IPL Auctions: ગઇકાલે 19 ડિેસેમ્બરે, દુબઇમાં ઇન્ડિયન પ્રીમિયર લીગની 2024 મિની ઓક્શન પુરી થઇ ચૂકી છે. 230 કરોડથી વધુ રૂપિયા 233 ખેલાડીઓ પર દાંવે લાગ્યા છે. ત્યારે આ બધાની વચ્ચે હવે એક મોટો સમાચાર સામે આવ્યા છે કે, આ વખતે આઇપીએલમાં કેટલાક નિયમોમાં ફેરફાર જોવા મળી શકે છે. તાજેતરના અહેવાલ મુજબ, IPLની આ આગામી સિઝનમાં કેટલાક નિયમોમાં ફેરફાર કરવામાં આવશે, અને કેટલાક નવા નિયમો ઉમેરવામાં આવશે. તમને યાદ હશે કે છેલ્લી IPL પહેલા પણ ઈમ્પેક્ટ પ્લેયર અને નૉ બૉલ, વાઈડ બૉલની રિવ્યૂ કરવાનો નિયમ લાગુ કરવામાં આવ્યો હતો.
એક ઓવરમાં બે બાઉન્સર્સ
ESPNcricinfo ના રિપોર્ટ અનુસાર, IPL એટલે કે IPL 2024 ની આગામી સિઝનથી બૉલર IPL મેચોની દરેક ઓવરમાં વધુમાં વધુ 2 બાઉન્સર ફેંકી શકે છે. અત્યાર સુધી આવું નહોતું. અત્યાર સુધી આઈપીએલમાં પણ ઈન્ટરનેશનલ ક્રિકેટની જેમ જ નિયમોનું પાલન કરવામાં આવતું હતું, જે મુજબ બોલર એક ઓવરમાં વધુમાં વધુ એક બાઉન્સર ફેંકી શકતા હતા, તેનાથી વધુ બૉલિંગને નૉ બૉલ માનવામાં આવતું હતું. જો કે, હવે આઈપીએલમાં આવું થશે નહીં, પરંતુ હજુ સુધી આ નવા નિયમને લઈને બીસીસીઆઈ તરફથી કોઈ ઓફિશિયલ નિવેદન આવ્યું નથી.
દર વર્ષે IPLમાં કેટલાક નવા નિયમો ઉમેરવામાં આવે છે. ગયા વર્ષે આઈપીએલ મેચોમાં ઈમ્પેક્ટ પ્લેયર નિયમની ઘણી અસર થઈ હતી. કેટલાક લોકોને આ નિયમ પસંદ આવ્યો તો કેટલાક લોકોએ તેનો વિરોધ પણ કર્યો. તે જ સમયે, વાઇડ અને નૉ બૉલના કિસ્સામાં પણ બેટ્સમેનને રિવ્યૂ કરવાનો અધિકાર આપવામાં આવ્યો હતો, જેથી જો તેને કોઈ શંકા હોય તો તે પોતે જ તેનું નિરાકરણ કરી શકે.
IPLની હરાજી બાદ કઇ ટીમ થઇ સૌથી મજબૂત ? જુઓ તમામ 10 ટીમો
સુપર કિંગ્સની ટીમ
હરાજીમાં ખરીદેલા ખેલાડીઓઃ રચિન રવિન્દ્ર ( 1.80 કરોડ રૂપિયા), શાર્દુલ ઠાકુર ( 4 કરોડ રૂપિયા), ડેરીલ મિશેલ (14 કરોડ રૂપિયા), સમીર રિઝવી ( 8.4 કરોડ રૂપિયા), મુસ્તફિઝુર રહેમાન ( 2 કરોડ રૂપિયા) અને અવનીશ રાવ અરાવેલી ( 20 લાખ રૂપિયા).
મુંબઈ ઈન્ડિયન્સ હાર્દિકની કેપ્ટનશીપમાં ઉતરશે
રિટેન કરાયેલા ખેલાડીઓ
હાર્દિક પંડ્યા (કેપ્ટન), રોહિત શર્મા, ડેવાલ્ડ બ્રેવિસ, સૂર્યકુમાર યાદવ, ઈશાન કિશન, તિલક વર્મા, ટિમ ડેવિડ, વિષ્ણુ વિનોદ, અર્જુન તેંડુલકર, શમ્સ મુલાની, નેહલ વઢેરા, જસપ્રીત બુમરાહ, કુમાર કાર્તિકેય, પીયૂષ ચાવલા, આકાશ મધવાલ, જેસન બેહરેનડોર્ફ અને રોમારિયો શેફર્ડ.
હરાજીમાં ખરીદેલાઃ ગેરાલ્ડ કોએત્ઝી (5 કરોડ રૂપિયા), દિલશાન મદુશંકા ( 4.6 કરોડ રૂપિયા), શ્રેયસ ગોપાલ ( 20 લાખ રૂપિયા), નુવાન તુશારા ( 4.8 કરોડ રૂપિયા), નમન ધીર ( 20 લાખ રૂપિયા), અંશુલ કંબોજ (20 લાખ રૂપિયા), મોહમ્મદ નબી (1.5 કરોડ રૂપિયા), શિવાલિક શર્મા (20 લાખ રૂપિયા).
બ્રુક અને હોપને દિલ્હી કેપિટલ્સે ખરીદ્યા
રિટેન કરાયેલા ખેલાડીઓ
રિષભ પંત, પ્રવીણ દુબે, ડેવિડ વોર્નર, વિકી ઓસ્તવાલ, પૃથ્વી શો, એનરિચ નોર્ટજે, અભિષેક પોરેલ, કુલદીપ યાદવ, અક્ષર પટેલ, લુંગી એનગિડી, લલિત યાદવ, ખલીલ અહેમદ, મિશેલ માર્શ, ઈશાંત શર્મા, યશ ઢુલ અને મુકેશ કુમાર.
હરાજીમાં ખરીદેલા ખેલાડીઓ: હેરી બ્રુક ( 4 કરોડ રૂપિયા), ટ્રિસ્ટન સ્ટબ્સ (50 લાખ રૂપિયા), રિકી ભુઇ (20 લાખ રૂપિયા), કુમાર કુશાગ્ર ( 7.2 કરોડ રૂપિયા), રસિક દાર સલામ (રૂ. 20 લાખ), જ્યે રિચર્ડસન (રૂ. 5 કરોડ) રૂ.), સુમિત કુમાર (રૂ. 1 કરોડ), શાઇ હોપ (રૂ. 75 લાખ) અને સ્વસ્તિક ચિકારા (રૂ. 20 લાખ).
સનરાઇઝર્સ હૈદરાબાદે પેટ કમિન્સ પર પૈસા ખર્ચ્યા
રિટેન કરાયેલા ખેલાડીઓઃ અબ્દુલ સમદ, અભિષેક શર્મા, એડન માર્કરામ (કેપ્ટન), માર્કો યાનસેન, રાહુલ ત્રિપાઠી, વોશિંગ્ટન સુંદર, ગ્લેન ફિલિપ્સ, સનવીર સિંહ, હેનરિક ક્લાસેન, ભુવનેશ્વર કુમાર, મયંક અગ્રવાલ, ટી નટરાજન, અનમોલપ્રીત સિંહ, મયંક માર્કન્ડે, ઉપેન્દ્ર સિંહ યાદવ, ઉમરાન મલિક, નીતિશ કુમાર રેડ્ડી, ફઝલહક ફારૂકી અને શાહબાઝ અહેમદ.
હરાજીમાં ખરીદેલાઃ ટ્રેવિસ હેડ (રૂ. 6.8 કરોડ), વાનિન્દુ હસરંગા (રૂ. 1.5 કરોડ), પેટ કમિન્સ (રૂ. 20.5 કરોડ), જયદેવ ઉનડકટ (50 લાખ રૂપિયા), આકાશ મહારાજ સિંહ (20 લાખ રૂપિયા) અને જે સુબ્રમણ્યમ (રૂ. 20 લાખ રૂપિયા).
ગુજરાત ટાઇટન્સે સ્પેન્સર પર મોટો દાવ લગાવ્યો
રિટેન કરાયેલા ખેલાડીઓઃ શુભમન ગિલ (કેપ્ટન), ડેવિડ મિલર, મેથ્યુ વેડ, રિદ્ધિમાન સહા, કેન વિલિયમ્સન, અભિનવ મનોહર, સાઈ સુદર્શન, દર્શન નલકંડે, વિજય શંકર, જયંત યાદવ, રાહુલ તેવટિયા, મોહમ્મદ શમી, નૂર અહેમદ, આર. સાઈ કિશોર, રાશિદ ખાન, જોશુઆ લિટલ અને મોહિત શર્મા.
હરાજીમાં ખરીદેલાઃ અઝમતુલ્લા ઓમરઝાઈ (રૂ. 50 લાખ), ઉમેશ યાદવ (રૂ. 5.80 કરોડ), શાહરૂખ ખાન (રૂ. 7.4 કરોડ), સુશાંત મિશ્રા (રૂ. 2.2 કરોડ), કાર્તિક ત્યાગી (રૂ. 60 લાખ), માનવ સુથર (રૂ. 20) લાખ) ), સ્પેન્સર જોન્સન (રૂ. 10 કરોડ) અને રોબિન મિન્ઝ (રૂ. 3.6 કરોડ).
લખનઉ સુપર જાયન્ટ્સે 6 ખેલાડીઓ ખરીદ્યા
રિટેન કરેલા ખેલાડીઓ: કેએલ રાહુલ (કેપ્ટન), ક્વિન્ટન ડી કોક, નિકોલસ પૂરન, આયુષ બદોની, કાયલ મેયર્સ, માર્કસ સ્ટોઈનિસ, દીપક હુડા, રવિ બિશ્નોઈ, નવીન-ઉલ-હક, કૃણાલ પંડ્યા, યુદ્ધવીર સિંહ, પ્રેરક માંકડ, યશ ઠાકુર, અમિત મિશ્રા, માર્ક વુડ, મયંક યાદવ, મોહસીન ખાન અને દેવદત્ત પડિકલ.
હરાજીમાં ખરીદેલાઃ શિવમ માવી (રૂ. 6.40 કરોડ), અર્શિન કુલકર્ણી (રૂ. 20 લાખ), મણિમરણ સિદ્ધાર્થ (રૂ. 2.4 કરોડ), એશ્ટન ટર્નર (રૂ. 1 કરોડ), ડેવિડ વિલી (રૂ. 2 કરોડ) અને મોહમ્મદ અરશદ ખાન (રૂ. 20 લાખ) રૂપિયા).
રાજસ્થાન રોયલ્સે શુભમને 5.8 કરોડમાં ખરીદ્યો
રિટેન કરાયેલા ખેલાડીઓઃ સંજુ સેમસન (કેપ્ટન/વિકેટકીપર), જોસ બટલર, શિમરોન હેટમાયર, યશસ્વી જયસ્વાલ, ધ્રુવ જુરેલ, રિયાન પરાગ, ડોનોવન ફરેરા, ક્રુણાલ રાઠોડ, રવિચંદ્રન અશ્વિન, કુલદીપ સેન, નવદીપ સૈની, પ્રસિદ્ધ કૃષ્ણા, સંદીપ શર્મા, ટ્રેટ બોલ્ડ, યુઝવેન્દ્ર ચહલ, એડમ ઝમ્પા અને અવેશ ખાન
હરાજીમાં ખરીદ્યા: રોવમેન પોવેલ (રૂ. 7.4 કરોડ), શુભમ દુબે (રૂ. 5.8 કરોડ), ટોમ કોલ્હર કેડમોર (રૂ. 40 લાખ), આબિદ મુશ્તાક (રૂ. 20 લાખ) અને નાન્દ્રે બર્જર (રૂ. 50 લાખ).
કોલકાતા નાઈટ રાઈડર્સે સ્ટાર્કને 24 કરોડમાં ખરીદ્યો
રિટેન કરેલા ખેલાડીઓઃ નીતિશ રાણા, રિંકુ સિંહ, રહમનુલ્લાહ ગુરબાઝ, શ્રેયસ ઐયર, જેસન રોય, સુનીલ નારાયણ, સુયશ શર્મા, અનુકુલ રોય, આન્દ્રે રસેલ, વેંકટેશ ઐયર, હર્ષિત રાણા, વૈભવ અરોરા અને વરુણ ચક્રવર્તી.
હરાજીમાં ખરીદાયાઃ કેએસ ભરત (રૂ. 50 લાખ), ચેતન સાકરિયા (રૂ. 50 લાખ), મિશેલ સ્ટાર્ક (રૂ. 24.75 કરોડ), અંગકૃષ રઘુવંશી (રૂ. 20 લાખ), શ્રીકર ભરત (રૂ. 50 લાખ), રમનદીપ સિંહ (રૂ. 20) લાખ), શેરફેન રધરફોર્ડ (રૂ. 1.5 કરોડ), મનીષ પાંડે (રૂ. 50 લાખ), મુજીબ ઉર રહેમાન (રૂ. 2 કરોડ), ગુસ એટકિન્સન (રૂ. 1 કરોડ) અને સાકિબ હુસૈન (રૂ. 20 લાખ).
રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની ટીમ
રિટેન કરેલા ખેલાડીઓઃ ફાફ ડુ પ્લેસિસ (કેપ્ટન), ગ્લેન મેક્સવેલ, વિરાટ કોહલી, રજત પાટીદાર, અનુજ રાવત, દિનેશ કાર્તિક, સુયશ પ્રભુદેસાઈ, વિલ જેક્સ, મહિપાલ લોમરોર, કર્ણ શર્મા, મનોજ ભંડાગે, મયંક ડાગર, વિશક વિજય કુમાર, આકાશ દીપ, મોહમ્મદ સિરાજ, રીસ ટોપલી, હિમાંશુ શર્મા, રાજન કુમાર અને કેમરૂન ગ્રીન.
હરાજીમાં ખરીદેલાઃ અલ્ઝારી જોસેફ (રૂ. 11.50 કરોડ), યશ દયાલ (રૂ. 5 કરોડ), ટોમ કુરન (રૂ. 1.5 કરોડ), લોકી ફર્ગ્યુસન (રૂ. 2 કરોડ), સ્વપ્નિલ સિંઘ (રૂ. 20 લાખ) અને સૌરવ ચૌહાણ (રૂ. 20) લાખ).
પંજાબ કિંગ્સે હરાજીમાં 8 ખેલાડીઓને ખરીદ્યા હતા
રિટેન કરાયેલા ખેલાડીઓઃ શિખર ધવન (કેપ્ટન), મેથ્યુ શોર્ટ, પ્રભસિમરન સિંહ (વિકેટકીપર), જીતેશ શર્મા (વિકેટકીપર), સિકંદર રઝા, ઋષિ ધવન, લિયામ લિવિંગસ્ટોન, અથર્વ તાઈડે, અર્શદીપ સિંહ, નાથન એલિસ, સેમ કુરન, કગીસો રબાડા, હરપ્રીત , રાહુલ ચાહર, હરપ્રીત ભાટિયા, વિદ્વાથ કવેરપ્પા અને શિવમ સિંહ.
હરાજીમાં ખરીદાયાઃ હર્ષલ પટેલ (રૂ. 11.75 કરોડ), ક્રિસ વોક્સ (રૂ. 4.20 કરોડ), આશુતોષ શર્મા (રૂ. 20 લાખ), વિશ્વનાથ પ્રતાપ સિંહ (રૂ. 20 લાખ), શશાંક સિંહ (રૂ. 20 લાખ), તનય ત્યાગરાજન (રૂ. 20 લાખ) રૂ.), પ્રિન્સ ચૌધરી (રૂ. 20 લાખ) અને રિલે રૂસો (રૂ. 8 કરોડ)