GT vs MI Score: રોમાંચક મેચમાં ગુજરાતની શાનદાર જીત, મુંબઈને 6 રને હરાવ્યું

આજે બીજી મેચ ગુજરાત ટાઇટન્સ અને મુંબઇ ઇન્ડિયન્સ વચ્ચે રમાશે. આ મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે.  

abp asmita Last Updated: 24 Mar 2024 11:29 PM
GT vs MI લાઈવ સ્કોર: ગુજરાતે મુંબઈને છ રનથી હરાવ્યું

ગુજરાતે ટૂર્નામેન્ટની શરૂઆત મુંબઈ ઈન્ડિયન્સને છ રને હરાવીને જીત સાથે કરી હતી. આ મેચમાં રોહિત શર્મા અને ડીવાલ્ડ બ્રેવિસે જોરદાર પ્રદર્શન કર્યું હતું. જોકે છેલ્લી ઓવરમાં ઉમેશ યાદવે હાર્દિક પંડ્યા અને પિયુષ ચાવલાની વિકેટ લઈને મેચની બાજી પલટી નાખી હતી. 

GT vs MI લાઈવ સ્કોર: બ્રેવિસ 46 રન બનાવીને આઉટ

મુંબઈની ચોથી વિકેટ બ્રેવિસના રૂપમાં પડી હતી. મોહિત શર્માએ તેને 16મી ઓવરના પાંચમા બોલ પર પોતાનો શિકાર બનાવ્યો હતો. તેણે બે ચોગ્ગા અને ત્રણ છગ્ગાની મદદથી 46 રન બનાવ્યા હતા. ટીમને હવે જીતવા માટે 25 બોલમાં 40 રનની જરૂર છે.

GT vs MI Live Score: રોહિત શર્મા 43 રન બનાવી આઉટ

મુંબઈને ત્રીજો ફટકો 107 રનના સ્કોર પર રોહિત શર્માના રૂપમાં લાગ્યો હતો. તે 13મી ઓવરના પહેલા બોલ પર સાઈ કિશોર દ્વારા એલબીડબ્લ્યુ આઉટ થયો હતો. હિટમેને 29 બોલમાં સાત ચોગ્ગા અને એક છગ્ગાની મદદથી 43 રન બનાવ્યા હતા. 

પાવરપ્લેમાં મુંબઈ ઈન્ડિયન્સે 52 રન બનાવ્યા

પાવરપ્લેમાં મુંબઈ ઈન્ડિયન્સે બે વિકેટ ગુમાવીને 52 રન બનાવ્યા હતા. મુંબઈ માટે રોહિત શાનદાર બેટિંગ કરી રહ્યો છે. તે 16 બોલમાં 24 રન બનાવીને રમતમાં છે. હિટમેનના બેટમાંથી 4 ચોગ્ગા અને એક છગ્ગો આવ્યો છે. 

ગુજરાતે મુંબઈને 169 રનનો ટાર્ગેટ આપ્યો

ગુજરાતે મુંબઈ ઈન્ડિયન્સ સામે 20 ઓવરમાં છ વિકેટ ગુમાવીને 168 રન બનાવ્યા હતા. MIને જીતવા માટે 169 રન બનાવવા પડશે. આ મેચમાં જસપ્રીત બુમરાહ સર્વશ્રેષ્ઠ સાબિત થયો હતો. તેણે ચાર ઓવરમાં 14 રન આપ્યા અને ત્રણ વિકેટ લીધી.

GT vs MI લાઈવ સ્કોર: ઉમરઝાઈ 17 રન બનાવીને આઉટ 

ગુજરાતને ત્રીજો ફટકો ઉમરઝાઈના રૂપમાં લાગ્યો છે. તે 12મી ઓવરના છેલ્લા બોલ પર  કેચ આઉટ થયો હતો. સાઈ સુદર્શન સાથે ત્રીજી વિકેટ માટે 40 રનની ભાગીદારી કરી હતી. 

MI vs GT લાઇવ સ્કોર: ગુજરાતનો સ્કોર 3 ઓવરમાં 27 રન

શુભમન ગિલ અને રિદ્ધિમાન સાહા જોરદાર બેટિંગ કરતા જોવા મળી રહ્યા છે. 3 ઓવરમાં ગુજરાતની ટીમે એકપણ વિકેટ ગુમાવ્યા વગર 27 રન બનાવી લીધા છે. સાહા અને ગિલ ફોર્મમાં લાગી રહ્યા છે. 

MI vs GT લાઇવ સ્કોર: ગુજરાતનો સ્કોર 18/0

બે ઓવર પછી ગુજરાત ટાઇટન્સનો સ્કોર એકપણ વિકેટ ગુમાવ્યા વિના 18 રન છે. ટીમ માટે કેપ્ટન શુભમન ગિલે 6 બોલમાં 11 રન અને રિદ્ધિમાન સાહાએ 6 બોલમાં 6 રન બનાવ્યા છે. બંને ખેલાડીઓ સારા ફોર્મમાં જોવા મળી રહ્યા છે.

ગુજરાત ટાઇટન્સ પ્લેઈંગ ઈલેવન

ગુજરાત ટાઇટન્સઃ રિદ્ધિમાન સાહા (વિકેટકિપર), શુભમન ગિલ, સાઈ સુદર્શન, વિજય શંકર, ડેવિડ મિલર, રાહુલ તેવટિયા, અઝમતુલ્લા ઓમરઝાઈ, રાશિદ ખાન, ઉમેશ યાદવ, સાઈ કિશોર, સ્પેન્સર જોન્સન. ઈમ્પેક્ટ પ્લેયર: બીઆર શરથ, મોહિત શર્મા, માનવ સુથાર, અભિનવ મનોહર, નૂર અહેમદ.

મુંબઈ ઈન્ડિયન્સ પ્લેઈંગ ઈલેવન

મુંબઈ ઈન્ડિયન્સ: ઈશાન કિશન, રોહિત શર્મા, નમન ધીર, તિલક વર્મા, હાર્દિક પંડ્યા, ટિમ ડેવિડ, શમ્સ મુલાની, ગેરાલ્ડ કોએત્ઝી, પીયૂષ ચાવલા, જસપ્રિત બુમરાહ, લ્યુક વૂડ. ઈમ્પેક્ટ પ્લેયર: ડેવાલ્ડ બ્રુઈસ, રોમારિયો શેફર્ડ, વિષ્ણુ વિનોદ, નેહલ વઢેરા, મોહમ્મદ નબી.

GT vs MI Live Score: મુંબઈની ટીમે ટોસ જીત્યો, પ્રથમ બોલિંગ કરશે

GT vs MI Live Score: આઈપીએલ 2024માં આજે મુંબઈ ઈન્ડિયન્સ અને ગુજરાત ટાઈટન્સ વચ્ચે મુકાબલો છે. મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન હાર્દિક પંડ્યાએ ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો છે. 

બ્રેકગ્રાઉન્ડ

Gujarat Titans vs Mumbai Indians Live: આજે બીજી મેચ ગુજરાત ટાઇટન્સ અને મુંબઇ ઇન્ડિયન્સ વચ્ચે રમાશે. આ મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે.  મુંબઈ ઈન્ડિયન્સની કપ્તાની હાર્દિક પંડ્યા કરશે, જ્યારે ગુજરાત ટાઇટન્સનું સુકાન શુભમન ગિલ પાસે છે. મુંબઈની ટીમે ટોસ જીતી પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો છે. 


અત્યાર સુધી મુંબઈ ઈન્ડિયન્સ અને ગુજરાત ટાઈટન્સ આઈપીએલમાં 4 વખત સામસામે આવી ચૂક્યા છે. મુંબઈ ઈન્ડિયન્સે 2 મેચ જીતી છે. જ્યારે ગુજરાત ટાઇટન્સે 2 મેચ જીતી છે. ગુજરાત ટાઇટન્સ સામે મુંબઇ ઇન્ડિયન્સનો સર્વોચ્ચ સ્કોર 218 રન છે, જ્યારે ગુજરાત ટાઇટન્સનો મુંબઈ ઇન્ડિયન્સ સામે સૌથી વધુ 233 રન છે. તમને જણાવી દઈએ કે હાર્દિક પંડ્યા ગત સિઝન સુધી ગુજરાતનો કેપ્ટન હતો, પરંતુ આ સિઝનમાં તે મુંબઈનો કેપ્ટન છે.


બોલરો માટે મુશ્કેલીઓ વધશે!


આ મેદાન પર અત્યાર સુધીમાં 10 IPL મેચ રમાઈ છે. જેમાં પ્રથમ બેટિંગ કરનાર ટીમે 6 વખત જીત મેળવી છે. જ્યારે રનનો પીછો કરતી ટીમ 4 વખત જીતી છે. નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં મોટાભાગે મોટા સ્કોર બને છે. આ મેદાન પર બેટિંગ કરવી સરળ છે. જોકે, આ સિવાય પિચ પણ બોલરોને મદદ કરે છે. ખાસ કરીને ઝડપી બોલરો શરૂઆતની ઓવરોમાં પડકાર બની શકે છે.  

- - - - - - - - - Advertisement - - - - - - - - -

TRENDING NOW

© Copyright@2024.ABP Network Private Limited. All rights reserved.