IPL 2023 Start Date: શુક્રવારે આઇપીએલ ઓક્શન 2023 નું આયોજન થવાનું છે, આ વખતે આઇપીએલ ઓક્શનનું આયોજન કોચ્ચી ખાતે કરવામા આવશે, આ બધાની વચ્ચે બીસીસીઆઇએ ટીમોને આઇપીએલ 2023 ની સંભવિત તારીખો વિશે જાણ કરી દીધી છે. આઇપીએલ 2023 ની શરૂઆત 16 એપ્રિલથી થઇ શકે છે જ્યારે 3 માર્ચ 2023 થી વૂમેન્સ આઇપીએલની પહેલી સિઝન રમાશે. વૂમેન્સ આઇપીએલની પહેલી સિઝન 23 દિવસો સુધી ચાલશે, આ રીતે વૂમેન્સ આઇપીએલ 2023 ની ફાઇનલ મેચ 26 માર્ચે રમાશે, આ કારણે આઇપીએલની 16મી સિઝન 1 એપ્રિલથી શરૂ થશે. 


મેન્સ અને વૂમેન્સ આઇપીએલ માટે શિડ્યૂલ  - 
આ ઉપરાંત મેન્સ અને વૂમેન્સ બન્ને આઇપીએલની મેચ ભારતમાં જ રમાશે, વૂમેન્સ આઇપીએલ મહિલા ટી20 વર્લ્ડકપ 2023ના લગભગ એક અઠવાડિયા બાદ શરૂ થશે. મહિલા ટી20 વર્લ્ડકપ 2023 ની શરૂઆત 26  બ્રુઆરીથી કેપટાઉનમાં થશે. આ ટૂર્નામેન્ટ પછી વૂમેન્સ આઇપીએલની પહેલી સિઝન રમાશે. વળી, એવુ માનવામાં આવી રહ્યું છે કે, મહિલા આઇપીએલની પહેલી સિઝનની તમામ મેચો મુંબઇમાં રમાશે. બીસીસીઆઇ વૂમેન્સ આઇપીએલ માટે મીડિયા ટેન્ડર જાહેર કરી ચૂક્યુ છે. 


23 ડિસેમ્બરે આઇપીએલ 2023 માટે હરાજી - 
23 ડિસેમ્બરે આઇપીએલ ઓક્શનનું આયોજન કરવામાં આવશે, આ ઓક્શન આઇપીએલની 16મી સિઝન માટે કરવામાં કરવામાં આવી રહ્યું છે. ઇન્ડિયન પ્રીમિયર લીગની આ હરાજી કોચ્ચીમાં થશે, આ વખતે સેમ કરન, કેમરુન ગ્રીન અને એન જગદીશન જેવા યુવા ખેલાડીઓ ઓક્શનમાં દેખાશે. તો વળી અમિત મિશ્રા, મોહમ્મદ નબી અને કેદાર જાધવ જેવા ઉંમરલાયક ખેલાડી પણ પોતાની કિસ્મત પર દાંવ લગાવશે.  


આ ઓક્શનમાં 10 મોટી વાતો અહીં વાંચો...  


1. હરાજી માટે કુલ 991 ખેલાડીઓએ રજિસ્ટ્રેશન કરાવ્યુ હતુ, આમાં 714 ભારતીય અને 277 વિદેશી ખેલાડી સામેલ હતા. 
2. 991 ખેલાડીઓમાંથી 10 ફ્રેન્ચાઇઝી ટીમોએ 369 ખેલાડીઓને હરાજી માટે શૉર્ટલિસ્ટ કર્યા, આ ઉપરાંત 36 અન્ય ખેલાડીઓને હરાજી સાથે જોડવાની પણ રિક્વેસ્ટ કરવામાં આવી, આ રીતે હવે કુલ 405 ખેલાડી ઓક્શન લિસ્ટમાં સામેલ છે. 
3. 405 ખેલાડીઓમાં 273 ભારતીય અને 132 વિદેશી ખેલાડી છે. વિદેશી ખેલાડીઓમાં 4 ખેલાડી એસૉસિએટ દેશોમાંથી છે.
4. આ 405 ખેલાડીઓમાં કુલ 119 ખેલાડીઓને આંતરરાષ્ટ્રીય મેચ રમવાનો અનુભવ નથી, બાકી 282 ખેલાડી અનકેપ્ડ છે. 
5. 10 ફ્રેન્ચાઇઝી ટીમોની પાસે કુલ 87 ખેલાડીઓની જગ્યા ખાલી છે, આમાં 30 ખેલાડી વિદેશી હોઇ શકે છે.  
6. 19 ખેલાડીઓની બેઝ પ્રાઇજ 2 કરોડ (સૌથી વધુ) છે, આ તમામ ખેલાડી વિદેશી છે. 
7. 11 ખેલાડી 1.5 કરોડ બેઝ પ્રાઇસ વાળા સેગમેન્ટમાં છે, આ ઉપરાંત 20 ખેલાડીઓની બેઝ પ્રાઇસ એક કરોડ છે.
8. હરાજી માટે 10 ફ્રેન્ચાઇઝી ટીમોની પાસે કુલ 206.5 કરોડ રૂપિયા છે. સૌથી વધુ પૈસા સનરાઇઝર્સ હૈદરાબાદ (42.25 કરોડ)ની પાસે છે. 
9. કોલકત્તા નાઇટ રાઇડર્સની પાસે હરાજી પર્સમાં સૌથી ઓછા પૈસા (7.05 કરોડ) છે. જ્યારે તેની પાસે 11 સ્લૉટ્સ ખાલી છે.
10. દિલ્હી કેપિટલ્સની પાસે સૌથી ઓછા સ્લૉટ્સ (5) ખાલી છે, જ્યારે તેના હરાજી પર્સમાં સારી એવી રકમ (19.45 કરોડ) છે.