GT IPL 2024 Schedule: BCCIએ IPL 2024નું સંપૂર્ણ શેડ્યૂલ જાહેર કર્યું છે. લીગ તબક્કામાં દરેક ટીમે 14 મેચ રમવાની છે. ગુજરાત ટાઇટન્સે તેની પ્રથમ મેચમાં મુંબઈને હરાવીને જીત સાથે વર્તમાન સિઝનની શરૂઆત કરી હતી. આવી સ્થિતિમાં, ચાલો આ લેખ દ્વારા જાણીએ કે શુભમન ગીલની આગેવાની હેઠળની ગુજરાત ટીમ આગામી દિવસોમાં ક્યારે અને કોની સાથે ટકરાશે?



IPL 2024 માટે ગુજરાત ટાઇટન્સનું સંપૂર્ણ શેડ્યૂલ જાહેર


26 માર્ચ - CSK વિ ગુજરાત ટાઇટન્સ - સાંજે 7:30 - ચેન્નાઈ


31 માર્ચ - ગુજરાત ટાઇટન્સ વિ SRH - સાંજે 7:30 - અમદાવાદ


4 એપ્રિલ - ગુજરાત ટાઇટન્સ વિ PBKS - સાંજે 7:30 - અમદાવાદ


7 એપ્રિલ - એલએસજી વિ ગુજરાત ટાઇટન્સ - સાંજે 7:30 - લખનૌ


10 એપ્રિલ - આરઆર વિ ગુજરાત ટાઇટન્સ - સાંજે 7:30 - જયપુર


16 એપ્રિલ - ગુજરાત ટાઇટન્સ વિ ડીસી - સાંજે 7:30 - અમદાવાદ


21 એપ્રિલ - પંજાબ કિંગ્સ વિ ગુજરાત ટાઇટન્સ - સાંજે 7:30 - મોહાલી


24 એપ્રિલ - ડીસી વિ ગુજરાત ટાઇટન્સ - સાંજે 7:30 - દિલ્હી


28 એપ્રિલ - ગુજરાત ટાઇટન્સ vs RCB - બપોરે 3:30 - અમદાવાદ


4 મે - RCB વિ ગુજરાત ટાઇટન્સ - સાંજે 7:30 - બેંગલુરુ


10 મે - ગુજરાત ટાઇટન્સ વિ CSK - સાંજે 7:30 - અમદાવાદ


13 મે - ગુજરાત ટાઇટન્સ વિ કેકેઆર - સાંજે 7:30 - અમદાવાદ


16 મે - SRH વિ ગુજરાત ટાઇટન્સ - સાંજે 7:30 - હૈદરાબાદ


IPL 2024ની પાંચમી મેચમાં ગુજરાત ટાઇટન્સે મુંબઈ ઈન્ડિયન્સને હરાવીને પોતાના અભિયાનની શરૂઆત જીત સાથે કરી હતી. પ્રથમ મેચમાં ગુજરાતે 20 ઓવરમાં 168 રન બનાવ્યા હતા. જવાબમાં મુંબઈએ 12 ઓવરમાં બે વિકેટ ગુમાવીને 107 રન બનાવ્યા હતા. એક સમયે એવું લાગતું હતું કે આ મેચ મુંબઈના નામે છે, પરંતુ ગુજરાતના બોલરોએ પોતાની કરિશ્માઈ બોલિંગથી મેચનો પલટો કર્યો હતો. મુંબઈની ટીમ 162 રન જ બનાવી શકી હતી.  ગુજરાતે 6 રનથી મેચ જીતી લીધી હતી. 



શુભમન ગિલની આગેવાની હેઠળ ગુજરાત ટાઇટન્સ (GT), અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે IPL 2024 ની પાંચમી મેચમાં હાર્દિક પંડ્યાની આગેવાની હેઠળની મુંબઈ ઇન્ડિયન્સ (MI) ને 6 રનથી હરાવ્યું. ગુજરાત માટે ઉમેશ યાદવે છેલ્લી ઓવરમાં 19 રન બચાવ્યા અને બે બેટ્સમેનોને પેવેલિયનનો રસ્તો બતાવ્યો, જેમાં હાર્દિક પંડ્યા પણ સામેલ હતો. હાર્દિકે પહેલા બે બોલમાં 10 રન બનાવીને મેચ લગભગ મુંબઈના ખાતામાં લાવી દીધી હતી, પરંતુ પછી ત્રીજા બોલ પર ઉમેશે તેને પેવેલિયનનો રસ્તો બતાવી દીધો હતો.


એક સમયે એવું લાગતું હતું કે ગુજરાત મેચ હારી ગયું છે અને મુંબઈ સરળતાથી જીતી જશે. ગુજરાતના બોલરોએ મુંબઈના બેટ્સમેનોને બાંધી રાખ્યા અને મેચ જીતી લીધી. મુંબઈ સતત 12મી સિઝનમાં IPLની તેની પ્રથમ મેચ હારી ગયું છે. 2013 બાદ પ્રથમ મેચમાં મળેલી હાર મુંબઈનો પીછો નથી છોડી રહી.