Top Highest innings score in IPL: સનરાઈઝર્સ હૈદરાબાદે ઈન્ડિયન પ્રીમિયર લીગના ઈતિહાસમાં બોર્ડ પર સૌથી મોટો સ્કોર નોંધાવ્યો. IPL 2024ની આઠમી મેચમાં હૈદરાબાદે મુંબઈ સામે રમાઈ રહેલી મેચમાં 20 ઓવરમાં 3 વિકેટે 277 રન બનાવ્યા હતા. હૈદરાબાદે ટૂર્નામેન્ટમાં સૌથી વધુ સ્કોર બનાવવાના મામલે RCBનો રેકોર્ડ તોડ્યો હતો. બેંગલુરુએ 2013ની સિઝનમાં પુણે વોરિયર્સ સામે 263 રન બનાવ્યા હતા


હૈદરાબાદની આ વિસ્ફોટક ઇનિંગ્સની શરૂઆત ટ્રેવિસ હેડ દ્વારા કરવામાં આવી હતી, જેને અભિષેક શર્મા અને હેનરિક ક્લાસને આગળ વધારી હતી. ક્લાસને 34 બોલમાં 4 ચોગ્ગા અને 7 છગ્ગાની મદદથી 80* રનની સૌથી મોટી ઇનિંગ રમી હતી. આ સિવાય અભિષેકે 23 બોલમાં 3 ચોગ્ગા અને 7 છગ્ગાની મદદથી 63 રન અને હેડે 24 બોલમાં 9 ચોગ્ગા અને 3 છગ્ગાની મદદથી 62 રન બનાવ્યા હતા.


મુંબઈએ ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય કર્યો, જેનો તેમને પાછળથી પસ્તાવો જરુર થયો હશે. પ્રથમ બેટિંગ કરવા આવેલી હૈદરાબાદે 20 ઓવરમાં IPL ઈતિહાસમાં સૌથી મોટો સ્કોર બનાવ્યો હતો. 




અભિષેક શર્મા 23 બોલમાં 63 રન બનાવીને આઉટ થયો હતો. તે નમન ધીરના હાથે પીયૂષ ચાવલાના હાથે કેચ આઉટ થયો હતો.આ પહેલા ટ્રેવિસ હેડ (24 બોલમાં 62 રન) અને મયંક અગ્રવાલ (11 રન) આઉટ થયા હતા. અભિષેક શર્માએ 16 બોલમાં અડધી સદી પૂરી કરી હતી. હૈદરાબાદ તરફથી શર્માએ સૌથી ઝડપી અડધી સદી ફટકારી હતી. આના અડધો કલાક પહેલા ટ્રેવિડ હેડે 18 બોલમાં અડધી સદી ફટકારીને આ રેકોર્ડ બનાવ્યો હતો.


આઈપીએલના ટોપ-5 ટીમ સ્કોર



  • રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર 263/5 v પુણે વોરિયર્સ ઇન્ડિયા, 23 એપ્રિલ 2013, RCB 130 રને જીત્યું

  • લખનૌ સુપર જાયન્ટ્સ 257/5 વિ પંજાબ કિંગ્સ, 28 એપ્રિલ 2023, એલએસજી 56 રને જીત્યું

  • રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર 248/3 v ગુજરાત લાયન્સ, 14 મે 2016, RCB 144 રને જીત્યું

  • ચેન્નાઈ સુપર કિંગ્સ 246/5 વિ રોયલ્સ, 3 એપ્રિલ 2010, CSK 23 રને જીત્યું

  • કોલકાતા નાઈટ રાઈડર્સ 245/6 વિ કિંગ્સ ઈલેવન, 12 મે 2018, KKR 31 રને જીત્યું


 SRH સામેની મેચ માટે મેદાનમાં ઉતરતા જ 'હિટમેન' રોહિત શર્મા એક ખાસ સિદ્ધિ પોતાના નામે કરી લીધી છે. રોહિત 2011થી મુંબઈ ઈન્ડિયન્સ માટે રમી રહ્યો છે અને આજે તે આઈપીએલમાં મુંબઈ માટે તેની 200મી મેચ રમી રહ્યો છે. તેની આ ક્ષણને યાદગાર બનાવવા માટે ક્રિકેટના ભગવાન ગણાતા સચિન તેંડુલકરે ખાસ જર્સી આપી હતી.