MI vs LSG, IPL 2023: આજે ઇન્ડિયન પ્રીમિયર લીગ લખનઉ સુપર જાયન્ટ્સની ટક્કર મુંબઇ ઇન્ડિયન્સ સામે થવાની છે, બન્ને ટીમોનો પ્રયાસ રહેશ કે આજની મેચ જીતીને પ્લેઓફની રેસમાં ટકી રહે. આઇપીએલ અંતિમ તબક્કામાં હોવા છતાં એકમાત્ર ટીમ ગુજરાત ટાઇટન્સ જ પ્લેઓફમાં પહોંચવામાં સફળ રહી છે. હજુ પણ ત્રણ સ્થાન માટે કટોકટીની સ્થિતિ છે. આજે ટૂર્નામેન્ટની 63મી મેચ રમાશે, આ મેચ લખનઉના ઇકાના ક્રિકેટ સ્ટેડિયમમાં રમાશે. આ પહેલા જાણો શું છે લખનઉ અને મુંબઇ વચ્ચેના આંકડા, કેવો છે ઇકાનાની પીચનો મિજાજ અને શું હોઇ શકે છે આજની બન્નેની સંભવિત પ્લેઇંગ ઇલેવન......


બન્ને પહેલીવાર આમને સામને - 
ઉલ્લેખનીય છે કે, લખનઉના ઈકાના સ્ટેડિયમમાં પહેલીવાર બંને ટીમો આમને-સામને ટકરાશે. અત્યાર સુધી બંને વચ્ચે માત્ર મુંબઈમાં જ મેચો રમાઈ છે. આવામાં આજે લખનઉ હોમ ગ્રાઉન્ડનો ફાયદો ઉઠાવી શકે છે. જો લખનઉ આજની મેચ હારી જશે તો તે પ્લેઓફની રેસમાંથી બહાર ફેંકાઇ જશે. તો વળી, મુંબઈને મેચ હાર્યા બાદ પણ ટકી રહેવાની તક મળશે. 


કેવી છે એકાના સ્ટેડિયમની પીચ -  
ભારત રત્ન શ્રી અટલ બિહારી વાજપેયી ઇકાના ક્રિકેટ સ્ટેડિયમ લખનઉમાં આવેલું છે. તે IPL 2023થી લખનઉ સુપરજાયન્ટ્સનું હૉમ ગ્રાઉન્ડ છે. જોકે, સ્ટેડિયમનું ઉદઘાટન 2017માં થયું હતું. બીજીબાજુ જો આ મેદાનની પીચની વાત કરીએ તો અહીં ફાસ્ટ બૉલરોને ખુબ જ મદદ મળે છે.


આજની મેચ માટે આવી હોઇ શકે છે બન્નેની સંભવિત પ્લેઇંગ ઇલેવન - 


લખનઉ સુપર જાયન્ટ્સની ટીમ - 
કાઈલી મેયર્સ, ક્વિટૉન ડિકૉક, પ્રેરક માંકડ, માર્કસ સ્ટૉઈનિસ, નિકૉલસ પૂરન, કૃણાલ પંડ્યા, અમિત મિશ્રા, યશ ઠાકુર, રવિ બિશ્નોઈ, યુદ્ધવીર સિંહ, આવેશ ખાન.


મુંબઇ ઇન્ડિયન્સની ટીમ - 
ઈશાન કિશન, રોહિત શર્મા, સૂર્યકુમાર યાદવ, નેહલ વઢેરા, વિષ્ણુ વિનોદ, ટિમ ડેવિડ, કેમરૂન ગ્રીન, ક્રિસ જૉર્ડન, જેસન બેહરેનડૉર્ફ, કુમાર કાર્તિકેય, આકાશ મધવાલ.