RCB vs DC Score: બેંગલુરુની સતત પાંચમી જીત, પ્લેઓફની આશા જીવંત
IPL 2024માં આજે બીજી મેચ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર અને દિલ્હી કેપિટલ્સ વચ્ચે રમાશે. પ્લેઓફના દૃષ્ટિકોણથી, દરેક મેચ એલિમિનેટર જેવી લાગે છે.
IPL 2024ની 62મી મેચમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે દિલ્હી કેપિટલ્સને 47 રનથી હરાવ્યું હતું. આરસીબીની આ સતત પાંચમી જીત હતી. ટીમ હજુ પણ પ્લેઓફની રેસમાં છે. 13 મેચ બાદ છ જીત અને સાત હાર સાથે તેના 12 પોઈન્ટ છે. દિલ્હી સામેની જીત સાથે ટીમ પાંચમા સ્થાને પહોંચી ગઈ છે. બેંગલુરુએ તેની છેલ્લી મેચ 18 મેના રોજ ચેન્નાઈ સુપર કિંગ્સ સામે ચિન્નાસ્વામી ખાતે રમવાની છે. આ મેચ પર બંને ટીમોનું ભાવિ નિર્ભર રહેશે. જો ચેન્નાઈ જીતશે તો RCB પ્લેઓફની રેસમાંથી બહાર થઈ જશે. જો બેંગલુરુ જીતે છે, તો તેને સારા માર્જિનથી જીતવું પડશે જેથી નેટ રન રેટ ચેન્નઈ કરતા વધુ સારો થઈ શકે. આ પછી પણ બેંગલુરુએ અન્ય ટીમોના પરિણામો પર નિર્ભર રહેવું પડશે. બેંગલુરુ-દિલ્હી અને લખનૌ ત્રણેયના 12-12 પોઈન્ટ છે. લખનૌએ અત્યાર સુધી માત્ર 11 મેચ રમી છે અને આ ટીમ 16 પોઈન્ટ સુધી પહોંચી શકે છે. દિલ્હી અને બેંગલુરુએ 13-13 મેચ રમી છે. આ હાર સાથે દિલ્હી હવે મહત્તમ 14 પોઈન્ટ સુધી પહોંચી શકશે. જોકે, આ માટે તેણે 14મી મેના રોજ પોતાના હોમ ગ્રાઉન્ડ પર લખનૌ સુપર જાયન્ટ્સ સામે જીત મેળવવી પડશે.
દિલ્હીની ટીમે 12 ઓવરમાં છ વિકેટ ગુમાવીને 100 રન બનાવ્યા છે. ટીમને જીતવા માટે હજુ 48 બોલમાં 88 રનની જરૂર છે. ટ્રિસ્ટન સ્ટબ્સ 11મી ઓવરમાં રનઆઉટ થયો હતો. તે ત્રણ રન બનાવી શક્યો હતો.
ટોસ હાર્યા બાદ પ્રથમ બેટિંગ કરતા રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે 20 ઓવરમાં નવ વિકેટ ગુમાવીને 187 રન બનાવ્યા હતા. બેંગલુરુ માટે આ કરો યા મરો મેચ છે. ટૂર્નામેન્ટમાં ટકી રહેવા માટે તેણે દિલ્હીને 187થી ઓછા સ્કોર સુધી મર્યાદિત રાખવું પડશે. જો કે ચિન્નાસ્વામીમાં લક્ષ્યનો બચાવ કરવો સરળ નથી. બેંગલુરુ માટે કેમરુન ગ્રીન 24 બોલમાં 32 રન બનાવીને અણનમ રહ્યો હતો. જ્યારે રજત પાટીદારે 52 રનની ઇનિંગ રમી હતી અને વિલ જેક્સે 41 રનની ઇનિંગ રમી હતી.
બોલર કુલદીપ યાદવે વિલ જેક્સને આઉટ કરીને આરસીબીને ચોથો ઝટકો આપ્યો હતો. જેક્સ 29 બોલમાં 41 રન બનાવીને આઉટ થયો હતો. હવે મહિપાલ લોમરોર ક્રિઝ પર આવ્યો છે અને તેની સાથે કેમરૂન ગ્રીન હાજર છે.
6 ઓવર બાદ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે બે વિકેટે 61 રન બનાવ્યા છે. હાલમાં વિલ જેક્સ ચાર રન અને રજત પાટીદાર 11 બોલમાં 22 રન પર બેટિંગ કરી રહ્યો છે.
બેંગલુરુને 36ના સ્કોર પર બીજો ઝટકો લાગ્યો હતો. વિરાટ 13 બોલમાં એક ફોર અને ત્રણ સિક્સરની મદદથી 27 રન બનાવીને આઉટ થયો હતો. ચાર ઓવર પછી બેંગલુરુનો સ્કોર બે વિકેટે 37 રન છે. હાલમાં રજત પાટીદાર અને વિલ જેક્સ ક્રિઝ પર છે.
દિલ્હી કેપિટલ્સના કેપ્ટન અક્ષર પટેલે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો છે. પંતની જગ્યાએ કુમાર કુશાગ્ર આઈપીએલમાં ડેબ્યૂ કરી રહ્યો છે. બેંગલુરુના કેપ્ટન ફાફ ડુપ્લેસિસે પ્લેઈંગ-11માં કોઈ ફેરફાર કર્યો નથી.
દિલ્હી કેપિટલ્સની પ્લેઈંગ ઈલેવન- જેક ફ્રેઝર-મેકગર્ક, અભિષેક પોરેલ (વિકેટકીપર), શાઈ હોપ, કુમાર કુશાગ્ર, ટ્રસ્ટન સ્ટબ્સ, અક્ષર પટેલ (કેપ્ટન), કુલદીપ યાદવ, રસિખ સલામ, મુકેશ કુમાર, ઈશાંત શર્મા, ખલીલ અહેમદ.
આરસીબીની પ્લેઈંગ ઈલેવન - ફાફ ડુ પ્લેસીસ (કેપ્ટન), વિરાટ કોહલી, વિલ જેક્સ, રજત પાટીદાર, કેમરુન ગ્રીન, મહિપાલ લોમરોર, દિનેશ કાર્તિક (વિકેટકીપર), કર્ણ શર્મા, મોહમ્મદ સિરાજ, લોકી ફર્ગ્યુસન, યશ દયાલ.
બ્રેકગ્રાઉન્ડ
IPL 2024 RCB vs DC LIVE Score: IPL 2024માં આજે બીજી મેચ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર અને દિલ્હી કેપિટલ્સ વચ્ચે રમાશે. પ્લેઓફના દૃષ્ટિકોણથી, દરેક મેચ એલિમિનેટર જેવી લાગે છે. RCBએ IPL 2024માં અત્યાર સુધી 12 મેચ રમી છે અને ટીમ 10 પોઈન્ટ સાથે પોઈન્ટ ટેબલમાં 7માં નંબર પર છે. બીજી તરફ દિલ્હી હાલમાં 12 પોઈન્ટ સાથે પાંચમા સ્થાને છે. આમાંથી જે પણ ટીમ જીતશે, તેની પ્લેઓફમાં જવાની શક્યતા વધી જશે, તેથી RCB vs DC મેચને એલિમિનેટર મેચ કહેવું ખોટું નહીં હોય.
દિલ્હી પંત વિના રમશે
તમને જણાવી દઈએ કે, રાજસ્થાન રોયલ્સ સામેની મેચમાં દિલ્હી કેપિટલ્સ ધીમી ઓવર રેટ માટે દોષી સાબિત થઈ હતી. આ કારણે દિલ્હીના કેપ્ટન રિષભ પંત પર 30 લાખ રૂપિયાનો દંડ અને એક મેચનો પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. IPL 2024માં આ ત્રીજી વખત છે, જ્યારે DC નિર્ધારિત સમય મર્યાદામાં 20 ઓવર નાખવામાં નિષ્ફળ રહી છે. નિયમો અનુસાર, જો કેપ્ટન બે વખત ધીમી ઓવર રેટ માટે દોષી સાબિત થાય છે, તો તેને માત્ર દંડનો સામનો કરવો પડશે, ત્રીજી વખત કેપ્ટન પર એક મેચનો પ્રતિબંધ છે. આ કારણે ઋષભ પંત રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર સામેની મેચમાં રમી શકશે નહીં.
આ મેચ RCB માટે એલિમિનેટર સમાન છે
જો રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે IPL 2024ના પ્લેઓફમાં પહોંચવું હોય તો તેણે બાકીની બંને મેચ જીતવી પડશે. લીગ તબક્કામાં બેંગલુરુની આ 13મી મેચ હશે, જે જીતવાથી ટીમને 12 પોઈન્ટ મળશે. RCBનો નેટ રન-રેટ +0.217 હોવાથી, તેની પ્લેઓફમાં જવાની શક્યતાઓ વધારે છે. પરંતુ તેમની આશા જીવંત રાખવા માટે, બેંગલુરુએ દરેક કિંમતે દિલ્હી કેપિટલ્સ સામે જીત નોંધાવવી પડશે. જો DC આજની મેચ જીતશે તો RCB બહાર થઈ જશે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -