SRH vs KKR Final: IPL 2024ની ફાઈનલ મેચ (IPL 2024 Final) કોલકાતા નાઈટ રાઈડર્સ અને સનરાઈઝર્સ હૈદરાબાદ (Kolkata Knight Riders vs Sunrises Hyderabad)  વચ્ચે રમાશે. આ મેચ ચેન્નાઈમાં રમાશે. KKR અને SRHએ આ સિઝનમાં શાનદાર પ્રદર્શન કર્યું છે. હવે બંને ટીમો વચ્ચે જોરદાર ટક્કર થશે. જો હવામાનની વાત કરીએ તો મેચ દરમિયાન વરસાદની(rain) કોઈ શક્યતા નથી. જોકે મેચના એક દિવસ પહેલા ચોક્કસપણે વરસાદ પડ્યો હતો. જો વરસાદના કારણે આ મેચ રદ્દ થાય તો ટાઈટલ (ipl 2024 title) કોને મળશે, આ સવાલ તમારા મનમાં આવી શકે છે. અમે તમને જવાબ આપીએ છીએ.


જો વરસાદના કારણે મેચ પ્રભાવિત થાય છે તો તેના માટે વધારાનો સમય રાખવામાં આવ્યો છે. જો મેચ સંપૂર્ણપણે ન રમાય અને રદ થઈ જાય, તો રિઝર્વ  દિવસે (reserve day) યોજવામાં આવી શકે છે. આઈપીએલ 2023ની ફાઈનલ દરમિયાન પણ આ જોવા મળ્યું હતું. ફાઇનલ મેચ ચેન્નાઇ સુપર કિંગ્સ અને ગુજરાત ટાઇટન્સ વચ્ચે રમાવાની હતી. પરંતુ વરસાદના કારણે તે રિઝર્વ ડે પર રમાઈ હતી.


જો આમ થશે તો KKR વિજેતા બનશે -


જો આ મેચ રિઝર્વ ડે (reserve day) પર પણ નહીં રમાય તો તેનો ફાયદો KKRને મળશે. IPL 2024ના પોઈન્ટ ટેબલમાં કોલકાતા ટોચ પર હતું. નિયમો અનુસાર, જો મેચ ન રમાય તો પોઇન્ટ ટેબલમાં (point table) ટોચની ટીમને વિજેતા જાહેર કરી શકાય છે.


ફાઇનલમાં સુપર ઓવર પણ થઈ શકે છે


જો ફાઈનલ મેચ વરસાદને કારણે પ્રભાવિત થાય છે, તો તેના માટે સુપર ઓવર (super over) થઈ શકે છે. જો રિઝર્વ ડે પર સુપર ઓવરનો કોઈ અવકાશ ન હોય, તો પોઈન્ટ ટેબલમાં ટોચ પર રહેનારી ટીમને વિજેતા જાહેર કરવામાં આવશે. તેથી કોલકાતા નાઈટ રાઈડર્સને આનો ફાયદો થઈ શકે છે.