GT vs CSK Full Highlights:  અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ગુજરાત ટાઇટન્સે ચેન્નાઇ સુપર કિંગ્સને 35 રનથી હરાવ્યું હતું. આ જીત સાથે ગુજરાતે તેની પ્લેઓફની આશા જીવંત રાખી છે. ઉપરાંત ચેન્નાઈની હારને કારણે પ્લેઓફની રેસ રોમાંચક બની ગઈ છે. ગુજરાતની આ જીતે RCBને પ્લેઓફમાં પણ જીવંત રાખ્યું છે. પ્રથમ બેટિંગ કરતા ગુજરાત ટાઇટન્સે 20 ઓવરમાં 3 વિકેટે 231 રન બનાવ્યા હતા. જવાબમાં ચેન્નાઈની ટીમ 196 રન જ બનાવી શકી હતી. ગુજરાત તરફથી શુભમન ગિલ અને સાઈ સુદર્શને સદી ફટકારી હતી અને ત્યારબાદ મોહિત શર્મા અને રાશિદ ખાને બોલિંગમાં શાનદાર દેખાવ કર્યો હતો. મોહિતે 3 અને રાશિદે 2 વિકેટ લીધી હતી. ધોની 11 બોલમાં 26 રન બનાવી નોટ આઉટ રહ્યો હતો. ડેરેલ મિચેલે 63 અને મોઇન અલીએ 56 રન બનાવ્યા હતા.




આ પહેલા ટોસ હાર્યા બાદ પ્રથમ બેટિંગ કરતાં ગુજરાત ટાઈટન્સે 20 ઓવરમાં 3 વિકેટના નુકસાન પર 221 રન બનાવ્યા હતા. ગુજરાત તરફથી કેપ્ટન ગિલ 104 રન અને સુદર્શને 103 બનાવ્યા હતા. બંનેએ પ્રથમ વિકેટ માટે 210 રનની પાર્ટનરશિપ કરીને રેકોર્ડ બનાવ્યો હતો. ડેવિડ મિલર 16 રને નોટ આઉટ રહ્યો હતો.


ચેન્નાઈ સુપર કિંગ્સની પ્લેઈંગ ઈલેવન: રૂતુરાજ ગાયકવાડ (કેપ્ટન), રચિન રવિન્દ્ર, ડેરીલ મિશેલ, શિવમ દુબે, મોઈન અલી, રવિન્દ્ર જાડેજા, એમએસ ધોની (વિકેટકિપર), મિશેલ સેન્ટનર, શાર્દુલ ઠાકુર, તુષાર દેશપાંડે, સિમરજીત સિંહ.


 ગુજરાત ટાઇટન્સ પ્લેઇંગ ઇલેવન: શુભમન ગિલ (કેપ્ટન), સાઇ સુધરસન, શાહરૂખ ખાન, ડેવિડ મિલર, મેથ્યુ વેડ (વિકેટકિપર), રાહુલ તેવટિયા, રાશિદ ખાન, નૂર અહમદ, ઉમેશ યાદવ, મોહિત શર્મા, કાર્તિક ત્યાગી.