Indian Premier League 2023: ભારતમાં અત્યારે આઇપીએલની 16મી સિઝન ચાલી રહી છે, અને સિઝનની અડધોઅડધ મેચો રમાઇ ચૂકી છે. આ બધાની વચ્ચે હવે પર્પલ કેપ અને ઓરેન્જ કેપની રેસ પણ જબરદસ્ત રીતે રોચક તબક્કામાં પહોંચી ચૂકી છે. હાલમાં રાજસ્થાન રૉયલ્સ (RR)ના યશસ્વી જાયસ્વાલે ફાફ ડુ પ્લેસીસને પાછળ પાડીને ઓરેન્જ કેપની રેસમાં પ્રથમ સ્થાન હાંસલ કરી લીધુ છે. બીજીબાજુ પર્પલ કેપના લિસ્ટમાં ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK)ના તુષાર દેશપાંડેએ અર્શદીપ સિંહને પાછળ પાડીને પ્રથમ સ્થાન હાંસલ કરી લીધુ છે, ખાસ વાત છે કે, પર્પલ કેપ અને ઓરેન્જ કેપ પહેરેનારા બન્ને યુવા ખેલાડીઓ અનકેપ્ડ છે અને ભારતીય છે. 


યશસ્વી જાયસ્વાલે મુંબઈ ઈન્ડિયન્સ સામેની મેચમાં માત્ર 62 બૉલમાં જ 124 રનની શાનદાર ઈનિંગ રમીને ઓરેન્જ કેપ હાંસલ કરી લીધી છે, અત્યારે યશસ્વીના 9 ઇનિંગ્સમાં 428 રન છે, જ્યારે ફાફ ડુ પ્લેસીસ 422 રન સાથે બીજા નંબર છે.


સર્વાધિક રન બનાવવાના મામલામાં, આ લિસ્ટમાં ન્યૂઝીલેન્ડનો ડેવૉન કૉન્વે 414 રનોની સાથે ત્રીજા નંબર પર પહોંચી ગયો છે. ઓરેન્જ કેપના લિસ્ટમાં ચોથા નંબર પર સીએસકેનો જ ઋતુરાજ ગાયકવાડ 354 રનો સાથે હાલના છે. આ ઉપરાંત 5માં નંબર પર શુભમન ગીલ 333 રનોની સાથે છે.


તુષાર દેશપાન્ડેએ અર્શદીપને પાછળ પાડ્યો, બન્યો નંબર વન  - 
સીએસકેના બૉલર તુષાર દેશપાંડેએ ભલે પંજાબ કિંગ્સ સામે બૉલિંગમાં સારુ પરફોર્મન્સ ના કર્યુ હતુ, પરંતુ આ મેચમાં તે 3 વિકેટ લેવામાં સફળ રહ્યો હતો. આ સાથે જ તુષાર હવે 9 મેચમાં 21.71ની સરેરાશથી 17 વિકેટ સાથે પર્પલ કેપની રેસમાં પ્રથમ સ્થાને પહોંચી ગયો છે.


અર્શદીપ સિંહ હવે આ યાદીમાં 9 મેચમાં 15 વિકેટ સાથે બીજા નંબર પર છે, વળી, મોહમ્મદ સિરાજ અને રાશિદ ખાન ત્રીજા અને ચોથા નંબર પર યથાવત છે, જેમાં બંનેએ અત્યાર સુધીમાં કુલ 14-14 વિકેટ ઝડપી છે. 5માં નંબરે મુંબઇ ઇન્ડિયન્સ તરફથી રમી રહેલા લેગ સ્પિનર ​​પિયૂષ ચાવલા છે, તેને 13 વિકેટ લીધી છે.