત છે. આ સાથે એક ઝડપી અને સ્પિન ઓલરાઉન્ડર પણ છે, જે આ ટીમની બેટિંગને ડીપ લઇ જઇ શકે છે. રાજસ્થાન પાસે ચહલ અને અશ્વિનની દિગ્ગજ સ્પિન જોડી પણ છે. જોકે ફાસ્ટ બૉલિંગના મામલે તે પંજાબ કિંગ્સ કરતા ઘણી પાછળ છે.


પંજાબ કિંગ્સ પાસે સેમ કરન, અર્શદીપ સિંહ અને કાગિસો રબાડા જેવા સ્ટાર બૉલરો છે, જ્યારે રાજસ્થાન રૉયલ્સ પાસે ટ્રેન્ટ બૉલ્ટ જેવું મોટું નામ છે. પંજાબ પાસે સ્પિન અને ઝડપી બૉલિંગ ઓલરાઉન્ડર પણ છે, પરંતુ પંજાબ પાસે વિશ્વસનીય બેટ્સમેનોના લિમીટેડ ઓપ્શન્સ છે.