IPL 2023 Sara Tendulkar: અત્યારે ભારતમાં આઇપીએલની સિઝન 16 ચાલી રહી છે, આઇપીએલ 2023માં પહેલીવાર ગઇકાલે રમાયેલી મેચમાં એક ખાસ વાત સામે આવી છે. ગઇકાલે મુંબઇ ઇન્ડિયન્સ અને કોલકત્તા નાઇટ રાઇડર્સ વચ્ચે રમાયેલી મેચમાં પહેલીવાર મેદાન પર માસ્ટર બ્લાસ્ટર ક્રિકેટર સચીન તેંદુલકરનો દીકરો અર્જૂન કપૂર મેદાનમાં જોવા મળ્યો. આ તેની આઇપીએલ ડેબ્યૂ મેચ હતી. સચિનનો દીકરો અર્જૂન તેંદુલકરે વાનખેડે મેદાન પર રમાયેલી મેચમાં મુંબઈ ઈન્ડિયન્સ તરફથી ડેબ્યૂ કર્યું હતું.


જોકે, ખાસ વાત છે કે, અર્જૂન તેંદુલકરની આ ડેબ્યૂ મેચ હતી, અને આ પ્રસંગે તેની બહેન સારા તેંદુલકર તેના ડેબ્યૂને જબરદસ્ત રીતે ચીયર કરતી જોવા મળી, તેને ભાઇના ડેબ્યૂનો આનંદ પણ લીધો હતો. સારા તેંડુલકર તેની સુંદરતા માટે જાણીતી છે. સારા સોશ્યલ મીડિયા પર ખુબ એક્ટિવ રહે છે અને તેના ફેન્સને તેના ફોટો અને વીડિયો દ્વારા અપડેટ કરતી રહે છે. આ વખતે તે અર્જૂ અને મુંબઈની ટીમને સપોર્ટ કરતી જોવા મળી હતી. તેને પોતાના સ્ટેટસ આ તસવીર પણ શેર કરી હતી. 




આજે તેને પોતાના ભાઇને સપોર્ટ કરવા માટે પોતાની ઇન્સ્ટાગ્રામ સ્ટૉરી પર તેની સ્ટૉરી પૉસ્ટ કરી હતી. સારા તેંદુલકર મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં તેના ભાઈ અર્જૂનને ચીયર કરતી જોવા મળી હતી. આ પહેલા પણ સારા મુંબઈની મેચોમાં સ્ટેન્ડ પર જોવા મળી છે.


 


અર્જુન તેંડુલકરની સ્ટોરી


ભારતના મહાન ક્રિકેટર સચિન તેંડુલકરના પુત્ર અર્જુનનો જન્મ 24 સપ્ટેમ્બર  1999ના રોજ થયો હતો. અર્જુન ડાબા હાથનો ફાસ્ટ બોલર છે.  તે ડાબોડી બેટ્સમેન પણ છે. અર્જુનની હાઇટ 6.3 ઇંચ છે. અર્જુને તેનું સ્કૂલિંગ ધીરુભાઈ અંબાણી ઈન્ટરનેશનલ સ્કૂલમાંથી કર્યું છે, જે મુંબઈના બાંદ્રા-કુર્લા કોમ્પ્લેક્સમાં આવેલી છે. અર્જુને પહેલીવાર પુણેમાં 22 જાન્યુઆરી 2010ના રોજ અંડર-13 ટૂર્નામેન્ટ રમી હતી. અર્જુને 8 વર્ષની ઉંમરથી ક્રિકેટની ટ્રેનિંગ લેવાનું શરૂ કર્યું હતું. અર્જુનના પિતાનું નામ સચિન તેંડુલકર છે જેને આખી દુનિયા જાણે છે. તેની માતાનું નામ અંજલી તેંડુલકર છે અને તેની એક બહેન છે જેનું નામ સારા તેંડુલકર છે. અર્જુને તેના એક ઈન્ટરવ્યુમાં કહ્યું હતું કે તેને ફાસ્ટ બોલિંગ ખૂબ જ પસંદ છે. તેણે એ પણ ખુલાસો કર્યો કે તેને વસીમ અકરમ અને મિશેલ સ્ટાર્કની બોલિંગ પસંદ છે અને તે તેમના જેવા બનવા માંગે છે.


અર્જુન તેંડુલકર ઘણા સમયથી IPL ડેબ્યૂની રાહ જોઈ રહ્યો હતો. છેલ્લી બે સિઝનથી, તેને પ્લેઇંગ-11માં જોડાવાની તક મળી હતી પરંતુ તે ચૂકી રહ્યો હતો. આજે (16 એપ્રિલ) તેને તેની કારકિર્દીની પ્રથમ IPL મેચ રમવાની તક મળી. મેચમાં ટોસ પહેલા રોહિત શર્માએ તેને IPL ડેબ્યૂ કેપ આપી હતી. અર્જુનને આ ડેબ્યૂ કેપ મળતાની સાથે જ તે સોશિયલ મીડિયા પર ટ્રેન્ડ કરવા લાગ્યો. બધા અર્જુનને 'ઓલ ધ બેસ્ટ' કહેવા લાગ્યા.