IPL 2024: રાજસ્થાન રૉયલ્સનું વિજેતા અભિયાન ચાલુ છે. સંજૂ સેમસનની આગેવાની હેઠળની ટીમે IPL 2024માં લખનઉ સુપરજાયન્ટ્સને 7 વિકેટે હરાવીને તેની આઠમી જીત નોંધાવી હતી. 9 મેચમાં 8 જીત સાથે રાજસ્થાનના 16 પોઈન્ટ છે અને આ ટીમે પ્લેઓફમાં પોતાનું સ્થાન લગભગ નિશ્ચિત કરી લીધું છે. આઈપીએલના ઈતિહાસમાં આ પહેલા ક્યારેય એવું બન્યું નથી કે કોઈ ટીમ સોળ પોઈન્ટ સાથે પ્લેઓફમાં ન પહોંચી હોય. પોઈન્ટ ટેબલમાં રાજસ્થાન 16 પોઈન્ટ સાથે ટોપ પર છે. જો કે, વધુ એક જીત તેમને આપોઆપ પ્લેઓફમાં પ્રવેશ અપાવશે.
IPL 2024 પોઈન્ટ ટેબલમાં રાજસ્થાન પછી કોલકાતા નાઈટ રાઈડર્સ, SRH, LSG અને DC ટોપ ચારમાં આવે છે. ટોચના ક્રમાંકિત રાજસ્થાન રોયલ્સ પછી બીજા, ત્રીજા અને ચોથા સ્થાને રહેલી ટીમોના સમાન 10 પોઈન્ટ છે. જ્યારે ચેન્નાઈ સુપર કિંગ્સ અને ગુજરાત ટાઇટન્સ 8-8 પોઈન્ટ સાથે અનુક્રમે પાંચમા અને છઠ્ઠા સ્થાને છે. પંજાબ કિંગ્સ, મુંબઈ ઈન્ડિયન્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની હાલત ખરાબ છે.
પંજાબ, મુંબઇ અને બેંગ્લુરું માટે મુશ્કેલ થઇ રાહ
પંજાબ કિંગ્સે અત્યાર સુધી 9 મેચ રમી છે. તેણે 3 મેચ જીતી છે જ્યારે 7 મેચમાં હારનો સામનો કરવો પડ્યો છે. આવી જ હાલત 5 વખતની ચેમ્પિયન મુંબઈ ઈન્ડિયન્સની છે. હાર્દિક પંડ્યાની કેપ્ટનશીપ હેઠળની મુંબઈ 9 મેચમાંથી માત્ર 3 જ જીતવામાં સફળ રહી છે. પંજાબ અને મુંબઈ 6-6 પોઈન્ટ સાથે 8મા અને 9મા સ્થાને છે જ્યારે RCB 9 માંથી 7 મેચ હારી છે. 4 પોઈન્ટ સાથે RCB સૌથી નીચલા સ્થાને એટલે કે 10મા ક્રમે છે.
દિલચસ્પ થઇ પ્લેઓફની રેસ
આ વખતે પ્લેઓફની રેસ ઘણી રસપ્રદ બની છે. પંજાબ અને મુંબઈ વચ્ચે હવે 5-5 મેચ બાકી છે. જો બંને ટીમો તેમની બાકીની પાંચ મેચ જીતે છે, તો તેમના 16-16 પોઈન્ટ્સ સમાન હશે, જ્યારે હવે દિલ્હી કેપિટલ્સ અને ગુજરાત ટાઇટન્સ માટે હાર પણ મોંઘી પડશે. CSKની હજુ 6 મેચ બાકી છે. જો કેટલીક ટીમોના પોઈન્ટ્સની સંખ્યા સમાન હોય તો તેમણે પ્લેઓફમાં પહોંચવા માટે નેટરનરેટ પર આધાર રાખવો પડશે.
ટૉપ ફૉરમાં ટકી રહેવા માટે રાજસ્થાનને એક જીત જરૂરી
2008ની ચેમ્પિયન રાજસ્થાન રોયલ્સને ટોપ ચારમાં રહેવા માટે માત્ર એક જીતની જરૂર છે. જો રાજસ્થાન તેની બાકીની તમામ પાંચ મેચ હારી જાય તો પણ તેની પાસે પ્લેઓફમાં પહોંચવાની તક રહેશે. કોલકાતા નાઈટ રાઈડર્સ અને સનરાઈઝર્સ હૈદરાબાદ પાસે શ્વાસ લેવા માટે પૂરતી જગ્યા છે કારણ કે બંને ટીમોએ આઠ મેચમાં પાંચમાં જીત મેળવી છે.