Lucknow Super Giants vs Chennai Super Kings Match Preview: ઇન્ડિયન પ્રીમિયર લીગમાં આજે, 3 મે ડબલ હેડર મેચો રમાશે, આમાં પહેલી મેચમાં લખનઉ સુપર જાયન્ટ્સ અને ચેન્નાઈ સુપર કિંગ્સની ટીમો આમને-સામને ટકરાશે. બંને ટીમો વચ્ચેની આ મેચ લખનઉના હૉમ ગ્રાઉન્ડ ઇકાના સ્ટેડિયમાં રમાશે. કેએલ રાહુલની ટીમ આ મેચમાં ગઇ મેચની હારનો બદલો લેવા માંગશે. તો વળી બીજીબાજુ ધોનીની ટીમ લખનઉ સામેની મેચ જીતીને પ્લેઓફ માટેનો પોતાનો દાવો મજબૂત કરવા પ્રયાસ કરશે. આ મેચ પહેલા અહીં બન્ને ટીમોના હેડ ટૂ હેડ રેકોર્ડ અહીં આપવામાં આવ્યા છે, જાણો..... 


ચેન્નાઇ-લખનઉ, હેડ ટૂ હેડ રેકોર્ડ - 
ઈન્ડિયન પ્રીમિયર લીગમાં લખનઉ સુપર જાયન્ટ્સનો ઈતિહાસ બહુ જુનો નથી. IPL 2022થી લખનઉની ટીમે આ લીગમાં એન્ટ્રી કરી. આમાં પહેલા જ વર્ષે કેએલ રાહુલની ટીમ પ્લેઓફમાં જગ્યા બનાવવામાં સફળ રહી હતી. લખનઉ અને ચેન્નાઈ વચ્ચે રમાયેલી આઈપીએલ મેચોની વાત કરીએ તો અત્યાર સુધીમાં બન્ને ટીમો વચ્ચે બે મેચ રમાઈ ચૂકી છે. આ બે મેચમાં એક લખનઉ સુપર જાયન્ટ્સે અને એક ચેન્નાઈ સુપર કિંગ્સે જીતી છે.


બન્ને ટીમોની સંભવિત પ્લેઇંગ ઇલેવન  - 


લખનઉ સુપર જાયન્ટ્સ ટીમ -
ક્વિન્ટૉન ડીકૉક (વિકેટકીપર), કાઇલી મેયર્સ, દીપક હુડ્ડા, માર્કસ સ્ટૉઇનિસ, કૃણાલ પંડ્યા, નિકોલસ પૂરન, આયુષ બદોણી, કૃષ્ણાપ્પા ગૌતમ, રવિ બિશ્નોઇ, આવેશ ખાન, અમિત મિશ્રા.


ચેન્નાઇ સુપર કિંગ્સ ટીમ - 
ઋતુરાજ ગાયકવાડ, ડેવૉન કૉન્વે, અજિંક્યે રહાણે, મોઇન અલી, અંબાતી રાયુડુ, શિવમ દુબે, રવિન્દ્ર જાડેજા, એમએસ ધોની (કેપ્ટન/વિકેટકીપર), મથીશા પથીરાના, તુષાર દેશપાન્ડે, મહેશ તિક્ષણા..