RR vs PBKS Possible Playing11: IPL 2023માં આજે રમાનારી પંજાબ કિંગ્સ વિરુદ્ધ રાજસ્થાન રૉયલ્સની મેચમાં બન્ને ટીમો પોતાની ગઇ પ્લેઇંગ ઇલેવન સાથે જ મેદાનમાં ઉતરી શકે છે. કેમ કે બન્ને ટીમોનું આ કૉમ્બિનેશન ખુબ જ યોગ્ય છે. ખરેખરમાં, આ બન્ને ટીમો પોતાની પહેલી મેચમાં જીત હાંસલ કરીને આવી છે, આવામાં આજની બીજી મેચમાં બન્ને ટીમોની પ્લેઇંગ ઇલેવન કેવી રહેશે અને કોણ બની શકે છે આજે ઇમ્પેક્ટ પ્લેયર, જાણો અહીં.... 


સંજૂ સેમસનની કેપ્ટનશીપ વાળી રાજસ્થાન રૉયલ્સ ટીમને જો પહેલા બેટિંગ કરવાનો મોકો મળે છે, તો આ ટીમ ગઇ પ્લેંઇગ ઇલેવન સાથે જ મેદાનમાં ઉતરી શકે છે. અહીં ઇમ્પેક્ટ પ્લેયરમાં નવદીપ સૈનીની જગ્યાએ કુલદીપ સેન કે સંદીપ શર્માને મોકો મળી શકે છે. જોકે બાદમાં બેટિંગની સ્થિતિમાં રાજસ્થાનની ટીમ દેવદત્ત પડીક્કલની જગ્યાએ એક વધારાનો બૉલરને રમાડી શકે છે, અને બાદમાં પડીક્કલને ઇમ્પેક્ટ પ્લેયર તરીકે યૂઝ કરી શકે છે. 


રાજસ્થાન રૉયલ્સની સંભવિત પ્લેઇંગ ઇલેવન - (પહેલા બેટિંગ આવશે તો)
યશસ્વી જાયસ્વાલ, જૉસ બટલર, સંજૂ સેમસન, દેવદત્ત પડીક્કલ, શિમરૉન હેટમાયર, રિયાન પરાગ, જેસન હૉલ્ડર, આર.અશ્વિન, ટ્રેન્ટ બૉલ્ટ, કેએમ આસિફ, યુજવેન્દ્ર ચહલ.


સંભવિત ઇમ્પેક્ટ પ્લેયર- સંદી શર્મા કે કુલદીપ સેન


રાજસ્થાન રૉયલ્સ સંભવિત પ્લેઇંગ ઇલેવન - (પહેલા બૉલિંગ આવશે તો)
યશસ્વી જાયસ્વાલ, જૉસ બટલર, સંજૂ સેમસન, શિમરૉન હેટમાયર, રિયાન પરાગ, જેસન હૉલ્ડર, આર. અશ્વિન, ટ્રેન્ટ બૉલ્ટ, કેએમ આસિફ, યુજવેન્દ્ર ચહલ, કુલદીપ સેન/ મુરુગન અશ્વિન.


સંભવિત ઇમ્પેક્ટ પ્લેયર- દેવદત્ત પડીક્કલ 


પંજાબ કિંગ્સમાં મોટો ફેરફાર નહી -
પંજાબ કિંગ્સ પહેલા બેટિંગની સ્થિતિમાં પ્લેઇંગ ઇલેવનમાં એક ફેરફાર કરી શકે છે.ઓસ્ટ્રેલિયન ફાસ્ટ બૉલર નાથન એલિસની જગ્યાએ કગિસો રબાડાને મોકો આપી શકે છે. કેમ કે આ પ્રૉટિયાઝ બૉલર હવે પંજાબની સ્ક્વૉડ સાથે જોડાઇ ચૂક્યો છે. પહેલા બૉલિંગ કરવાની સ્થિતિમાં પંજાબ કિંગ્સની ટીમ પોતાની શરૂઆતી લાઇન-અપમાં એક વધારાનો બૉલર રમાડી શકે છે, અને બીજી ઇનિંગમાં એક બૉલરને બેટ્સમેનમાં રિપ્લેસ કરી શકે છે.  


પંજાબ કિંગ્સની સંભવિત પ્લેઇંગ ઇલેવન -(પહેલા બેટિંગ)
પ્રભસિમન સિંહ, શિખર ધવન, ભાનુકા રાજપક્ષે, જિતેશ શર્મા, સિકન્દર રજા, સેમ કરન, એમ શાહરૂખ ખાન, હરપ્રીત બરાર, રાહુલ ચાહર, અર્શદીપ સિંહ, કગિસો રબાડા. 


સંભવિત ઇમ્પેક્ટ પ્લેયર - ઋષિ ધવન


પંજાબ કિંગ્સની સંભવિત પ્લેઇંગ ઇલેવન -(પહેલા બૉલિંગ)
પ્રભસિમન સિંહ, શિખર ધવન, જિતેશ શર્મા, સિકન્દર રજા, સેમ કરન, એમ શાહરૂખ ખાન, હરપ્રીત બરાર, રાહુલ ચાહર, અર્શદીપ સિંહ, કગિસો રબાડા, ઋષિ ધવન/ રાજ અંગદ બાવવા.


સંભવિત ઇમ્પેક્ટ પ્લેયર - ભાનુકા રાજપક્ષે