Indian Premier League 2023: ઇન્ડિયન પ્રીમિયર લીગની અત્યારે 16મી સિઝન ચાલી રહી છે, બે દિવસ પહેલા લખનઉના ઇકાના સ્ટેડિયમમાં લખનઉ સુપર જાયન્ટ્સ (LSG) અને રૉયલ ચેલેન્જર્સ બેંગ્લૉર (RCB) વચ્ચે મેચ રમાઇ હતી. આ મેચમાં બંને ટીમના ખેલાડીઓ વચ્ચે ભારે ગરમાગરમી જોવા મળી અને મેદાન પર જ લડાઇનો માહોલ ઉભો થઇ ગયો હતો. એકબાજુ વિરાટ કોહલી અને નવીન ઉલ વચ્ચે મેચ દરમિયાન ઘર્ષણ થયુ તો મેચ બાદ ગૌતમ ગંભીર અને કોહલી જોરશોરથી બોલાચાલી થઇ હતી. આ ઘટનાના વીડિયોએ હાલમાં સોશ્યલ મીડિયા પર ખુબ વાયરલ થઇ રહ્યાં છે.  


ખાસ વાત છે કે, આ ઘટના બાદ લખનઉ સુપર જાયન્ટ્સનો અફઘાન ખેલાડી નવીન ઉલ હક સૌથી વધુ ચર્ચામાં આવ્યો હતો. નવીન ઉલ હકે વિરાટ સાથે તૂ તૂ મે મે કરી હતી. હવે સોશ્યલ મીડિયા પર આ મામલે પૂર્વ પાકિસ્તાની ખેલાડી શાહિદ આફ્રિદીનું પણ સામેલ થઇ ગયુ છે, એટલે કે સોશ્યલ મીડિયા પર શાહિદી આફ્રિદીનો એક વીડિયો ટ્રેન્ડિંગ ટૂલમાં ચાલી રહ્યો છે. 


આ પહેલા વર્ષ 2020માં લંકા પ્રીમિયર લીગની એક મેચ દરમિયાન અફઘાનિસ્તાનના ક્રિકેટર નવીન-ઉલ-હકનો પાકિસ્તાની ક્રિકેટર મોહમ્મદ આમિર સાથે ઝઘડો થયો હતો, મેચ પુરી થયા બાદ આ ઝઘડાને લઇને નવીન ઉલ હક શાહિદ આફ્રિદી સાથે પણ ઝઘડી પડ્યો હતો. આ સમગ્ર ઘટનાનો વીડિયો પાકિસ્તાની ક્રિકેટર શાહિદ આફ્રિદીએ ટ્વીટર પર શેર કર્યો હતો, તેને લખ્યુ હતુ,- હું યુવા ખેલાડીઓને સલાહ આપવા માંગુ છું કે તમે રમત રમો પરંતુ કોઈની સાથે અપશબ્દોનો પ્રયોગ ના કરો, અફઘાનિસ્તાન ક્રિકેટ ટીમમાં મારા ઘણાબધા મિત્રો પણ છે અને તેમની સાથે મારા સારા સંબંધો છે. તમારે તમારા સાથી ખેલાડીઓની સાથે તમારે તમારા વિરોધી ખેલાડીઓને પણ સન્માન આપવું જોઈએ.






નવીન ઉલ હકે પણ કર્યુ હતુ આફ્રિદીના ટ્વીટ પર રિસ્પૉન્સ - 
શાહિદ આફ્રિદીના આ ટ્વીટ બાદ નવીન ઉલ હકે પણ તે સમયે જવાબ આપવામાં વિલંબ ન હતો કર્યો, નવીને ટ્વીટ કરીને જવાબમાં લખ્યું કે - હું હંમેશા સલાહ લેવા અને સન્માન આપવા તૈયાર છું. ક્રિકેટ એ જેન્ટલમેનની રમત છે પરંતુ જ્યારે કોઈ કહે છે કે તમે અમારા પગ પર છો અને ત્યાં જ રહેશો, ત્યારે તે માત્ર મારા વિશે જ નહીં, મારા જેવા લોકો વિશે પણ વાત કરી રહ્યાં છે.