GT vs CSK Ahmedabad Weather: IPL 2024 ની 59મી મેચ શુક્રવારે એટલે કે આજે ગુજરાત ટાઇટન્સ અને ચેન્નાઈ સુપર કિંગ્સ વચ્ચે યોજાવા જઈ રહી છે. આ મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં સાંજે 7.30 કલાકે રમાશે. ગુજરાત ટાઇટન્સ અને ચેન્નાઇ સુપર કિંગ્સ વચ્ચે આ 12મી મેચ છે. પ્લેઓફની રેસમાં રહેવા માટે ગુજરાતે આજની મેચ જીતવી પડશે. પરંતુ તે પહેલા જાણી લો પીચ રિપોર્ટ, હવામાન રિપોર્ટ અને અમદાવાદની હેડ ટુ હેડ.
અમદાવાદ પિચ રિપોર્ટ
અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમની પીચ સંતુલિત છે, જે ફાસ્ટ બોલરો અને સ્પિનરો બંને માટે મદદરૂપ છે. આમાંથી રોમાંચક સ્પર્ધાની અપેક્ષા રાખી શકાય છે. સામાન્ય રીતે, બીજી ઇનિંગ્સમાં બેટિંગ માટે પરિસ્થિતિ વધુ અનુકૂળ બની જાય છે. કારણ કે બોલ બેટ્સમેનોને સપોર્ટ પૂરો પાડે છે. તેથી, ટોસ જીતનારી ટીમ પ્રથમ બોલિંગ કરવાનું પસંદ કરી શકે છે, જેથી તે લક્ષ્યનો પીછો કરતી વખતે પાછળથી ફાયદો ઉઠાવી શકે.
અમદાવાદનું હવામાન
સાંજ સુધીમાં, અમદાવાદમાં તાપમાન 33 ડિગ્રી સેલ્સિયસની આસપાસ રહેવાની ધારણા છે, જ્યારે વાસ્તવિક તાપમાન 34 ડિગ્રી સેલ્સિયસ હોઈ શકે છે. ભેજનું સ્તર 41% આસપાસ રહેવાની શક્યતા છે અને વરસાદની કોઈ શક્યતા નથી.
GT vs CSK હેડ ટુ હેડ
IPL ટૂર્નામેન્ટમાં ગુજરાત ટાઇટન્સ અને ચેન્નાઇ સુપર કિંગ્સ અત્યાર સુધીમાં કુલ 6 વખત સામસામે આવી ચુક્યા છે. આંકડા દર્શાવે છે કે બંને ટીમો સમાન સ્થિતિમાં છે, કારણ કે ગુજરાતે 3 મેચ જીતી છે અને ચેન્નાઈએ પણ 3 મેચ જીતી છે. જો કે આજે કઈ ટીમ વધુ સારું પ્રદર્શન કરે છે તે જોવું રસપ્રદ રહેશે.
ગુજરાત ટાઇટન્સ અને ચેન્નાઇ સુપર કિંગ્સ વચ્ચે અગાઉની મેચ
IPL 2024ની 52મી મેચમાં ગુજરાત ટાઇટન્સની છેલ્લી મેચ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર સામે હતી. જેમાં બેંગલુરુએ 38 બોલ બાકી રહેતા ચાર વિકેટે મેચ જીતી લીધી હતી. જ્યારે ચેન્નાઈ સુપર કિંગ્સની છેલ્લી મેચ IPL 2024ની 53મી મેચમાં પંજાબ કિંગ્સ સામે હતી. ચેન્નાઈએ આ મેચ 28 રને જીતી લીધી હતી.